Yuvapedhi ni Arthvyavstha - 4 books and stories free download online pdf in Gujarati

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 4

વસ્તુ કે રૂપિયા ની મુલ્ય :-
યુવા પેઢીને વધુ ને વધુ રૂપિયા વાપરે છે અને અમુક જગ્યાએ રૂપિયા ન વાપરવાના હોય તો ત્યાં પણ રૂપિયા વાપરે છે આનું કારણ પણ પરિવાર છે. તેના બાળકોને તે જોઈએ તેટલા રૂપિયા આપી દે છે પણ તે કોઈ દિવસ તેનાં બાળકોની પાસે હિસાબ માંગતા નથી. આના કારણે આજની અમુક યુવા પેઢી તે જ રૂપિયાનો ઉપયોગ ગેરમાર્ગે કરે છે પણ જ્યા જરૂર હોય ત્યાં તો તે રૂપિયા વાપરતો નથી અને બીજી જગ્યાએ જ વાપરે છે. આના કારણે આજની યુવા પેઢીને રૂપિયાનું મહત્ત્વ નથી.
વડીલો કેવી મહેનત કરીને રૂપિયા કમાતા હોય છે પણ આજની યુવા પેઢી તેનું મહત્ત્વ સમજતા નથી. જયાં વાપરવાની જરૂર નથી ત્યાં જ વાપરે છે જરૂર છે ત્યાં વાપરતાં નથી અને આજની અમુક યુવા પેઢી વડીલો પાસે રૂપિયા હોય કે ન હોય જ્યારે તેને જોતાં હોય ત્યારે તે જીદ કરીને રૂપિયા લેતો હોય છે પણ તેને જરૂર હોય તો લેતો હોય તો વાંધો ન આવે પણ જરૂર ન હોય તો પણ જીદ કરીને રૂપિયા લેતો હોય છે તે એ નથી જોતો કે આ રૂપિયાની તંગી અત્યારે મારા ઘરમાં છે તે કોઈ દિવસ વિચારતો નથી અને આજની યુવા પેઢીને રૂપિયાની બચત કરતાં આવડતું નથી તેની પાસે આવેને તે રૂપિયા ઉડાડીનાખે છે અને તેને જયાં રૂપિયાની જરૂર હોય ત્યાં તો તે વાપરતાં નથી અને આજે પરિવાર પણ રૂપિયાને વધું મહત્ત્વ આપે છે. મંદિરમાં બહું દાન કરે છે તેનો વાંધો નથી પણ તે જ રૂપિયા પોતાના જ ભાઈઓ કે ગરીબોને જરૂર હોય ત્યાં તો તે આપતાં નથી અને તેવું જ આજની યુવા પેઢી પણ શીખે છે એટલે તે પણ રૂપિયાને જ વધારે મહત્ત્વ આપે છે પણ તે નથી વિચારતાં રૂપિયાની જરૂર બીજાને પણ છે તે જ રૂપિયાની બીજાને મદદ કરતાં નથી. જે ઘર આર્થિક રીતે મોટાં હોય તે પરિવાર તેનાં સંતાનોને રૂપિયા જોતાં હોય તેટલા આપી દે છે પણ તે રૂપિયા બીજા યુવાનોને પણ વિરુદ્ધ દિશામાં લઈ જાય છે અને રૂપિયા પાછળ તો આજની યુવા પેઢીને ખૂબ જ નુકસાન જાય છે. જેની પાસે વધારે રૂપિયા હોય તેનાં બાળકોને બધી વસ્તુ લઈ દે છે અને તેમાંથી કેટલીક વસ્તુ સારી હોય અને અમુક વસ્તુ સારી હોય પણ તેનો ઉપયોગ તેને હજુ ઉંમર ન થઈ હોય તે પહેલાં જ તેને અપાવી દે તો તેને તે ખૂબ જ નુકસાન જાય છે અને તે બાળકોને ઊંચી શાળામાં બેસાડે છે, પછી વડીલો જોતા નથી કે ત્યાં શું કરાવે છે? જ્યાં વધારે રૂપિયા ત્યાં જ શિક્ષણ સારું હોય તેવું તેઓ માને છે અને આના કારણે શિક્ષણ પણ ધંધો બની ગયો છે અને જ્યાં ધંધો હોય ત્યાં શિક્ષણ હોય નહીં.
વડીલો આજે યુવા પેઢીને રૂપિયાની જરૂર પડે એટલે આપે છે અને વડીલો તેને પૂછતા નથી અને જેટલા જોઈએ તેટલા આપી દે છે પણ વડીલો ક્યારેય યુવા પેઢીને પૂછતા નથી અને રૂપિયા આપે તો છે પણ તેનો હિસાબ માંગતા નથી પણ જ્યારે યુવા પેઢીને રૂપિયાની જરૂર પડે ત્યારે એ તેને રૂપિયા આપવાનાં છે પણ તેની પાસે રૂપિયાનો હિસાબ માગવાનો છે અને જેટલા રૂપિયા આપો એટલાનો હિસાબ માંગી લેવાનો છે. આના કારણે તેને હિસાબ રાખવાથી તે રૂપિયા વાપરવા પર અંકુશ રાખી શકે છે અને તે હિસાબ કઈ રીતે રાખવો તેને તે ખબર પડે અને તેને રૂપિયાનું મહત્ત્વ સમજાય અને હિસાબ રાખવાથી તેને તેમાંથી કેટલું નવું શીખવા મળે છે. વડીલો તે હિસાબની ચકાસણી કરે તો ખબર પડશે કે યુવા પેઢી કે બાળકોને રૂપિયા વિરુદ્ધ દિશામાં તો નથી વપરાતાને? આથી, વડીલો યુવા પેઢી જો વિરુદ્ધ દિશામાં જતાં હોય તો તેને તે અટકાવી શકે છે અને જ્યાં જરૂર છે ત્યાં વડીલો એ તેને રૂપિયા દેવાના છે અને જ્યાં જરૂર નથી ત્યાં તેને રૂપિયા દેવાના નથી. યુવા પેઢીને એ સમજ હોવી જોઈએ કે ખરેખર રૂપિયા જ્યાં જરૂર છે ત્યાં તેને વાપરવાના છે.
જ્યારે રૂપિયાનો હિસાબ હોય અને ત્યારે જ આ બધો અંકુશ થઈ શકે અને ખરેખર યુવા પેઢીને રૂપિયાનું મહત્ત્વ સમજવાનું છે પણ ખરેખર આજના યુવા પેઢીને હિસાબ રાખવાનો છે પણ તે હિસાબ સચોટ રાખવાનો છે અને યુવા પેઢી કે બાળકો એ જે હિસાબ રાખે તે બીજા કરતાં સર્વશ્રેષ્ઠ રાખીએ અને આજે જેના ઘરમાં યુવા પેઢી કે બાળકો પાસે હિસાબ રાખતાં હોય તે ખુબ જ સારી બાબત છે અને વડીલો તેની પાસે હિસાબ માંગે તે તેની જવાબદારી પૂરી કરે છે અને જો યુવા પેઢી કે બાળકો હિસાબ રાખે તો તેનું મગજ વિકસીત થાય છે અને યુવા પેઢીનો પણ વિકાસ થાય છે.
બાળકો કે યુવાનો ની જીદ :-
વડીલો પાસે રૂપિયા હોય કે ન હોય જે વસ્તુ પોતાના સંતાનોને જોઈતી છે તે વસ્તુ માટે તે જીદ કરતાં હોય અને માતાપિતા તે વસ્તુ ન આપી શકે તો સંતાનો વડીલોને બ્લેકમેઇલ કરતા હોય છે. ઉદાહરણ તરીકે, જો મોબાઇલ ન આપવામાં આવે તો શાળાએ ન જવું તથા બાઈક ન આપવામાં આવે તો કોલેજમાં ન જવું વગેરે. આજના યુવાનો જે વસ્તુની કંઈ જરૂર જ નથી તે વસ્તુ પહેલાં લેવા માંગે છે અને જે વસ્તુની ખરેખર જરૂર છે તે વસ્તુ લેતા નથી અને આજે લોકો સમાજમાં માત્ર દેખાડો કરવા માટે ખોટો ખર્ચ કરે છે. જ્યારે હું એવું માનું છું કે જે વસ્તુની જરૂર આપણને પહેલાં છે તે વસ્તુ પહેલાં લેવી જોઈએ અને બાકીની વસ્તુ જો માતાપિતાની પરિસ્થિતિ સારી હોય અને તેની પરવાનગી હોય તો જ લેવાય.
યુવાન નો ના કાર્ય માં બોજ નહી :-
વડીલો શિક્ષણ માટે સંતાનોને આખો દિવસ શાળામાં જ મોકલે છે અને શાળાએથી આવીને ટ્યુશનમાં મોકલે છે. આના કારણે તે એકના એક જ રુટિનમાં રહે છે તે નવું વિચારી નથી શકતો અને તેની પાસે નવું વિચારવાનો સમય જ નથી રહેતો અને રમવાનો સમય નથી મળતો અને તેના કારણે મગજ જિદ્દી બની જાય છે. જો બાળકને નવું વિચારવાનો સમય મળે તથા બહાર મેદાનમાં જે રમતો રમવાની છે તે રમત રમવાનો સમય મળે તો તેની વિચારશક્તિ અને ત્વરિત નિર્ણયશક્તિનો વિકાસ થાય છે.
પરિવાર ની મજબૂરી :-
પરિવારમાં કેટલી શક્તિ છે. તેમાંથી આજની યુવા પેઢીને કેટલું શીખવા મળે છે ત્યારે તે પોતે મહેનત કરીને પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ અને બીજી કેટલી જરૂરિયાત પૂરી પડે છે અને સાચું કહું તો તે આપણને એકડો ઘૂંટતા શીખવાડે છે પણ જ્યારે પરિવારની મજબૂરી હોય ને ત્યારે તે બાળકોને ભીખ માંગવી બાળમજૂરી કરાવવી. સાચું કહું તો આવા બાળકો એકડો ઘૂંટતા જ નથી શીખવાડી નથી શકતા અને તેને પોતાની અંદરની આવડત બહાર આવતી જ નથી એટલે કે પોતાની આવડત મુજબનું કોઈ દિવસનું કામ મળતું નથી. બસ કાર્ય ભીખ માંગવી અને બાળમજૂરી કરાવે છે અને તે પરિવાર કરતાં બાળકોનો શોષણ થાય છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે, જ્યારે આ જ બાળકો પરિવારનો સાથ સહકારનો મળ્યો ન હોય ત્યારે અને તેનું શોષણ થાય ત્યારે તે બાળકો કે યુવા પેઢી તે દેશની વિરુદ્ધ દિશાનું કાર્ય કરતી હોય છે તે જ યુવા પેઢી કે બાળકો પહેલાં નાના ગુનાઓની શરૂઆત ક્યારે કરે છે તે તો તેને પણ ન ખબર હોય પણ જ્યારે તેના ગુનાઓમાંથી મોટાં ક્યારે મોટાં ગુના કરવા માંડે છે. જ્યારે પરિવાર તરફથી તેનો સાથ સહકાર ન મળતો હોય અને બીજા તરફથી જ્યારે તેનું શોષણ થતું હોય અને પોતાનું અપમાન કરતાં હોય છે અને આવી રીતે અમુક બાળકો કે યુવા પેઢી દેશ વિરુદ્ધનું કાર્ય કરવાંમાંડે છે. લોકો ગુનેગાર હોતાં નથી પણ તેને પરિવાર અને બીજા લોકો ગુનેગાર બનાવી નાખે છે કોઈ ગુનેગાર હોતું નથી પણ આપણે ગુનો કરવામાં મજબૂરી કરી દેવી છે ત્યારે એક તો પરિવારનો સાથ સહકાર મળતો ન હોય અને બીજા તેની બાળમજૂરી, શોષણ અને તેનું અપમાન કરવાથી અમુક બાળકો કે યુવા પેઢી વિરુદ્ધ દિશામાં કે દેશ વિરુદ્ધનું કાર્ય કરવાનાં છે ત્યારે તે આવા કાર્ય કરવાનાં છે.
ધર્મ:-
ધર્મ શું છે? અને ધર્મને શું બનાવી દીધો ખરેખર ધર્મ તો એ છે કે, જ્યારે પરિવારમાં ઝઘડો ચાલતો હોય તો તે એકબીજાના ઘરે જવાનું બંધ કરી દે છે પણ તે સમાધાનનો વિચાર તો કરતા જ નથી. શું તમારો ધર્મ આ શીખવાડે છે તેની જગ્યા એ એકબીજાના ઘરે જવાનું ચાલુ જ રખાય સમાધાન તો એમ જ થઈ જશે. બીજું, એ કે આજે જોઈએ તો વડીલો મંદિરમાં દાન દેવાની જગ્યાએ તે જ રૂપિયા જ્યાં જરૂર હોય ત્યાં જેમકે શિક્ષણ કે હોસ્પિટલ જેવી જગ્યાએ રૂપિયાની જરૂર છે તો ત્યાં રૂપિયાનું દાન કરો તો? જો ભગવાનને રૂપિયા જરૂર પડી હોય તો આપણે પણ રૂપિયાની જરૂર પડી હોય છે. ટૂંકમાં, જેને રૂપિયાની જરૂર નથી તેને તમે રૂપિયા દાન કરો છો પણ જેને રૂપિયાની જરૂર છે તેને રૂપિયાની મદદ કરતાં નથી પણ જો તે રૂપિયા મંદિરમાં ખરેખર જરૂર નથી. તેની જગ્યાએ પોતાના પરિવારમાં તે રૂપિયાની જરૂર છે તે રૂપિયા પોતાના પરિવારમાં તો તેની મદદ કરો. મંદિરમાં રૂપિયા દેવાથી તે ખુશી એ ટૂંકા ગાળાની છે પણ તે રૂપિયા પરિવારમાં મદદ કરવાથી તે ખુશી લાંબા ગાળાની મળે છે અને મંદિરમાં દેવાથી કોઈની જરૂરિયાત પૂરી કરી શકતાં નથી મંદિરમાં રૂપિયા દેવાથી શિક્ષણ કે હોસ્પિટલ કે બીજી કોઈ સગવડ આપી નથી પણ તેજ રૂપિયા મંદિરની જગ્યાએ પરિવારમાં વધારે જરૂરિયાત છે. મંદિરમાં રૂપિયા દેવાથી કલ્યાણ થતું નથી તો શું કામ દેવા તે રૂપિયાની જરૂરિયાત આપણા પરિવારમાં છે પણ જો આપણા પરિવાર તે રૂપિયા દેવાથી કલ્યાણ થાય છે.
હા, જો ભગવાન પાસે રૂપિયા ખૂટી ગયા હોય તો આપણે અપાવવા પડે પણ તેની પાસે એટલો રૂપિયો છે કે કોઈ દિવસ ખૂટે જ નહિ હું એમ નથી કહેતો કે મંદિરે કે ભગવાન ને માનવાનું બંધ કરી દેવાય. ભગવાન છે પણ તેનો વેપાર નથી કરવાનો. મંદિરમાં જે કાઈ રૂપિયા આવે છે તેનો સારા માર્ગ પર ઉપયોગ કરવાનો છે પણ મંદિર કરતાં પહેલાં પોતાના પરિવારનું જોવાનું છે બીજું એકે યુવા પેઢીને ધર્મનો સાચો મતલબ સમજવાનો છે ખરેખર ધર્મ શું છે તે સમજાવ જો પણ ખાલી ખોટો મતલબ તોનો જ સમજાવતા પણ ભગવાન છે તે પાકું છે અને ઘણી જગ્યાએ એવું પણ જોવાં મળે છે ઘરમાં કે પોતાના પરિવારમાં એવા નિયમ હોય છે કે બીજાનાં ઘરનું જમવું નહિ, પાણી ન પીવું, બીજા કોઈ તેને અડે તો તરત જ સ્નાન કરી લઈ છે અને તે લોકો તેનાં ઘરે કોઈ આવ્યું હોય અને તેનાં ઘરની કોઈ પણ વસ્તુને અડી ગયું હોય તો તે વસ્તુ બહાર ફેકી દે છે અને તેના ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો તેનું જમવાનું પાણી પીવાનું બધું જ અલગ અલગ હોય છે. આમ, તો સામેવાળા વ્યક્તિનું અપમાન થાય છે તે નથી જોતાં જો કોઈ વ્યક્તિનું અપમાન ન કરો અને તેનું માન સન્માન કરોને તો પણ ભગવાન રાજી થશે ભગવાનના નામે વેપાર કરવાની જરૂર નથી સાચો ધર્મ છે તે શીખવાડો તેમાં બધા જ પ્રશ્નોના જવાબ છે અને જ્યાં ધર્મ હોય ત્યાં માન-મર્યાદા હોય સંસ્કાર, મહેનત અને પરિશ્રમ બીજાની મદદ કરવાનું જ ધર્મ તે શીખવાડે છે.
ભૂલો સુધારવી:-
યુવા પેઢી કાર્ય કરતી વખતે જો ભૂલ થાય તો તે ભૂલને સુધારવાની છે અને ભૂલ તો બધાંથી થાય અને ભૂલ થાય તો તેની ઉપર તરત જ વડીલો એ ગુસ્સો કરવાનો નથી અને તમે જેટલો તેનાં ઉપર ગુસ્સો કરશો તેટલા તે તમારી સામે વિરુદ્ધ ચાલે છે પણ તેને જે ભૂલ થઈ હોય તે ભૂલ સુધારવાની છે અને વડીલો એ જ્યારે સમજાવતા હોય ત્યારે તેને શાંતિથી સમજવાના છે જો શાંતિથી યુવા પેઢીને સમજવાનું છે અને જ્યારે યુવા પેઢીને જે વસ્તુ ન આવડતી હોય તો તે વસ્તુ શીખવાડવાની છે અને ભલે તે વસ્તુ બધાને આવડે અને ભલે તે વસ્તુ સાવ સહેલી હોય પણ જે યુવા પેઢીને આવડતું ન હોય તે શિખવાડવાનું છે. જો યુવા પેઢી ભૂલ કરે તો તે ભૂલ વડીલોને ખબર પડે તો તે પહેલા તેને શું ભૂલ કરી છે તે જોવાનું છે અને જો ભૂલ કેવી છે તે જાણીને ને તેના પર ગુસ્સો કરવાનો છે અને જો ભૂલ કરી હોય તો વડીલોએ તેનો સાથ દેવાનો નથી પણ જે યુવા પેઢી જે વિરુદ્ધ દિશામાં તરફ વળ્યા છે તેને વડીલોએ તેને સાચા માર્ગ તરફ વાળવાના છે અને વડીલોએ વાતનો વિચાર કરવાનો છે કે તેને સાચો માર્ગ બતાવવાનો છે અને યુવા પેઢી એ ભૂલ કરી છે તે વડીલોએ યુવા પેઢી સુધારવા માટે તેને ભરી સભામાં શરમાવવાના છે અને અને તેને જે ભૂલ કરી છે તે બીજી વખત ન કરે તેનું ધ્યાન રાખવાનું છે અથવા તો વડીલો એ તેની પાસે બીજા કોઈ વિચાર હોય તો તે વિચારીને યુવા પેઢીને સાચો માર્ગ બતાવવાનો છે આ માટે વડીલોએ યુવા પેઢીને દોરવણી અને માર્ગદર્શન આપવાનાં છે. વડીલોએ પણ યુવા પેઢીનો સાથ સહકાર આપવાનો નથી અને જો વડીલો તેને સાથ સહકાર આપતાં હોય તો તે વડીલ જેવું મૂર્ખ કોઈ છે જ નહિ અહીં યુવા પેઢીને સાચા માર્ગ પર લઈ જવાના છે તેને સાચી દિશા બતાવાની છે
વડીલોએ યુવાનની કામગીરી પર ધ્યાન આપવાનું છે:-
વડીલોએ જોવાનું છે કે તેનાં બાળકો શું કરે છે તેની ઉપર ધ્યાન રાખવાનું છે. તેને આઝાદી દેવાની છે પણ તેને ઉપર નજર પણ રાખવાની છે અને જે નજર રાખવામાં આવે તે બાળકો કે યુવા પેઢીને ખબર ન પડે તે રીતે તેનાં ઉપર ધ્યાન રાખવાનું છે અને તે જોવાનું છે કે તેનાં બાળકો શું કરે છે કોની સાથે રહે છે અને જે રહે છે તે લોકો કેવા છે છે અને તેનાં મિત્ર કેવા છે અને બીજી જે માહિતી હોય તે બધી માહિતી રાખવાની છે અને તેનાં જે મિત્ર છે અને તેના પરિવાર સાથે પણ માહિતી હોવી જોઈએ કારણ કે આજની યુવા પેઢી શું કરે છે તેની માહિતી પરિવાર હોવી જોઈએ અને બીજું એ કે યુવા પેઢી કે બાળકો શાળામાં શું કરે તે શાળા આવે છે કે નહીં વગેરે માહીતી શિક્ષક માહિતી મેળવી લેવી જોઈએ પરિવારની ફરજ બને છે કે શાળા કે કોલેજમાં શિક્ષક પાસેથી પોતાના બાળકો કે યુવા પેઢીની માહિતી લેવી જોઈએ અને જો કોઈ ભૂલ નીકળે તો વડીલો તે ભૂલને સુધારવાની છે અને આજની યુવા પેઢી કે બાળકો જો વિરુદ્ધ દિશામાં ગયા હોય તો તેને સાચી દિશા બતાવાની જવાબદારી એ વડીલની છે. તેને સાચી દિશા બતાવો ત્યારે તેની ઉપર ગુસ્સો કરવાનો નથી પણ તેને સમજાવવાનો છે. યુવા પેઢી એ સંબધો એવા બનવાના છે કે જેમાં શબ્દ ઓછા હોય અને સમજવાનું ઘણું બધું હોય અને બાળકો એ પણ જોવાનું છે કે પરિવાર આપણો છે અને જે મને કહેતા હશે તે સાચું કહેતા હશે.
બહારની રમત યુવાનોને રમવા દો:-
યુવા પેઢી કે બાળકો આજે બહારની રમત રમતા હોય તો તેને રમવા દેજો કારણ કે જો તે રમત રમવાથી કેટલાય ફાયદા થાય છે આ માટે વડીલો એ તેને રમત રમવાની ના નથી પાડવાની જો રમત રમવાથી તો તે બાળકો કે યુવા પેઢી રમત રમવાથી કેટલા ફાયદા થાય છે
1 શારીરિક કે માનસિક રીતે તેનો વિકાસ થાય છે
2 નિર્ણય શક્તિમાં વધારો થાય છે
3 આયોજન કરી શકે છે
૪ આળસ થતી નથી
૫ જવાબદારી લેતાં શીખે છે
૬ મેનેજમેન્ટ કરી શકે છે
રમત રમવાથી આવા કેટલાય ફાયદા છે અને આજની યુવા પેઢી કે બાળકોને રમત તો રમવી જોઈએ હવે બીજું એકે જે લોકો આખો દિવસ કાર્ય કે પોતાનું કામ કરે છે અને તે લોકો યુવાનો છે તો તેને સાજે થોડીક વાર તેને પોતાને તેને મનપસંદ રમત રમવી જોઈએ કારણ કે તેને રમત રમવાથી જે આખો દિવસનો જે થાક હોય છે તે ઊતરી જાય છે અને તે પણ જોવાનું છે કે તે બીજાની જેમ ટાઈમ પાસ તો કરતાં નથી અને બીજું એકે જે બેઠાડુ જીવન થઈ ગયું છે અને આળસુ જીવન થઈ ગયું છે તેની જગ્યાએ રમત રમવાથી તે પોતાની કસરતો કરી શકે છેને અને આના કારણે મગજ ફ્રી થઈ જાય છે
જવાબદારી :-
યુવા પેઢીને જવાબદારી લેતાં શીખવાનું છે અને આજની યુવા પેઢી કે બાળક જવાબદારી સ્વીકારવાની છે અને અને તેની માથે થોડીથોડી જવાબદારી વડીલો એ યુવા પેઢીને સોંપવી પડે છે અને જો તેની માથે જવાબદારી હશે તો તેને આજુબાજુના વાતાવરણની ખબર પડે તેની માથે કોઈ મુશ્કેલી આવેલી હોય તો તે મુશ્કેલીમાંથી બહાર કેમ આવું અને જવાબદારી લેવાતી તેનો પોતાનો વિકાસ થાય છે પણ અને વડીલો તેની એક સાથે વધારે જવાબદારી નાખવાની નથી અને યુવા પેઢી કે બાળકો અને તેનામાં જેટલી જવાબદારી સ્વીકારી શકે તેટલી સોંપવાની છે.
સંતાનની પરવરિશની જવાબદારી પરિવારના વડીલોની :-
આજે પરિવારમાં બાળકોને કેવી રીતે રાખવા કઈ ઉંમરે તેને કેવી રીતે પાલન કરવું તેની સાથે કેવી રીતે વર્તન કરવું બાળકની કઈ ઉંમરે તેની સાથે કેવું વર્તન કરવું તેની આજના અમુક વડીલોને ખબર પડતી નથી આના વિશે ચાણક્ય કહે છે કે બાળકની ઉંમર ૫-૭ વર્ષ સુધી ખુબ જ પ્રેમ અને આદર સાથે રાખવા જોઈએ ત્યાર બાદની ઉમરે એટલે કે ૭થી 1૬ વર્ષ સુધી અનુશાશન અને નિયમોમાં રાખવા જોઈએ કે જેથી તેમને નિયમનું પાલન અને તેના ફાયદા તથા તેનાથી જીવનમાં નિયમિતતા જાળવી રાખવામાં મદદ મળશે અને ત્યાર બાદની ઉમરે એટલે કે 1૬ વર્ષ પછી તેની સાથે મિત્રતા કરી દેવી જોઈએ કે જેથી બાળકો બધી જ વાત બીજાને કરવા કરતા ઘરમાં જમાંતા પિતા સાથે કરશે અને તેને ગામ કરતા સારા ઉકેલ મળી શકશે અને બાળક બીજાને વાત કરતા જે ભય રાખે છે તે પણ નહીં રહે. એટલે કે બાળક જ્યારે બીજાને વાત કરતો હોય ત્યારે એક ભય હોય જ છે જેમકે આ વાત ઘરે માતા પિતાને આ વાત ખબર પડશે તો શું થશે? આજ વાત જો સીધી બાળક માતા પિતાને કરે તો આ ભય રહે જ નહિ અને મનનો બોજો હલકો કરી શકાય.
to be continued