Kathputli - 24 books and stories free download online pdf in Gujarati

કઠપૂતલી - 24

એને સજ્જડ પ્લાન બનાવ્યો હતો બધુ પહેલેથી જ તય હતું.
એક ક્ષણ માટે સમીર ને લાગ્યું હતું કે ક્યાંક મીરા આ સંપૂર્ણ કેસની માસ્ટરમાઈંન્ડ તો નહી હોયને? પરંતુ નહીં જે રીતે એને વાત કરી હતી તે ઉપરથી સમીર અનુમાન લગાવી શક્યો કે તરુણ ને પોતાના મોતની ખબર પડી ગઈ હોવી જોઈએ. અને એટલે જ છેલ્લે છેલ્લે મરતા પહેલાં એ મીરાં સાથે થોડી મોજ કરી મુક્ત થવા માગતો હતો.
તરુણ મીરા સાથે હશે એ વાત ખૂની ખૂબ સારી પેઠે જાણતો હોવો જોઈએ. કદાચ આખી રાત તરુણના ઘરમાં છુપાઈને એ રોકાયો હોઈ શકે..
મીરાંની વાત સાંભળ્યા પછી સમીર ગહન ચિંતામાં સરી પડ્યો હતો. લાગણીઓનું ઘોડાપુર હવે છલકાય એમ નહોતું કારણકે સમીર નિર્મળ પ્રેમના વણદીઠા આવરણમાં કેદ હતો ત્યાં સુધી ઠીક હતું પણ હવે જ્યારે મીરા પોતે પોતાનુ સ્વચ્છંદી પણુ ઉઘાડું પાડતી હોય ત્યારે લાગણીઓનું ખુન તો આપમેળે થઈ જાય છે..!
"હવે મારે તારી વાતનો ભરોસો કેમ કરવો કે આ ખૂન તે નથી જ કર્યું..?"
સાવ સહજ ભાવે સમીરે કહ્યું..
મેં તને મારી સગી આંખે તરુણના બંગલેથી ભાગતાં જોઈ છે.. ચાલ હું તારી વાત માની લઉ, પણ બંગલાના સીસીટીવી ફૂટેજ તારી હાજરીના પુરાવા રજૂ કરી દેશે.. જવાબ તો તારે પોલીસને પણ આપવો જ પડશે..!
મર્ડરોના ઘટનાક્રમનો મામલો છે..!"
"સમીર ટ્રસ્ટ મી યાર..! મેં કોઈનુ મર્ડર કર્યું નથી.!"
"મને ખબર છે..!"
સાવ નંખાઈ ગયેલા અવાજે સમીરે કહ્યું.
"સાબિત કરવુ ખૂબ મુશ્કેલ થઈ જશે કારણકે તરુણના બંગલેથી તારા અને એના રિલેશનની વિડિયો ક્લિપ મળી, તો આ કેસમાં તું બલિનો બકરો બની જવાની.
મર્ડરરની હજુ સુધી એક પણ કડી હાથ લાગી નાહોઈ પોલીસ રઘવાઈ થઈ છે. મુદ્દાની વાત તો એ છે કે અગાઉના મર્ડર્સ વખતે સીસીટીવી કૂટેજમાં એક લેડીઝની આકૃતિ દ્રષ્ટીગોચર થાય છે જો એમાં તારું કૌભાંડ પકડાય તો તને બચાવવી અઘરું સાબિત થાય..!
"નો.. નો યાર સમીર હું આ કેસમાં ફસાવવાના માગતી નથી..!! પ્લીઝ મને બચાવી લે..!!
જો તે મર્ડર નથી કર્યું તો હું તટસ્થ રીતે ઇન્વેસ્ટિગેશન કરી ખૂની સુધી પહોંચવાની કોશિશ કરીશ. જોકે મને તો ખબર જ છે કે આ કામ માં તારું ગજું નહીં.. આતો કોઈ માથાભારે ખેલંદો જ કરી શકે જેના હૃદયમાં વર્ષોથી બદલાની આગ ધધકતી હોય.. જેને વર્ષો સુધી ભીતરે વલોવાતો ધગધગતો લાવા દબાવી રાખ્યો હોય..!
મીરાના ચહેરા પર ઉપસી આવેલો પરસેવો હવે શોષાઈ રહ્યો હતો.
"ચાલ હું ફરી તરુણના બંગલે જાઉં છું..! હું સમજવા માંગું છું આખરે તારી હાજરીમાં ગણતરીની પળોમાં ખૂની તરુણનું મર્ડર કરી ક્યાં ગાયબ થઈ ગયો..? જેને ના તું જોઈ શકી ના હું જોઈ શક્યો કે ના રાખડી બાંધવા આવેલી તરુણની સિસ્ટર જોઈ શકી..!
અત્યાર સુધી એને બિન્દાસ્ત ડર્યા વિના એક પછી એક મર્ડર કર્યા છે. ખૂની જેમ જેમ સફળ થતો ગયો તેમતેમ એનો આત્મવિશ્વાસ બેવડાતો રહ્યો છે. હવે હું માનું છું ત્યાં સુધી કઠપૂતલી સિરીઝનુ છેલ્લુ મર્ડર હશે..!
"યસ આઇ નો સમિર..! એટલું તો હું પણ સમજી શકી છું કે બધા જ મર્ડર્સ આ પાંચેય મિત્રોની ટોળકીમાંથી થયા છે ઓરિસ્સાથી સુરત આવ્યા પછી પાંચે મિત્રો એકસાથે જૂજ જોવા મળ્યા છે. અગર જો કઠપૂતળી સીરીઝ પ્રમાણે મર્ડર થયા હોય તો આ ટોળકીનું છેલ્લું પ્યાદુ એટલે કે લીલાધર..! ખૂનીનો નવો શિકાર હોઈ શકે..!
"હા મર્ડરર ખૂબ ચાલાક છે. પુરાવા નાશ કરતો રહ્યો છે એટલે તે સાવ ગાફેલ તો નથી જ.. બિલકુલ સમજી વિચારી એક-એક મર્ડર ને અંજામ આપી રહ્યો છે. ખૂબ ગહેરી દુશ્મની હોવી જોઈએ.. કદાચ ખૂની છેલ્લા મર્ડર વખતે ના પકડાય તો મારે ઓરિસ્સા જવું પડે..!
જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ મર્ડર શુંખલાનાં મૂળિયા પાંચેય મિત્રોના માદરે વતનમાં હોવા જોઈએ..!
"ચાલ હું જાઉં તારું ધ્યાન રાખજે! તરુણના બંગલે ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે. સાલુ મારા ભેજામાં હજુ સુધી એ નથી ઉતર્યુ કે ખૂની અે કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો.?"
ખૂની જે પણ છે ભેજાબાજ છે. પોલીસની સામે ચેલેન્જ મૂકી રીતસર બધાને દોડતા કરી દઈ મર્ડરને અંજામ આપ્યા છે..! હું કામ પ્રત્યેની મારી સંપૂર્ણ વફાદારીથી એના ષડયંત્રની ગાંઠને ઉકેલવા સામો પડ્યો હોઈશ..! બીજી તરફ મારું મન એમ પણ કહે છે એ વ્યક્તિ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા પોતાની તમામ શક્તિ કુશળતા અને બુદ્ધિ કામે લગાડી દેશે.. ચાલો જોઈએ..!!"
એટલું કહી સમીર મીરાની લપસણી સુંવાળી કાયાની રીત સર ઉપેક્ષા કરી ઘરની બહાર નીકળી ગયો.

(ક્રમશ)