Kadar - Hath Na Karya Haiye Vagya books and stories free download online pdf in Gujarati

કદર - હાથ નાં કર્યા હૈયે વાગ્યા

કદર
       આખી જીંદગી જાણે, એમનેમજ જીવાઈ ગઇ
       આ દુનિયામાં મારી, ક્યાંય જરાય કદર નાં થઈ
         માથે લીધુ આખી દુનિયાનું ભારણ, તોયે
                     ક્યાંય પહોંચાયુ નહીં 
   હમણાં થશે ને કાલે થશેમાં, આખી જીંદગી વપરાઈ ગઇ 
        આ દુનિયામાં મારી ક્યાંય જરાય કદર નાં થઈ
 જયાં-જયાં ગયો ત્યાં-ત્યાં મને, મારી આવડતનાં ગુરુ મળ્યા   
દુનિયામાં મારી વાત સાંભળવા, કોઈ નાં મને પુરુ મળ્યા           
આખી જિંદગીમાં કરી જાણે, બધીજ અડધી વાતો
                    અડધી, અંદરજ ધરબાઈ ગઇ 
         આ દુનિયામાં મારી, ક્યાંય જરાય કદર નાં થઈ 
                  હું ખોટો હતો, કે મારી રજુઆત 
એ ખબર મને નાં પડી, હશે, કદાચ મારોજ વાંક કે ભુલ હશે                     
એમાં મારી જીંદગી શું કરે બાપડી 
ફરીયાદ કરવાનો હવે મતલબ નથી, કેમકે ઢળતીવેળા થઈ 
        આ દુનિયામાં મારી ક્યાંય જરાય કદર નાં થઈ 
        આખી જીંદગી જાણે એમનેમજ જીવાઈ ગઇ....
            પણ એટલું તો સમજાવ્યું જિંદગીએ મને કે,
          ધક્કો મારવા બે હાથ, તાકાતથી વાપરે છે લોકો 
                  પણ, ઉભા થવા કે ઉપર આવવા
                           કોઈ હળવેથી પણ 
                  હાથ પકડવાનો, નથી આપતાં મોકો
      બીજાને ખોટો કે નીચો દેખાડવા, જાણે બેઠાં છે બધાં 
                         શબ્દો નાં હથિયાર લઈ
         આ દુનિયામાં મારી, ક્યાંય જરાય કદર નાં થઈ 
        આખી જીંદગી જાણે એમનેમજ જીવાઈ ગઇ....
         કારણ શોધવા મે બહુ વિચાર્યું ત્યારે મારા,                                           
અતીતે મને જગાડ્યો 
કે બીજાનું સુખદુઃખ જોવામાં મે સમય બહુ બગાડયૉ,
તોયે ખુશ છુ હું, મારી જીવાઈ ગયેલી જિંદગીથી આભાર માનુંછું                 
એ બન્ને નો પ્રણામ કરૂ છું બે હાથથી
           કે જેનાં કારણે જિંદગીભર કિંમત મારી,                               
શેરબજાર ની જેમ ઉપરનીચે થઈ 
         આખી જીંદગી જાણે એમનેમજ જીવાઈ ગઇ 
        આ દુનિયામાં મારી ક્યાંય જરાય કદર નાં થઈ...
 
            (કવિતા નંબર -2- હાથ નાં કર્યા હૈયે વાગ્યા)
 
              ખરાં સમયે સ્વજન જ્યારે દુર ભાગ્યા 
                    બહુ વિચાર્યું, હવે સમજાયું 
                 આતો, હાથના કર્યા હૈયે વાગ્યા 
                 મિત્ર-પડોશી કે સગા-સંબંધીને
        પ્રસંગમાં કે એમનેમ આપણે મળવા નાં ગ્યા
                    સમય નથીનું રટણ કરીને                                         
જાણે સાતે ભવનું આપણે રળવા લાગ્યા
 બહુ વિચાર્યું, હવે સમજાયું આતો હાથના કર્યા હૈયે વાગ્યા હવે વિચારીએ છીએ કે,
જેને મળી આપણે હળવા થતા હતાં એ સંબંધો ક્યાં ગ્યાં ? 
ચારે બાજુથી ઘેરાયા,મુંઝાયાં ને થાક્યા ત્યારે આપણી આંખ ખુલી અને સફાળા જાગ્યા 
બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથનાં કર્યા હૈયે વાગ્યાં                       
ખરાં સમયે સ્વજન જ્યારે દુર ભાગ્યા,                                     
બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથ નાં કર્યા હૈયે વાગ્યા
 
જ્યારે ચારે બાજુથી એકલતા નાં અસંખ્ય બાણ વાગ્યાં પછી એહસાસ થયો
આપણેતો મૃગજળ રૂપી માયા પાછળ ભાગ્યા RICH જીંદગી જીવવાના ખોટાં વહેમમાં
 સારાં-સારાં સંબંધો ત્યાંગ્યાં એ સંબંધોની સાથે 
આંસુ પણ ગયા ને અંદર ને અંદર રડવા લાગ્યા 
બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથ નાં કર્યા હૈયે વાગ્યા હૂંફ એટલે શું ? અને એ ક્યાં મળે ?
હવે એ સમજવા લાગ્યા આંખ ખુલી એટલે આપણે
 પોતાનાં પરજ મૌન ગરજવા લાગ્યાં
 બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથ નાં કર્યા હૈયે વાગ્યા પાછા આપ હે પ્રભુ 
ઘર-પરિવાર મિત્રોને અડોશ-પડોશનાં એ સંબંધો
 મારે માટે એજ તો મુડી હતી
 અને હું કરતો રહ્યો આખી જીંદગી નોકરી-નોકરી ધંધો-ધંધો મારે જોઈએ છે
આંસુ પાડવા કોઈ એક મારાનો કંધો
 ઢળતી ઉંમર થઈ ગઇ છે મારી ને વાળ મારા બહુ ખરવા લાગ્યા 
મોડર્ન અને ટેકનોલોજી વાળા જમાનાનાં સંબંધો 
મને બહુ વરવા લાગ્યા
 બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથનાં કર્યા હૈયે વાગ્યા ખરાં સમયે સ્વજન જ્યારે દુર ભાગ્યા
બહુ વિચાર્યું હવે સમજાયું આતો હાથનાં કર્યા હૈયે વાગ્યા