બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૨

ભીની ભીની મહેક કોઈ,
મને ભીતર સુધી વીંધે...!

ફૂલોએ પૂછ્યુ સરનામું તો,
એ તારી તરફ આંગળી ચીંધે...!

બસ કર યાર.....ભાગ - ૩૨,

કોલેજ માં ત્રીજા વર્ષમાં...મારો પ્રથમ દિવસ હતો..આજે ઉત્સાહ થી થનગનતા સ્ટુડન્ટ્સ ની સાથે પ્રથમ વરસ ના એડમિશન માટે નવા સ્ટુડન્ટ્સ પણ કોલેજ ની પરિક્રમા કરી ખુશી અનુભવી રહ્યા હતા..

મારી નજરો કેમ્પસ માં ચારે કોર ફરી વળી હતી..પવન,વિજય,અમિત,નિલેશ,કૃણાલ,મનીષ,વિકાસ...નેહા,પરવેઝ, રીટા,વીણા,ખુશી...વગેરે મિત્રો અનાયાસે નજર સમક્ષ થઈ..ફરીથી દિલ ખોલી મસ્તી ની મોજ માણવા તૈયાર થઈ ગયા...પણ..
આ અનેરી મોજ માં એક કમી જણાઈ રહી હતી..!
મહેક..ની ખુશ્બૂ ની..

આજે ફરીથી એજ લીમડાના વૃક્ષ નીચે બેસીને રેડ કલર ની એક્ટિવા ની રાહ જોતા જોતા કોલેજ ના કેમ્પસ નાં દરેક સ્ટુડન્ટ્સ ક્યાં અદૃશ્ય થઇ ગયા...ખબર જ ના રહી..સાંજ થવા આવી હતી..

મામા નાં ઘરે પહોંચી...એકાંત અવસ્થા દૂર કરવા ચોપડીમાં નજર નાખવાનો પ્રયાસ કર્યો..પણ,એક મહેક ની ચિંતા...ને બીજી પરાણે આવી જતી ગામડાની મીઠી મીઠી વાતો..

માં..સંધ્યા ટાણે દીવા પ્રગટાવીને,ધૂપ કરી ને આખુંય વાતાવરણ ખુશનુમા કરી દેતી..નાનકી મને જમવા માટે શોધતી શોધતી શેરીઓમાં બૂમાબૂમ કરી મૂકતી...ને હું એને સતાવવા સંતાઈ જવાનો ડોળ કરતો

મહેક વિશે વધુ જાણવા નો પ્રયાસ કરતા એક ખરાબ ન્યુઝ મળ્યા..
કદાચ હવે મહેક કોલેજ નહિ આવે..! હું ભલા કેવી રીતે માની લઉં... કે મહેક હવે પછી નહિ મળે..

મે કઠિન હૃદયે સહજતા થી વાત સ્વીકારી...પણ મિત્ર વૃંદ માં નેહા..પવન..વિજય..નાં મુખાકૃતિ જોઈ હું સરળ રીતે સમજી ગયો.. કે મારી વ્યથા આ લોકો નાં દિલ સુધી પહોંચી ગઈ છે..

મે એકાંત સ્થળ જોઈ...આજે મહેક નું વચન તોડવાનો સફળ પ્રયાસ કર્યો...હું મારા આવેગ ને રોકી જ નાં શક્યો. મે ફોન કરી લીધો....


ફોન બંધ આવતો હતો..કોલેજ માં અઠવાડિયું થઈ ગયું...સહુ ભૂલ્યા ભટક્યા મિત્રો,સ્ટુડન્ટ્સ હાજર થઈ ગયા હતા..પણ, મહેક ની કોઈ આછી મહેક જેવા સમાચાર કોઈ આપતું નહોતું..
હું ભલા પૂછું તો... ય કોને પૂછું..!
વારંવાર એના નામ ની માળા જપવી એ પણ એક દેવદાસ પણું જ કહેવાય ને...

પૂરા અઢાર દિવસ થઈ ગયા...કોઈ જ ન્યુઝ ન મળતા..એક વાર એના ઘરે જઈ તપાસ કરવાનો વિચાર કર્યો..
પણ,આમ અચાનક કોઈ કારણ વગર એના ઘરે જઈ એને લાચાર કરવી...નહિ.,નહિ...!!
આવું કોણ કરે હે..!!

મે વિચાર બદલ્યો..
હું એના ઘર તરફ ની શેરી માં આંટો મારી આવું કદાચ...નજરે ચઢી જાય..!

બે દિવસ તો એનું ઘર શોધવા માં નીકળી ગયા...કેટકેટલા બહાના બનાવી...વાતો માં ફોસલાવી..મહેક ની બહેનપણી ઓ પાસે થી સરનામું મેળવવામાં હું સફળ રહ્યો હતો..

આજે...સવારે જ થોડી હેર સ્ટાઇલ સારી રીતે સુધારી...ત્રણ ચાર વાર સાબુ ઘસી ઘસીને મુખડાને એકદમ ચાંદ બનાવવામાં ને બનાવવમાં આંખો લાલ કરી નાખી...આજે થોડો ટીપટોપ થઈ ગયો..હા, બિલકુલ લવર બોય જેવો....દેખાવમાં ચોકલેટી પણ આમ ખાટીમીઠી નારંગી ની ગોળી જેવો..!!
મારા ડગ આજે એકબીજાને જોઈને કદમ કદમ મિલાવી રહ્યા હતા..એમના માં આજે મારા પ્રેમ સુધી મને પહોંચાડવાનું જનુંન હતું ..હું થોડીક ધીમો પડું તોપણ એ રોકાયા વગર...બસ ચાલ્યા જ કરતા હતા...
અંતે..એ એપારટમેન્ટનાં સામે જઈ પગ અટક્યા..મે કોઈ ઓર્ડર નહોતો આપ્યો અહી અટકી જવાનો...પણ, દિલ મારું નાદાન અને ડરપોક છે..તેમ..આ ટાંટિયા પણ ભાગવામાં ડરપોક.. હરામ હાડકા જેવા છે...પહેલેથી જ હાથ અદ્ધર કરી નાખ્યાં...બોસ, ચાલો પાછા..હવે આગળ નહિ..!!
મે એમની ભાષા માં સમજાવ્યા..અરે..!આ તો કોઈ હેલ્પ છે..?
તો એમનો ઈશારો એક જ હતો..

બસ કર યાર..!

મે બહાર થી જ મહેક નાં ઘર સુધી મારી આંખો ને પ્રકાશ પાડવા   સંકેત કર્યો..આંખો લાંબી પહોળી...ને છેવટે ઉદાસ થઈ થોડી વાર બંદ થઈ ગઈ પણ ક્યાંક મહેક ને નજર ન મેળવી શકી..મે પૂરો એક કલાક ધોમ ધખતા તાપમાં પરસેવો પાડ્યો...પણ
સિદ્ધિ જેવું કઈ મળ્યું નહિ..કહેવત પણ ખોટી પડી...છેવટે..પાછા એજ રસ્તે ચાલી નીકળ્યો...જ્યાં આ આઈડિયા નું મન માં ઉદ્દગમ થયું હતું..

આભાર...મિત્રો.

એક દી તો આવશે..!
જરૂર વાંચજો..

આજ થી શરૂ થતા શ્રાદ્ધ પક્ષ માં આપણા પિતૃઓને તર્પણ કરી ધન્યતા મેળવીએ..
પિતૃ થકી જ સંસાર નાં સર્વ કર્મો બંધાય છે..!!
પિતૃ સિવાય દુનિયા ની કોઈ તાકાત ઈશ્વર હોવાનો પુરાવો નથી..સહુ નો આભાર.

સર્વે નાં પિતૃ ઓ ને મારા પ્રણામ..!!
હસમુખ મેવાડા..

***

Rate & Review

Verified icon
Verified icon

sam 6 day ago

Verified icon

Jigisha 4 week ago

Verified icon

Bhavesh Shah 1 month ago

Verified icon

Makwana Yogesh 1 month ago