Vato ane yado no addbhut safar books and stories free download online pdf in Gujarati

વાતો અને યાદો નો અદભુત સફર...


કવિતા ૧.
આ વાતો.

ભૂલી ને ક્યાં ભૂલાય છે આ વાતો,
નાં ચાહવા છતાં પણ કેમ યાદ આવે છે, આ વાતો...

વાતો ની રમત રમી લેવી તો સહેલી સહજ,
પણ અે રમત ની બહાર નાં અવાય એવી કેમ છે, આ વાતો...

જેટલાં સાથે કરવી હોય, એટલા સાથે થાય છે, આ વાતો..
તેમ છતાં કેમ તારી સાથે થયેલી યાદ રહે છે , આ વાતો...

મજાક મજાક માં થયેલી આ વાતો.
કોને ખબર હતી , જીવન ભર યાદ રેવાની છે , આ વાતો.

તારા સાથે અે લડવાની મજા,
તારા સામે અે જીદો કરવાની મજા, આ વાતો.

સબંધ ની શરૂવાત એટલે , આ વાતો ને
સબંધો નો અંત એટલે પણ , આ વાતો....

જે તને કહિના શકાય અે આ વાતો,
એટલે ગામ સાથે થાય તારા નામની , આ વાતો...

મનમાં રાખી નાં શકાય, આ વાતો
જાણતાં અજાણતાં કહેવાઈ જાય, આ વાતો.

તું બોલેલું પણ નાં સમજે એવી આ વાતો..ને
અમુક લોકો મૌન ને પણ સમજી જાય,એવી આ વાતો.

યાદો ની આ વાતો, ખુશી ની આ વાતો,
હૃદય નાં કયાં ખૂણા માં હણાય આ વાતો.

ક્યારેક પૂરી થઈ જાય, આ વાતો તો..
ક્યારેક અધૂરી રહી જાય આ વાતો...

ક્યારેક તને કહેવાની હોય છે આ વાતો ..
તે છતાં પણ કેમ તારા થી જ નાં થાય આ વાતો..

તારા થી શરૂ થતી આ વાતો ને.
તારા પર ખતમ થતી આ વાતો.

અધૂરાં સબંધો ની આ વાતો...
અધૂરા સપનાઓ ની આ વાતો...

તને પોતાનાં જીવન માં સ્થાન આપવા માટે થતી આ વાતો...
ને તને જ જીવનમાંથી કાઢી નાખવા માટે થતી આ વાતો..

તું આપે અે દુઃખ ની થતી આ વાતો..
તું આપે અે સુખ ની થતી આ વાતો...

તારા થકી નિભાવે અે હર સબંધ..ને
અે સબંધો સચવાય કે નાં પણ સચવાય એની આ વાતો.

વાતો ની રમત એટલે જ આ સબંધ...
અહીંયા થયેલી આ વાતો....
લાગુ પડે છે, આપણાં હૃદય થી જોડાયેલ હર એક સંબંધો જોડે...

વાતો વગર નાં સાચો કે ખોટો પરખાય આ સબંધ....
કોઈ પણ સબંધ ને સાચવીને રાખવા માટે...
ફરજિયાત કરવી જ પડે આ વાતો....

હજારો જગડાથી પણ ફરક નાં પડે...
જો થાય આપણી વાતો.....
બસ આવી જ રીતે રહે , તારી અને મારી આ વાતો.
અનંત સુધી થતી રહે આ વાતો...
લાગણીઓ સમજાવતી આ વાતો....


આ વાતો નો સફર એટલે મોટો છે કે ક્યારે પૂરો જ નઈ થઈ શકે...
એવી છે આ વાતો.



કવિતા ૨. યાદ મને તારી નથી આવતી.


યાદ મને તારી નથી આવતી...
વગર કારણે તારી સાથે જાગવાની યાદ આવે છે.

યાદ મને તારી નથી આવતી..પણ
યાદ મને અે ક્ષણ ની આવે છે,

જ્યારે તું મારા મન ની વાત મારા બોલ્યા વગર જ સમજી જતો.
યાદ મને તારી નથી આવતી...

યાદ મને તારી સાથે કરેલી અે હર એક વાતો ની આવે છે, જેનાં માટે હું રાતો જાગી.

યાદ મને તારી નથી આવતી...
યાદ મને તારા અે શબ્દો ની આવે છે,

જેના સામે મારું મન અંતર આત્માં તારી સામે જુકી જતી.
યાદ મને તારી નથી આવતી .

યાદ મને ફક્ત તારી સાથે જોડાયેલ...
હર પળ હર ક્ષણ ની આવે છે.

યાદ....મને તારી નથી આવતી....!!!
યાદ મને તારા સાથે થયેલા અે અબોલા ની આવે છે....
જ્યાં હું માફી માગું ત્યાં તું પણ સામે કારણ વગર માફી માગીલે..

યાદ મને તારી નથી આવતી...
યાદ મને અે સમય ની આવે છે હું સવાલ કરું...અે પહેલાં તું તારો જવાબ મને રજૂ કરી દે...

યાદ મને તારી નથી આવતી...
યાદ મને અે ક્ષણ ની આવે છે, હર હમેશ કે...
તું મારા હલો બોલવાથી સમજી જાય...
હવે હું શું બોલવાની છું.

યાદ મને તારી નથી આવતી.....
યાદ મને તારી સાથે પહેલી વાર થયેલી અે વાતો ની આવે છે.

યાદ મને અે વાતો ની આવી છે જ્યાં તું અને હું ...
કોણ સર્વગુણ સંપન્ન ની લડાઈ આપણાં વચ્ચે થતી....

યાદ મને અે વાતો ની આવે છે, જ્યાં તું પોતાની ભૂલ ને માની લેતો..
યાદ મને અે વાતો ની આવે છે..

જ્યારે તું મને સમજી ગયો....યાદ મને અે વાત ની આવે છે...
કે મારા હૃદય ની ધક ધક ને તું ....સાંભળી લેતો...

યાદ મને અે વાત ની આવે છે ...જે ક્યારે મારા હોઠ પર નાં આવી
....
અને તું મારા મન ચાલતી વાતો નાં ફકરે ફકરા તું વાચી લેતો...

યાદ મને અે ક્ષણ ની આવે છે...મારા મૌન ને તો કદી...
મારા શબ્દો ની જરૂર હતી જ નઈ....

મારા મૌન ને વાચવા જો તું હતો...

યાદ મને .....તારી સાથે વિતાવેલ અે હર એક ખાટા અને મીઠાં....
પળ ની આવે છે....

યાદ મને....તારી અને તારી સાથે વીતેલાં હર એક સુ:ખદ ક્ષણ ની આવે છે.