Once Upon a Time - 148 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 148

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 148

મુંબઈ પોલીસને એવી માહિતી મળી હતી કે મુંબઈમાં છોટા શકીલ ગેંગનું સુકાન એક યુવતી સંભાળી રહી છે અને તે યુવતી શકીલ ગેંગના ગુંડાઓને પેમેન્ટ કરવાની, પકડાઈ જતાં ગુંડાઓ માટે વકીલો રોકીને એમને ફી ચૂકવવાની તથા મહારાષ્ટ્રની જુદી જુદી જેલોમાં પુરાયેલા શકીલ ગેંગના ગુંડાઓને જેલમાં સુવિધા પૂરી પાડવાની અને તેમના કુંટુંબોને ગુજરાન ચલાવવા માટે દર મહિને જરૂરી રકમ મોકલાની જવાબદારી સંભાળે છે.

એ બાતમીના આધારે મુંબઈ પોલીસે એ યુવતીના મોબાઈલ ફોન પરથી થોડા a ટેપ કરવા માંડ્યા. એ યુવતી જુદા જુદા ત્રણ મોબાઈલ નંબરથી શકીલ સાથે સંપર્કમાં રહેતી હતી. મુંબઈ પોલીસે છ મહિના સુધી એ યુવતીના ફોન કોલ્સ આંતર્યા. એ દરમિયાન શકીલ ગેંગ વિશેની માહિતી ઉપરાંત પોલીસ અધિકારીઓને રમૂજ થાય એવા, શકીલ અને યુવતી વચ્ચેના, સંવાદ તેમને સાંભળવા મળ્યા. શકીલ અને પેલી યુવતી કલાકો સુધી ફોન પર પ્રેમાલાપ કરતા હતા! અને ફોન પર વાતોથી સંતોષ ન થતો હોય એમ તે બંને ઈ-મેઈલથી પણ સંપર્કમાં રહેતા હતા. મુંબઈ પોલીસે એ બંને વચ્ચેના 84 ફોન કોલ્સ ટેપ કર્યાં હતા!

તે યુવતી શકીલ ગેંગના, એસ્ટેટ એજન્ટ ટર્ન્ડ, શાર્પ મિરઝા આરીફ બેંગની પત્ની શમીમ બેગ હતી! મુંબઈ પોલીસે શકીલ અને શમીમ બેગના સંબંધોના પુરાવા એકઠા કર્યા બાદ 8 માર્ચ, 2002ના દિવસે એમસીઓસીએ હેઠળ શમીમની ધરપકડ કરી. એ પછી થોડા સમય બાદ પોલીસે શકીલના તેની ગેંગના જે એક શાર્પ શૂટરની પત્ની સાથેના સુંવાળા સંબંધની વાતની ટેપ લીક કરીને શકીલ ગેંગના ગુંડાઓને શકીલ વિરુદ્ઘ ભડકાવવાની કોશિશ કરી.

જો કે એમાં મુંબઈ પોલીસને બહુ સફળતા મળી નહીં. એ પછી વળી શકીલના ફોન કોલ્સ આંતરીને પોલીસે દાઉદ-શકીલ અને બોલીવૂડ વચ્ચે સાંઠગાંઠની માહિતી મેળવી. પોલીસે બોલીવૂડના ખેપાની સ્ટાર સંજય દત્ત, દિગ્દર્શક મહેજ માંજરેકર અને દિગ્દર્શક સંજય ગુપ્તા તથા ફિલ્મ નિર્માતા જામું સુગંધના ભાઈની શકીલ સાથેની ફોન પરની વાતચીત આંતરીને ટેપ કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ ખાતાની પરવાનગીથી મુંબઈ પોલીસે શકીલના ત્રણ મોબાઈલ ફોન નંબર 00971505651193, 00971507745743 અને 00971505683268 થતા કોલ્સ આંતર્યા હતા. અને એવા ફોન કોલ્સની 71 ટેપ મુંબઈ પોલીસ પાસે જમા થઈ ગઈ. એમાંથી કેટલીક ટેપ મુંબઈના અખબારોના હાથમાં પહોંચી ગઈ.

આ મહિનાઓ લાંબા ફોન કોલ્સ ટેપિંગ દરમિયાન જ ફિલ્મ ફાઈનાન્સર ભરત શાહના નામનો ઉલ્લેખ થવાને કારણે મુંબઈ પોલીસે ભરત શાહની ધરપકડ કરી હતી. પણ જુલાઈ, 2002માં સંજય દત્તhhh BC અને તેના મિત્રોની શકીલ સાથેની વાતોની ટેપ મીડિઆના હાથમાં પહોંચી ગઈ ત્યારે મુંબઈ પોલીસ માટે ક્ષોભજનક હાલત ઊભી થઈ. મુંબઈ પોલીસે જે કારણથી ભરત શાહની ધરપકડ કરી હતી એ જ કારણથી સંજય દત્ત અને જેના મિત્રોની ધરપકડ કરી શકે એમ હતી. પણ મુંબઈ પોલીસે ઉદાર બનીને, બોમ્બ વિસ્ફોટ કેસમાં લાંબા સમય સુધી જેલમાં રહીને આવેલા બોલીવૂડના ‘બેડબોય’ સંજયદત્ત અને તેના મિત્રો સામે કોઈ પગલાં લીધાં નહીં. એટલું જ નહીં દાઉદ ઈબ્રાહીમના નામ પર બોલતા સેલ ફોન નંબર 0097142210088 પર છ મહિનામાં 20 વાર ફોન કરનારા આફતાબ પટેલને આરોપીને બદલે સાક્ષી બનાવવાનુ ‘કૌશલ્ય’ પણ મુંબઈ પોલસે દાખવ્યું!

17 જૂલાઈ, 2002ના દિવસે ફિલ્મ ફાઈનાન્સર ભરત શાહ વતી મુંબઈ હાઈકોર્ટમાં દલીલો કરતી વખતે એડવોકેટ કપિલ સિબ્બલે દાઉદ અને શકીલ સાથે ફિલ્મ સ્ટાર્સ-પ્રોડ્યુસર્સ-ડાયરેક્ટર્સના સંબંધની ટ્રાન્સક્રિપ્ટ જજ સમક્ષ વાંચી સંભળાવી. એ વખતે એવો ઘટસ્ફોટ પણ થયો કે સંજ્ય દત્ત આણિ મંડળી છોટા શકીલના જીવન પરથી ફિલ્મ બનાવવા માગતી હતી અને એ માટે શકીલ પર બહુ આતુર હતો. શકીલના જીવન પરથી ફિલ્મ બનાવવાનું સૂચન ફિલ્મ દિગ્દર્શક મહેશ માંજરેકર શકીલને ફોન પર કર્યું હતું. સંજય દત્ત, માંજરેકર અને સંજય ગુપ્તાએ મુંબઈ-શિરડીના પ્રવાસ વખતે નાસિકની હોટેલ ‘તાજ’માંથી શકીલ સાથે વાત કરી હતી. જોકે એમ છતાં સંજય દત્ત અન તેના મિત્રોને મુંબઈ પોલીસ કોઈ તકલીફ આપી નહીં

જૂલાઈ અને ઓગસ્ટ, 2002 દરમિયાન દાઉદ ગેંગની બોલીવૂડ સાથેની સાંઠગાંઠની વાતો ચર્ચામાં રહી એ પછી સપ્ટેમ્બર, 2002ના બીજા પખવાડિયાની શરૂઆતમાં બોલીવૂડ, અંડરવર્લ્ડaa અને મુંબઈ પોલીસને રસ પડે એવા સમાચાર પોર્ટુગલથી આવ્યા. બોલીવૂડને ધુજાવનારા ગેંગ લીડર અબુ સાલેમ અને તેની હિરોઈન પ્રેમિકા મોનિકા બેદીની ઈન્ટરપોલ દ્વારા પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં ધરપકડ થઈ. અબુ સાલેમ અને મોનિકા બેદી અગાઉ દુબઈમાં પણ ઝડપાઈ ગયાં હતાં. પરંતુ ત્યાંથી છટકી જવામાં તે બંને સફળ થયાં હતાં. પણ પોર્ટુગલમાં બંને બરાબર ભેરવાઈ પડ્યાં. સાલેમ અને મોનિકાની ધરપકડના સમાચાર મળતાંવેંત મુંબઈ પોલીસ અને ભારત સરકાર તેમના પ્રત્યાર્પણ માટે કાનૂની તૈયારીઓ શરૂ કરી. ત્યારે બીજી બાજુ દાઉદને આ સમાચાર મળ્યા ત્યારે તેણે સાલેમને તમામ પ્રકારની સહાય મળે એ માટે પોતાના માણસોને કામે વળગાડી દીધા. સાલેમ દાઉદથી છૂટી પડી ગયો હતો. એમ છતાં દાઉદે તેની સાથે સંબંધ રાખ્યો હતો.

જોકે સાલેમની ધરપકડથી પણ વધુ આંચકો આપે એવા સમાચારા સાલેમની ધરપકડના થોડા સમય પછી દાઉદને દુબઈથી મળ્યા.

***

‘હું તમને કોઈ હિન્દી ફિલ્મને ટક્કર મારે એવી ઘટના કહું છું.’ પપ્પુ ટકલાએ કહ્યું. તેની અંદરને સ્ક્રિપ્ટ રાઈટર જાગી ઉઠ્યો અને તેણે કોઈ સ્ક્રિપ્ટ રાઈટરને છાજે એવી રીતે વાત શરૂ કરી, અફકોર્સ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને ઊંડો કસ લઈને વર્તુળાકારે ધુમાડો છોડ્યો પછી! “19 જાન્યુઆરી, 2003ની રાતના 9.31 કલાકે દુબઈની ઈન્ડિયા કલબમાં દાઉદ ગેંગના ટોપ ટેન લીડર્સમાંનો એક શરદ શેટ્ટી કોન્ફરન્સ રૂમમાં કોઈની સાથે વાત કરી રહ્યો હતો.

ઈન્ડિયા ક્લબના એ કોન્ફરન્સ રૂમની બરાબર બાજુમાં કાચની દીવાલોવાળા સ્નૂકર રૂમમાં કેટલાક યુવાનો એકાદ કલાકથી સ્નૂકરની રમતનો આનંદ માણી રહ્યા હતા. એ યુવાનોમાંથી એક યુવાનની નજર વારંવાર તેના એક સાથીદાર તરફ જતી હતી, જે સિગરેટ ફૂંકતા ફૂંકતા કોન્સફરન્સ રૂમના દરવાજા પર નજર રાખી રહ્યો હતો. બરાબર 9.31 કલાકે કૉન્ફરન્સ રૂમના દરવાજા તરફ નજર રાખી રહેલા યુવાને દરવાજો ખૂલતો જોઈને સિગારેટો છેલ્લો કશ ખેંચ્યો અને ઝડપથી સિગરેટ બુઝાવીને તે સ્નૂકર રૂમમાંથી બહાર નીકળ્યો. એ જોઈને સ્નૂકર રમતો યુવાન પણ લગભગ દોડીને તેની સાથે થઈ ગયો. ત્રીજી સેકન્ડે તે જગ્યાએ અણધારી ઘટના બની!'

(ક્રમશ:)