Prem Angaar - 31 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 31

પ્રકરણ : 31

પ્રેમ અંગાર

આસ્થાએ કહ્યું બે દિવસ પહેલાં જ અસ્થિ પધરાવી આવી. હું અને માં સાથે મતંગભાઈ આવેલા. ગઇ કાલે કંપે ગઇ હતી ત્યાં બધું બરાબર જ છે હું ત્યાં આવું એ પહેલાં મને વિચાર આવે હું ઇગ્લીશ સ્પીકીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટનાં ક્લાસ જોઈન્ટ કરી લઊં ભલે બધું આવડતું હોય પરંતુ ફલ્યુઅનસી જરૂરી છે એટલે તમારા કામમાં અને સાથમાં રહી શકું શોભી શકું. વિશ્વાસ કહે તું કાયમ શોભે જ છે મારો જીવ તો સર્વ ગુણ સંપન્ન જ છે જ છતાં તું વિચારે છે એ સારું જ છે તું એ કરી જ નાખ. માં કેમ છે ?

આસ્થા કહે માં સારા છે અને મારું ખૂબ ધ્યાન રાખે છે અને મારી જન્મ આપનારી માં અને ઉછેરનાર દાદી કે દાદાની કોઈની ખોટ નથી વર્તાવી એવા છે માં. મને ખૂબ સાચવે ખૂબ પ્રેમ કરે છે. વિશુ તમને મેળવીને મેં બધું જ મેળવી લીધું છે. આઇ એમ બ્લેસ ટુ લવ યુ. વિશ્વાસ કહે “મી ટુ માય ચાર્મિંગ ડાર્લીંગ આશુ માં છે ત્યાં ? આસ્થા કહે આપું છું વિશ્વાસકહે આપજે પણ એક વાત સાંભળ હું તને ખૂબ મીસ કરું છું તારા વિરહમાં કવિતા લખી છે હું તને આ ફોન પુરો થયા પછી મોકલું છું અને સાંભળ, કદાચ આવતા વીકમાં જાબાલીભાઈ અને ઇશ્વા કદાચ બેંગ્લોર આવે છે મળવા અને બીજો સામાન લેતા આવશે એવો એમનો પણ ગઇ કાલે ફોન હતો. પછી તારા આવી ગયા પછી હું નિશ્ચિંત થઈશ તું અને માં બન્ને મારી પાસે હશો પછી મારા માટે ધરતી ઉપર સ્વર્ગ જ હશે. લવ યુ આસ્થા. હવે માં ને આપ.”

“હાં માં કેમ છો તમે ? તમારી તબીયત કેમ છે ? આસ્થાએ તો ખૂબ વખાણ કર્યા. તમારાં સાનિધ્યમાં એ દાદા દાદીને બધાને જ જાણે વિસરી ગઇ એમની ખોટ જ નથી વર્તાતી. માં કહે “દીકરા ખૂબ ક્ષેમકુશળ છું હું શું ધ્યાન રાખું છું એનું ? એ દીકરી મારું ખૂબ જ ધ્યાન રાખી રહી છે. કુળવાન અને સંસ્કારી છોકરી છે દિકરા મને એવું લાગે આપણે કેટલાં પુણ્ય કર્યા હશે કે આ છોકરી આપણાં ઘરમાં આવી છે. સાચું કહું છું મને એક કામ નથી કરવા દેતી. આખો દિવસ મારું ધ્યાન આપે છે. સતત એનાં મનમાં એનાં દાદા દાદી અને તારું જ સ્મરણ હોય છે. એ કંપે જઇને ત્યાં પણ બહું કામ જોઈ આવે છે અહીં પણ એટલું એણે હાથમાં લઇ સરસ કર્યું છે. મારે કંઇ જોવું જ નથી પડતું એનું ભણવાનું પુરુ થયું છે પણ એ કંઇ ઇગ્લીશ અને બીજું કંઇ શીખવા જવા કહે મેં કહ્યું “તું શીખ જેટલું શીખશો એટલું સારું જ છે કંઇ ખોટું જ નથી. અરે દીકરા સવારે ઉઠીને એ વેદની રૂચાઓ એવી સરસ ગાય છે કે ઘરનું વાતાવરણ જાણે પવિત્ર થઈ જાય છે. ખૂબ પ્રેમાણ અને પવિત્ર જીવ છે દીકરા તું મારા જાણે દીકરીથી અધિક જ લઇ આવ્યો છું અને કહેતાં કહેતાં માં ની આંખમાં સંતોષ અને આનંદનાં આંસુ આવી ગયા.”

વિશ્વાસ પણ લાગણીમય થઈ ગયો અને કહ્યું “માં તમારા આશીર્વાદ અને મારું સારું નસીબ છે મને આવી છોકરી મળી, માં એનું કુળ અને સંસ્કાર ખૂબ ઊંચા અને ઊજળા છે. કાકુથે એને સંસ્કાર સીંચી સીંચીને ઉછેરી છે. આપણે એને ખૂબ પ્રેમ આપીને રાખીશું સાચવીશું આપણે પણ ઊણાં નહીં જ ઊતરીએ. માં હૂ ફોન મૂકું પછી પાછો વાત કરીશ. કોઈનો ફોન આવી રહ્યો છે. માં સાચવજો ફરી ફોન કરીશ જય શ્રી કૃષ્ણ...”

જાબાલીનો ફોન મીસ કોલ થઈ ગયેલો. વિશ્વાસે જાબાલીને ફોન કર્યો કહ્યું માં સાથે વાત કરી રહ્યો હતો. જાબાલી કહે “ઓકે, ભાઈ બીજું કાંઇ નહીં અમે લોકો કાલે ત્યાં આવવા નીકળીએ છીએ એ જણાવવા જ ફોન કર્યો છે અમે તારા લીસ્ટ પ્રમાણે અને પાપાએ કીધેલું બધો જ સામાન લાવીએ છીએ બીજું કાઇ ખાસ બાકી છે ? લાવવા અંગે ?”

વિશ્વાસે કહ્યું “ભાઈ ના બીજું કાંઇ ખાસ નથી પરંતુ મારા કબાટની છેક ઉપરનાં ખાનામાં મારા 3/4 પુસ્તકો રહી ગયા છે. જે મારા ખૂબ જરૂરી છે. જે હેન્ડબેગમાં મૂકીને લાવવાનો હતો જે ઉતાવળમાં જ રહી ગયા છે. યોગ ઉપનિષદ વિગેરે છે એ ખાસ યાદ કરીને લેતા આવજો.

વિશ્વાસે જાબાલીનો ફોન મૂકી. આસ્થાને મેસેજ મોકલવા અને આસ્થાને ઉદ્દેશીને લખેલી કવિતા ટાઇપ કરી મોબાઈલમાં મોકલી રહ્યો.

“ક્ષણભરના જીવું તારાં સાથ વિના ના શ્વાસ ભરૂ

હરપળનાં સાથમાં એક શ્વાસનાં દોરમાં જ હું જીવું

આવે અંતરાય ઘણાં જીવનમાં પણ હું સાથ ના છોડું

કરી ફરજોનાં કર્મ ચૂકવી ઋણ હું બસ તારામાં જીવું

માંગ્યું ભીખ ઇશ્વર પાસે એ જ બસ હું મુક્ત થાઊં

હદયની હર ધડકનમાં પ્રિયે હું તારું જ નામ સાંભળું

એક તારું જ રૂપ સ્વરૂપ વ્હાલી મારી નજરોમાં વસ્યું

ભૂલી સગપણ સંસારનાં બસ તારું નામ મનમાં રહ્યું

પગરવનાં તારા ઇન્તજારમાં હવે હૈયુ મારું ધબકી રહ્યું.

પ્રેમ મિલનની વેળા હવે “દિલ” હર પળ તરસી રહ્યું.

આસ્થા તારા સાથ વિના પ્રેમ વિના હું કંઇ જ કરી શું એમ નથી. આજે હું કબૂલ કરું કે તારા સંપર્કમાં આવ્યા પછી પ્રથમ નજરે જ તું પસંદ આવી નજરોમાં સમાઇ તારા માટેનો પ્રેમ થયો હું તારો જ થઇ ગયો. કાકુથનાં વેદ ઉપનિષદ પંચમહાભૂત વિગેરેનાં જ્ઞાન સંપન્ન થવાથી મારા વિચારોમાં નવું બળ આવ્યું. જે પુસ્તકો હું વાંચતો હતો એમાં અર્થની ગહરાઈ સમજ્યો ઊંડાણપૂર્વક સમજ કેળવાઈ આજે આધુનીક વિજ્ઞાન પણ એ જ મૂળભૂત નિયમ સિધ્ધાંતો પર જ એક યા બીજા પ્રકારે કામ કરે છે. આશુ, મને જે નવો પ્રોજેક્ટ મળ્યો છે એમાં મને આ જ્ઞાન અને અભ્યાસ મને ખૂબ કામ લાગી રહ્યો છે. આશુ ખાસ વાત તો એ છે કે હું મારાં કમ્પ્યુટરનાં જ્ઞાનમાં જે ભૌતિકશાસ્ત્રનાં નિયમો તથા આકાશી ગ્રહો, પંચતત્વનાં સિધ્ધાંતો એની કામ કરવાની રીતો બધાનો સમન્વય કરીને હું પ્રોજેક્ટ પર કામ કરું છું. મારા આધુનિક અભ્યાસનો ફાળો તો છે જ પરંતુ પંચતત્વ બેઝીક છે. પૃથ્વી, આકાશ, વાયુ, પ્રકાશ (અગ્નિ), જળ એક બીજા સાથે જેમ સંમિલિત છે એક બીજા સાથે સંયોજન-વિઘટન કરે છે પરાવર્તિત ઉર્જા ઉત્પન્ન કરે છે વૈદીક ભૌતિકશાસ્ત્રનો એમાં સિંહફાળો ચે કોઈ પણ જાતનાં યંત્ર વિના આપણાં પૂર્વજ ઋષિમુનિઓ જ્ઞાનીઓ મંત્ર શક્તિથી તંત્ર સાધતા અને યંત્ર જેવા પરિણામ લેતાં. આજે પણ એમાં હું ઊંડો અભ્યાસ કરી રહ્યો છું અને નાસા સાથેનાં મારાં પ્રોજેક્ટમાં હું આ જ્ઞાનનો ઉપયોગ કરી કામ કરી રહ્યો છું.

અરે... હું ક્યાં વેદ, જ્ઞાન, વિજ્ઞાનની વાતો પર ઊતરી ગયો. આશું ખૂબ પ્રેમ કરું છું, તને મીસ કરું છું એમ નહીં કહું કેમ કે હું બસ તારામય રહીને જ મારા બીજા કાર્ય કરું છું. ખબર નહીં આજે આવી બધી વાત કરવાની ઇચ્છા હતી. સ્વીટુ હવે હું બે ચાર દિવસ ઘરનું કામ નિપટાવીને પ્રોજેક્ટ પાછળ કામ કરીશ. આવતીકાલે કદાચ જાબાલી ભાઈ અનેભાભી આવશે. માં અને તું બન્ને કાયમ યાદ આવો છો ખૂબ પ્રેમ કરું તને અહીં અટકું પછી ફોન પર વાત કરીશ.

આસ્થાને લાંબો લચક ફોનમાં મેસેજ લખી, વિશ્વાસ આડો પડી વિચારે ચઢ્યો. સાચે જ આસ્થાને મેળવી એણે બધું જ મેળવી લીધું છે. કાકુથને મળવાથી એની જ્ઞાન પીપાસા તૃપ્ત થઈ ગઇ. એને થયું આ ઋષિ સમાન કાકુથને ના મળ્યો હોત તો મને આટલું જ્ઞાન જ પ્રાપ્ત ના થયું હોત. મારી આટલી પાત્રતા જ ના બની હોત આજે કંપનીમાં પણ મારું કામ અલગ તરી આવે છે એમાં આ જ્ઞાનનો હું જે પ્રમાણે ઉપયોગ કરું છું એ પ્રેક્ટીકલી પણ મને સફળ પરિણામ આપે છે. મારા ગુરુ સમાન કાકુથને કોટી કોટી વંદન.

સવારનો મીઠો પ્રહર છે. આસ્થા વિશ્વાસનાં રૂમમાં એનાં સ્ટડી ટેબલ ઉપર બેસીને કાકુથનાં સાથે લાવેલા પુસ્તકો વાંચી રહી હતી. એમાં પુસ્તકમાંથી વાંચીને અમુક નોંધ નોટબુકમાં ટપકાવતી હતી. સવારથી ઉઠી બધી જ દીનચર્યા પરવારીને ઘરનાં કામ પરવારી આજે પુસ્તક વાંચી મુદ્દાની નોંધ ટપકાવી રહી હતી. એકદમ એક વિચાર આવતાં એ ઉઠી માં પાસે ગઇ. માં વરન્ડામાં બેસી વિષ્ણુસહસ્ત્રનો પાઠ વાંચી રહ્યા હતા. આસ્થાને આવેલી જોઈ પુસ્તક બાજુમાં મૂકી પૂછ્યું ? શું થયું બેટા ? આસ્થા કહે “માં એક વિચાર આવ્યો છે કહું ? માં કહે બોલને દીકરા ?”

“માં મને એવો વિચાર આવ્યો હું અહીં રાણીવાવમા આપણે ઘરે જ યોગ-વેદ વિગેરેનાં ક્લાસ ચાલુ કરું અને જે શાળામાં છોકરાઓ આવે છે એમાં જેને રસ હોય એ લોકોને હું શીખવીશ. ઘોરણ 8 થી 10 નાં છોકરાઓ આવે. દાદુએ મને શીખવ્યું છે એ હું છોકરાઓને શીખવીશ એમાં પણ ખાસ છોકરીઓને મારો પણ સમય જશે અને બધાને લાભ મળશે મારું જ્ઞાન વધશે હું સતત અભ્યાસમાં રત રહી શકું તમે મને પરવાનગી આપો તો હું આ કરું. વિશ્વાસની પાસે આપણે જવામાં સમય છે ત્યાં સુધી... અને માં આમાં જો મને સફળતા મળે તો આવતીકાલે આપણે જ્યાં હોઇએ ત્યાં હુ આ કરી શકુ અને અનુભવ મને કામ લાગશે.”

“અરે દીકરા ઉત્તમ વિચાર આનાથી ઋડુ શું ? વિદ્યા દાન મહાદાન અને એનાથી તું સતત અભ્યાસમાં રહીશ. અનુભવ કેળવાશે તું એમાં આગળ વધી શકીશ. ચોક્કસ શરૂ કર. આપણે જ્યારે જઇશું ત્યાંય કામ લાગશે જ. મને તારી વાત ખૂબ ગમી. ચોક્કસ શરૂ કર.”

“માં હું સાંજનો 4.30 થી 5.30 નો સમય રાખું એ સમય દરમ્યાન બધુંજ આટોપાઈ જાય. રોજ નહીં રાખું અઠવાડીયામાં ચાર દિવસ આમ રોજ એક કલાક પણ ઘણો છે. અત્યારનાં વિદ્યાર્થીઓ કેટલો રસ લે છે એ પણ જોવું રહ્યું. હમણાં આ અંગે હું કોઇ જ ફી નહીં રાખુ આનો પ્રચાર પ્રસાર ખૂબ જ જરૂરી છે. આર્થિક રીતે કોઈને વિચારવાનું જ ના રહે એટલે જેને રસ હોય એ આવી શકે. હું કાલે જ માસ્તરકાકાને બધી જ માહિતી સંપૂર્ણ આપી આવીશ અને જેને રસ હોય એનાં નામ નોંધી લે અને પછી અહીં મારી પાસે મોકલી આપે અથવા શાળામાં જઇને શીખવીશ. માં કહે ભલે બરાબર જ છે.”

પ્રકરણ 31 સમાપ્ત..

પ્રકરણ 32 માં વિશ્વાશ આસ્થાને ખૂબ મીસ કરે છે અને જાબાલી ઈશ્વા અને અંગિરા આવે છે અને……….

Share

NEW REALESED