Prem Angaar - 39 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 39

સિધ્ધાર્થે અંગિરાને કહ્યું “અરે પણ તારો ફોન કેવી રીતે લે એ ખૂબ બીઝી હતો. અંગિરા કહે ઠીક છે હું પછી એની સાથે નીપટાવીશ. બાય ધ વે આજે તારો શું પ્રોગ્રામ છે ? હું ફ્રેશ થઇ જઉં પહેલાં થોડોક થાક ઉતારું ઘર તો ખોલ. સિધ્ધાર્થ કહે “હાં હાં હાં આવ. તું ફ્રેશ થા હું ત્યાં સુધી મારું કામ નિપટાવું પછી તું કહે એમ પ્રોગ્રામ બનાવીએ. અંગિરા કહે સાંજે પબનાં જઇએ. હું પહેલાં મમ્મી પપ્પા અને જીજુ સાથે વાત કરી લઉં, દીદી અને બધા ભડક્યા જ હશે મારા ઉપર. ઠીક છે હું ફોડી લઇશ.”

આજની સાંજ સિધ્ધાર્થ માટે યાદગાર બની ગઇ. અંગિરાએ પબમાં લઇ આવ્યો. આજે ધરાઈને બન્ને જણાયે બીયર પીધો. અંગીરા લવારે ચઢી એટલે સિધ્ધાર્થ સમય સંજોગ જાણીને એને ઘરે જ લઇ આવ્યો રેસ્ટોરાંમાંથી એણે પીઝા બંધાવી દીધા હતાં. ઘરે આવીને એણે અંગિરાને બેડ પર સૂવરાવી એ ડ્રોઇંગરૂમમાં આવી ટીવી જોવા બેઠો. એટલામાં એનાં ફોન પર જાબાલીનો ફોન આવ્યો.

“અરે સિધ્ધાર્થ અંગિરા આવી છે ત્યાં? બીજું કંઇ જ પૂછ્યા વિના એણે સીધો પ્રશ્ન કહ્યો. સિધ્ધાર્થ કહે હાં. વિશ્વાસને મળવા આવી હતી અને એને... જાબાલીએ જવાબ કાપતા કહ્યું એને આપને એનો ફોન સ્વીચ ઓફ આવે છે. એણે એનાં પપ્પા મમ્મીને કહ્યું હું બેંગ્લોર જઇને આવું છું. ચિંતા ના કરતાં મારે બે ત્રણ કામ છે મારે બ્યુટીક માટે મળવાનું છે કોઇને ખરી છોકરી છે બધાને ચિંતા જ કરાવે. સિધ્ધાર્થ કહે અરે ભાઈ પણ એ ઘસઘસાટ ઉંઘે છે ઉઠે એટલે ફોન કરાવું ચિંતા ના કરીશ કોઈ પણ હું કાલે જ અને પાછી રવાના કરું છું. જાબાલી કહે “યાર ! સિધ્ધાર્થ તું અને વિશ્વાસ હોય કોઇ ચિંતા જ નથી પરંતુ આ છોકરીએ હવે હદ કરી છે તને શું કહું ? વિશ્વાસનાં વિવાહ થઈ ગયા છે હવે તો પણ આ... કહી વાત કાપી કહ્યું ઉઠે ફોન કરાવ પ્લીઝ. સિધ્ધાર્થે કહ્યું ઓકે અને ફોન મૂક્યો.

કોનો ફોન હતો ? અંગિરા એ પૂછ્યું ? સિધ્ધાર્થ કહે તારો ફોન સ્વીચ ઓફ છે ? જાબાલીનો હતો બધા ચિંતા કરે છે તને ફોન કરવા કીધો છે ફોન પર વાત કરી લે કાલે મુંબઇ પાછા મોકલવા કહ્યું છે. અંગિરા કહે “ખરા છે આ બધા હું નાની કીકલી છું ? મારે અહીં બ્યુટીક અંગે કોઇને મળવાનું છે પરમ દિવસ પાછી જઇશ. હું ફોન પર વાત કરી લઉ છું અરે સીડ્ એક વાત કહું આજે મજા પડી ગઇ તારી કંપની પણ કાંઇ ખોટી નથી. કહીને સિધ્ધાર્થની લગોલગ આવીને બેસી ગઇ. સિધ્ધાર્થે કહ્યું તે કોઇ દિવસ ચાન્સ જ ક્યાં આપ્યો છે ? આજે વિશ્વાસ મળ્યો નહીં એટલે....અંગિરા કહે “એય સીડ એવું ના કહેને વિશ્વાસ તો હવે.... ઠીક છે સારો મિત્ર છે હું કંઇક અંશે એનાથી આકર્ષાઇ હતી પરંતુ એ એંગેજ છે એટલે છોડી દેવો પડશે. પરંતુ મારા કેરેક્ટર અંગે કોઇ કંઇ બોલે તો આવી બને. થોડી વિશ્વાસમાં ઇમોશનલ થઇ ગઇ હતી. છોડ આજે કાર્ડ્સ રમીએ અને પછી ડીનર લઇએ. કહીને એ અંદર કાર્ડ્સ લેવા ગઇ.

સિધ્ધાર્થ અને અંગિરા કાર્ડ્સ રમતાં રતમાં એકબીજાને જોતાં રહ્યાં સમજતાં રહ્યા સાથે સાથે સ્પર્શતા રહ્યા અને જીંદગીની બાજી કાર્ડ્સ સાથે જોડતાં ગયાં.

અંગિરાને સિધ્ધાર્થ એનાં તરફ પ્રેમ કરતી.. ઢળતી જોઇને ઘણાં સમયથી દબાવેલો આવેગ અચાનક ઉભરી આવ્યો પૂછી લીધું “અંગિરા વીલ યુ મેરી મી ? અંગિરા થોડોક સમય અવાચક બની જોતી રહી અને સિધ્ધાર્થમાં હાથ હાથમાં લઇને ચૂમી લીધા અને કહ્યું યસ આઇ એમ રેડી પણ સીધું તારે મને માફ કરવી પડશે હું થોડોક સમય વિશ્વાસ તરફ આકર્ષાઇ ગઇ હતી પણ મેં સંપૂર્ણ ભૂલાવ્યો છે આપણે આપણી જીંદગી હવે બધું જ ભૂલી સાથે જીવીશું. તું મુંબઇ આવે એટલે મારા અને તારા પેરેન્ટ્સને મળીને નક્કી કરીને આપણું જીવન સરસ રીતે પ્રેમ ભર્યું એક સાથે જીવીશું.

એમ કહીં અંગિરાએ એનો હોઠ સિધ્ધાર્થનાં હોઠ મૂકી સંમતિ સૂચક છાપ લગાવી દીધી.

*****

વિશ્વાસ લોસ એન્જેલસનાંનાં એનાં ઉતારા પર આવ્યો. અમેરકીન કંપનીનો પોતાનો કેમ્પસ હતો. સ્ટાર એન્ડ સ્કાય ઇનોવેટીવ સેન્ટર (SSIC) એસ.એસ.આઇ.સી. નામની આ સંસ્થા ખૂબ વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. અહીં દેશ-પરદેશમાં વિજ્ઞાનીઓ વિદ્યાર્થીઓ, નાસાનાં કર્મચારી તથા સંશોધનમાં સંકળાયેલા એની સાથે જોડાયેલા છે. અહીં ભારતીય કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે અવકાશમાં મોકલનાર યાનમાં જરૂરી મશીનરી અને ડીવાઇસમાં એને પણ એની કંપની તરફથી મોકલવામાં આવ્યો છે.

વિશ્વાસને આમ રોકેટ સાયન્સ અંગે કોઇ ખાસ જાણકારી નથી પરંતુ એની નિમણૂંક એનાં ડીવાઇસ અને મૂળભૂત ભૌતિક શાસ્ત્રનાં નિયમો સાથે વૈદીક વિજ્ઞાન એને ગણિતનો સમન્વય આધુનિક વિજ્ઞાનમાં કેવી રીતે થાય એનાં જ્ઞાનને કારણે થયો છે. એણે કોમ્પ્યુટર સાયન્સ કર્યા પછી અવકાશમાં ઉડતાં રોકેટે અને યાનમાં ઓછી ઊર્જા ઇંધણમાં એન્જીન કેવી રીતે વધુ કાર્યક્ષમ રહે એની ટેકનીક એણે વિકસાવી છે એના માટેનાં ડીવાઇસ વીકસાવ્યા છે. એને એની આ પધ્ધતિ એનાં ભારતીય બોસ ડૉ. અગ્નિહોત્રીને ખૂબ ગમી અને એનો આ વિજ્ઞાનમાં ઉપયોગ કરવો જોઈએ એવું સમજતા એમણે અમેરીકન કંપનીનાં ડૉ. રીચાર્ડ્સ અને ડૉય કલેન્સીને વાત કરી. ડૉ. કલેન્સી અને રીચડ્સ આધુનિક વિજ્ઞાનનાં નિયમો અને કાર્યશીલતાં જાણતાં જ હતાં પરંતુ વૈદીક વિજ્ઞાન અને ગણિત અંગેપણ સાંભળ્યું હતું એમણે વિશ્વાસને કહ્યું “યંગ બોય વી આર વેરી મચ ઇન્પ્રેસ્ડ બાય યોર હિન્દુ વૈદિક સાયન્સ એન્ડ મેથેમટીક્સ, વી હોપ ટુ ક્રીએટ ન્યુ મેથડ એન્ડ સીસ્ટમ ફોર અવર પ્રોજેક્ટ વીથ ધ હેલ્પ ઓફ યોર થીયરી. વિશ્વાસે કહ્યું “સર, ઇટ્સ માય પ્લેઝર ઇટ્સ સીંપલ એનર્જી સાયન્સ. વી કાન્ટ ડૂ એની થીંગ વિધાઉટ એનર્જી એવરી વર્ક ડન બાય ફાઇવ (Elements) એલીમેન્ટ્સ. આઇ સર્ચ ફોર એનર્જી વર્કીંગ સીસ્ટમ બાય અવર વૈદીક સાયન્સ એન્ડ મેથેમેટીક્સ. ડૉ. કલેન્સીએ કહ્યું “વેલડન એન્ડ બેસ્ટ લક ફોર યોર પ્રોજેક્ટ એન્ડ થીયરી.

વિશ્વાસને આવી બધી વાત ચીત યાદ આવી ગઇ. ડૉ. અગ્નિહોત્રી એ કહ્યું હતું આપણી આ એનર્જી અંગેની થીયરી ખૂબ મોટું કામ કરશે એવો મને પાકો ભરોસો છે. તું અમેરીકા પહોંચ હું અહીં થોડા કામ નીપટાવીને તારી પાછળ જ આવી પહોંચું છું ત્યાં તને સંપૂર્ણ આવકાર મળશે અને તારું વ્યક્તિગત ભવિષ્ય પણ ખૂબ ઉજળું જોઇ રહ્યો છું. વિશ્વાસ એનાં બેડ પર આડો પડી વિચારો કરી રહ્યો હતો બધું યાદ આવી રહ્યું હતું.

હેન્રી એનો બધો જ લગેજ એનાં રૂમમાં મૂકી ગયો. એ આવીને તરત જ બેડ પર આડો પડી બધું યાદ કરી રહ્યો. એને થયું મારી સફર મને ક્યાંથી ક્યાં લઇ આવી ? સામાન્ય રાણીવાવ જેવા ગામનો બાપ વિનાનો દિકરો આજે માંબાબાની દયાથી નાસાનું કામ કરવા અમેરીકા આવી ગયો. અને એ પણ વૈદીક સાયન્સ અને ગણિતનાં જ્ઞાનને કારણે. એને કાકુથ યાદ આવી ગયા. પોતાનું જ્ઞાન, અભ્યાસ અને મનન હતાં પરંતુ જ્ઞાનનો સાચો પાયો કાકુથે નાંખ્યો. આસ્થાનાં પ્રેમ અને કાકુથનાં આશીર્વાદ ફળી રહ્યાં છે. ડૉ. અગ્નિહોત્રીનો મેસેજ હતો એ પણ આવતી કાલે રાત્રીની ફ્લાઇટમાં બેસીને પરમદિવસે અહીં આવી પહોંચશે.

વિશ્વાસે આસ્થાને અહીંના હેન્રીએ આપેલા નવા મોબાઈલથી કોલ જોડ્યો. “હાય !આસ્થા, લવ યુ માય ડાર્લીંગ” હું અહીં પહોંચી ગયો છું અને રહેવાની બધી જ સગવડ સરસ છે. આસ્થા કહે “હાશ ! ક્યારની રાહ જોઊં છું ક્યારે તમારો ફોન આવે. ત્યાં બધું કેવું છે ? કેવો દેશ ? કેવા માણસો છે ? તમારા રહેવા જમવું શું છે ? વિશ્વાસ કહે “ધીરજ રાખ બધું જ સારું છે ચિંતા ના કરીશ, રહેવાનું સારું છે. કંપનીની કાર અને આસીસ્ટન્ટ મળેલ છે. હાઉસ કીપીંગ સારું છે. ઇન્ડીઅન જમવાનું છે જ નિશ્ચિંત રહેજે. કાશ ! તું મારી સાથે હોત મારે કોઇ ચિંતા જ ના હોત. એય. આશુ મીસ યુ. લવ યુ જાન. વિશુ એમ ના કહો અહીં હું માંડ રહું છું તમારા વિના, એક તો બધે એકલા જતા રહો છો પછી કહો મીસ કરું છું જૂઠ્ઠા. વિશ્વાસ કહે તારા સમ જાન પણ આ પ્રોજેક્ટ પુરો થાય પછી તરત જ તારી પાસે જ આવી જઇશ. આસ્થાએ કહ્યું, “સરસ રીતે બધું કાર્ય પતાવીને આવજો તમારું નામ રોશન કરજો અહીં બધાં જ તમારા માટે ખૂબ જ ગૌરવ કરે છે ખૂબ. વિશ્વાસ કહે “કાકુથનો શિષ્ય છું એમની પાસેથી જ શીખ્યો છું એમનો ઋણી છું ક્યારે ઋણ ઉતારીશ ખબર નથી. એ તો નથી રહ્યા પરંતુ એમની દિકરીને અપાર પ્રેમ કરીને ઋણ ઉતારીશ. આસ્થા કહે “લવ યુ વિશુ. વિશુ માં વાત કરે... એક મીનીટ. વિશ્વાસ કહે “હાં માં હું સુખરેપ અહીં આવી ગયો છું કોઇ ચિંતા ના કરશો. રહેવા જમવાનું બધું જ સારું છે પરમ દિવસે મારા સર પણ આવી જશે. અહીંનું કામ પતાવીને હું રાણીવાવ આવી જઇશ. માં આસ્થાને કહેજો કામમાં હોઇશ કે લેબમાં મારો ફોન બંધ હશે. ફ્રી થઇ હું જ કોલ કરીશ. આસ્થાનાં મોબાઈલમાં જે નંબર આવ્યો એ જ મારો અહીંનો મોબાઇલ નંબર છે બાય. જય શ્રી કૃષ્ણ.

ડૉ. અગ્નિહોત્રી આવી ગયા પછી વિશ્વાસ અને એ બન્ને આખો દિવસ લેબમાં કામ કર્તાં. ડૉ. ક્લેન્સી અને ડૉ. રીચાડ્સ અને બીજો એક આસીસ્ટન્ટ બધા કામ કરતાં. ડૉ. અગ્નિહોત્રીએ વિશ્વાસને આખી યાંત્રિક કામગીરી સમજાવી. એમણે કહ્યું. અહીંની લેબમાં અહીંની ટીમે આખુ યંત્ર તૈયાર કર્યું છે એમાં અમુક પાર્ટ્સ આપણી કંપનીએ સપ્લાય કરેલા છે અહીં આપણું મુખ્ય કામ ઉર્જા અંગે છે. અહીં જે ઇંધણ યાન માટે વપરાય છે એમાં એ લોકોને લાખો ડોલરનો ખર્ચ થાય છે. એમાં આપણે એ ખર્ચ ઓછો થાય એવી આપણી ડીઝાઇન પ્રસ્તુત કરી છે. આપણે એનાં ઉપર કામ કરવાનું છે. વિશ્વાસ કહે સર ! મને ખબર છે. હું તમને મારા મનમાં જે પરિવર્તિત શક્તિ અંગે જે પધ્ધતિ છે એ જણાવું છું એ પ્રમાણે આ યંત્ર કાર્ય કરશે એનાં મુખ્ય સિધ્ધાંતો જે છે એ આપની સમક્ષ રજૂ કરું છું.

“સર, કોઈ પણ કાર્ય થતાં પહેલા એ કાર્ય અમલમાં મૂકાય તે પંચતત્વનાં સિધ્ધાંત ઉપર જ હોય છે. અહીં આપણે ઇંધણ શક્તિની બચત થાય છતાં એની કાર્યક્ષમતામાં કોઇ ફેર ના પડે બલ્કે ઓછાં ઇંધણમાં અત્યારે કામ કરે છે એનાં કરતાં સેંકડો ઘણી શક્તિ ઉત્પાદીત થાય અને કાર્ય સફળ થાય.

પ્રકરણ : 39 સમાપ્ત….

પ્રકરણ : 40 માં વિશ્વાશની શોધ આવિષ્કાર સાથે પ્રણય લીલા……