Aayesha books and stories free download online pdf in Gujarati

આયેશા

* આયેશા * વાર્તા...

આજે કોલેજમાં ચહલપહલ અને ઉત્સાહ નો માહોલ હતો. ચારેકોર બધા ચર્ચા કરતા હતા કે આજની રમત ગમતમાં કોણ જીતશે. રમત ગમત ચાલુ થઈ જેણે જેણે ભાગ લીધો હતો એ ભાગ લેવા મેદાનમાં ઉતાર્યા. આયેશા નો વારો આવ્યો એણે ફૂલ રેકેટમાં ભાગ લીધો હતો. આયેશા ફૂલ રેકેટમા જીતી ગઈ. ઈનામ વિતરણ ચાલુ થયું જેનું જેનું નામ બોલાય એ સ્ટેજ પર જઈ ઈનામ લઈ આવ્યા. આયેશા નું નામ બોલાયું એ સ્ટેજ પર ગઈ. ઈનામ આપવા એક સામાજિક કાર્યકર જે એક મોટા વેપારી પણ હતા. એમણે આયેશા ને ઈનામ આપ્યું. આયેશા એમને ખુબજ ગમી ગઈ. સાદગી,નમણી અને રૂપાળી હતી. એમણે આયેશા ને પુછ્યું કે બેટા તું ક્યાં રહે છે???
તારા પિતાજી શું કરે છે??? આયેશા એ કહ્યું કે અમે મણીનગર ની મણીયાસા સોસાયટીમાં રહીએ છીએ. સામાજિક કાર્યકર નરેશભાઈ સરનામું લઈ જતા રહ્યા. આયેશા ઘરે આવી અને પિતાજીને બધી જ વાત કરી. ગિરીશભાઈ ખુબ જ ખુશ થયા પોતાની દીકરી ની પ્રગતિ પર. એમને પોતાની દીકરી માટે ગર્વ થયો.
આયેશા ની મા તો આયેશા ને જન્મ આપી જ આ દુનિયા છોડી ગઈ હતી. આયેશા ને એક મોટો ભાઈ હતો એ પણ કોલેજ ના છેલ્લા વર્ષમાં હતો અને પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો અને ઘરમાં મદદ કરતો હતો કારણકે ઘરની પરિસ્થિતિ સારી ન હતી. ગિરીશભાઈ ની નોકરી આછી પાતળી હતી.
આયેશા ના ઘરે એ જ દિવસ સાંજે નરેશભાઈ ગાડી લઈને આવ્યા અને ગિરીશભાઈ પાસે આયેશાનો હાથ પોતાના વચેટ દિકરા ભાવેશ માટે માંગ્યો.
ગિરીશભાઈ એ કહ્યું કે અમે તમારી તોલે ના આવી શકીએ તમે મોટા માણસો છો...
અમે રહ્યા ગરીબ માણસ તમારી સાથે અમારી બરાબરી ના થાય...
નરેશભાઈ એ કહ્યું કે હું ગરીબ અમીરમાં ભેદભાવ નથી કરતો...
મને તમારી આયેશા અમારા ઘર માટે યોગ્ય લાગે છે...
અમારે કંઈ જ નથી જોયતુ તમે ચિંતા ના કરો..
બસ તમે આયેશા ને પહેરેલે કપડે જ વિદાય કરો અને બીજું કે લગ્ન નો ખર્ચો પણ હું જ આપીશ...
બસ તમે હા પાડો અને અમારુ ઘર જોઈ જાવ ..
બોલો હા સમજુ???
નરેશભાઈ ની જીદ સામે ગિરીશભાઈ ઝુકી ગયા અને ઘર, છોકરો જોઈ આવ્યા.
આયેશા ને સાસરે ક્યાં કામ કરવાનું છે??? અમે પછી એને ભણાવીશું આમ કહીને એક મહિનામાં જ લગ્ન કરાવી દીધા...
આયેશા નવોઢા બની રૂમમાં બેઠી હતી ફુલોથી સુંદર રૂમ શણગાર્યો હતો.. રાતે બે વાગ્યે ભાવેશ દારૂ પી ને આવ્યો ..
આવીને આયેશા ને કહે તું કપડાં બદલી સુઈ જા...
મારા પપ્પા ની આબરૂ બચાવવા અને આ કુળને એક દિકરો જોઈએ છે એ માટે મેં મારા પપ્પા ના કહેવાથી લગ્ન કર્યા છે. મારા મોટાભાઈ ને બે દિકરીઓ જ છે અને હવે ભાભી મા બની શકે એમ નથી...
તારે મારા પપ્પા, અને ભાઈ સાથે રીલેશનશીપ રાખવાની છે....
હું તારે લાયક નથી. એક એક્સીડન્ટમાં હું નપુંસક થઈ ગયો...
જો તે આ ઘરની વાત કોઈ ને કહી તો તારા પિતા અને ભાઈ ને મારી નાખીશું... સમજી ગઈ.....
આયેશા સ્તબ્ધ થઈ ગઈ આખી રાત પોતાની કિસ્મત ને દોષ દેતી રડતી રહી....
સવારે ઉઠીને એ નીચે આવી તો જોયું ઘરના સભ્યો પોત પોતાના કામ પર નિકળી ગયા હતા...
ભાભી મંદિર એ ગયા હતા..
આયેશા એ એક નિર્ણય લીધો અને પોતાનો મોબાઇલ લઇને ઘરમાં થી ભાગી અને પોતાની એક બેસ્ટ ફ્રેન્ડ ના ઘરે પાલડી પહોંચી એની ફ્રેન્ડ પાસે રીક્ષાભાડુ અપાવી એની ફ્રેન્ડ ને ભેટી ખુબજ રડી પછી બધી વાત કરી...
આયેશા ની ફ્રેન્ડ બેલા એન.જી.ઓ... અને સ્ત્રી સશક્તિકરણ ની સભ્ય હતી એણે એને હિંમત આપી અને બચાવી લીધી... સુરક્ષિત કરી દીધી....

ભાવના ભટ્ટ અમદાવાદ....