Safar - 15 books and stories free download online pdf in Gujarati

સફર ( એક અજાણી મંજિલની ) - 15

( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો ન્યૂયોર્ક આવે છે, ત્યાં મિ.આર્થર નામના વ્યક્તિને જોવે છે જે હાયડ્રોજન બોમ્બ બનાવવાની રીત જાણતો હોવાની માહિતી છે.વળી માઈકલ અને એના સાથીદારો એક સૂમસામ ઘરમાં કોઈને મળવા પ્રવેશે છે.હવે આગળ ...)



અમે હોટલમાં એ આખો દિવસ રોકાયા.અમારા સૌની નજર સામેના ઘર પર જ હતી. બરાબર ટકતકી લગાવીને અમે એ ઘરને જોઈ રહ્યા.પણ એ દિવસે વધુ કોઈ હિલચાલ એ ઘરમાં જોવા મળી નહિ.રાતે પણ અમે વારાફરતી એક જણ સતત જાગીને જાણે ચોકીદારી કરી રહ્યા હતા. પરોઢનો સમય હતો , લગભગ હું તંદ્રા અવસ્થામાં બેઠો હોઈશ, પણ કદાચ દેવ બરાબર જાગી રહ્યો હતો.

" લક્ષ્ય જલ્દી જાગ ." એ લગભગ મને ઢંઢોળી રહ્યો. "લક્ષ્ય હમણા જ આ ઘરમાં એક વ્યક્તિને મેં જોયો. આ લોકો કદાચ બારીનો પડદો પાડવાનુ ભૂલી ગયા હશે. આ વ્યક્તિને મેં ક્યાંક જોઈ છે એમ મને કદાચ લાગે છે. એટલુ તો નક્કી છે કે માઈકલ અને એના સાથીદારો સાથે આ વ્યક્તિને મેં આપની આખી સફર દરમ્યાન ક્યારેય જોઈ નથી." દેવે એવી તે કઈ વ્યક્તિને જોઈ હશે કે જેને એ કદાચ ઓળખે છે એમ એ માને છે. મેં ધ્યાનથી દૂરબીનની મદદથી જોવાનો પ્રયત્ન કર્યો.થોડા સમયે એક અજાણી વ્યક્તિને મેં જોઈ.સફેદ રંગનો કુર્તો એણે પેહર્યો હતો.એની દાઢીના વાળ લગભગ સફેદ અને કાળા હતા.બાંધે એ મજબૂત દેખાતો હતો. એ પીઠ કરીને મારી તરફ ઉભો હતો એટલે ચહેરો હું હજુ જોઈ શક્યો નહોતો.બસ એ જ સમયે એ મારા તરફ ફર્યો. એનુ ધ્યાન પુસ્તક પર હતુ જે એના હાથમાં હતુ , પણ મારા કપાળે પરસેવો વળી ગયો. મને વિશ્વાસ નહોતો કે હું જેને જોઈ રહ્યો હતો એ એજ વ્યક્તિ હતો.મેં એને ધારીને વારંવાર જોયો. પણ મને વિશ્વાસ હજુ પણ નહોતો થતો. આ તો રહેમાન મલિક હતો !! નક્સલવાદી ટુકડીનો મુખ્યા. આને ભારત સરકાર લગભગ છેલ્લા એકાદ દશકથી શોધી રહી છે. પણ કોઈને પણ એ ક્યાં છે એનો રતિભર પણ ખ્યાલ નથી. એના માથે ભારત સરકાર અને વળી અમેરિકાની સરકારે પણ ઇનામો જાહેર કર્યા છે. જેને પકડવા આખુ વિશ્વ માથા કુટી રહ્યુ હતુ એ મારી સામેની જ બારી પર ઉભો હતો હાથમાં પુસ્તક લઈને !!!

હું તો એકદમ ચોંકી ગયો.અમે તો રહેમાનને માત્ર છાપાઓના ફોટામાં જોયો હતો. પણ એ કદાચ એના ખૂબ જૂના ફોટા હશે કારણ કે એની ઉંમર હવે ખાસી જણાતી હતી. આશ્ચર્ય અને આઘાતની લાગણીથી હું તો થોડીવાર એને જોઈ જ રહ્યો. એટલામાં પડદો પડી ગયો ને હું ચમક્યો.


રહેમાન મલિકને જોઇને અમારો બધો થાક,નિરાશા જાણે દૂર થઈ ગઈ. અમારા ઘણા બધા સવાલોના જવાબ પણ જાણે મળી ગયા, એટલે માઈકલ અને એના સાથીદારો ચારુ મજુમદારની વાતો કરી રહ્યા હતા. એનો અર્થ આ બધા નક્સલવાદ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હતા. પણ સવાલ એ હતો કે રહેમાન મલિક અહીં શું કરી રહ્યો હતો ? શું ભારત સરકારથી બચવા એ અહીં આવ્યો હશે ? એ અમેરિકા આવ્યો કઈ રીતે હશે ? અને જો એ અહીં રહે છે તો એની જાણ અમેરિકાની સરકારને કેવી રીતે ન થઈ ?

હવે અમે વિચારી રહ્યા હતા કે અમારે શું કરવુ જોઈએ. દેવની ઈચ્છા હતી કે અમારે અમેરિકન પોલીસને જાણ કરી દેવી જોઈએ જેથી એ લોકો આની ધરપકડ કરી લે. પણ એલે અમને એમ કરતા રોક્યા, " જો લક્ષ્ય આપને પોલીસને જણાવી દઈશુ તો એક તો આપણું જે મુખ્ય લક્ષ્ય હતુ કે આ લોકો શું કરવા માંગે છે એ ક્યારેય નહી જાણી શકયે. બીજુ જ્યારે અમેરિકન સરકારનુ ગુપ્તચરતંત્ર આટલુ મજબૂત હોય કે એમની પરવાનગી વગર ચકલુ પણ ફરકી ન શકતુ હોય એવામાં મલિક અહીં રહે છે એની જાણ એમને ન હોય એ વાત ઉતરતી નથી."



મેં એલને થોડુ વિસ્તારપૂર્વક સમજાવવા કહ્યુ." જો લક્ષ્ય બની શકે છે અહીંની સરકાર આના વિશે જાણતી જ હોય. એ બધાને ખબર છે કે અમેરિકન સરકાર આતંકવાદ સામે લડવાના નામે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે મબલખ પ્રમાણમાં હથિયાર અને પૈસા પૂરા પાડે છે. બની શકે છે કે ભારતથી મલિકને સુરક્ષિત રાખવા અમેરિકન સરકારે જ એને અહીં રાખ્યો હોય. એમ પણ એ બધાને ખબર છે કે જગતજમાદર અમેરિકા પોતાના હિત માટે કોઈને પણ દગો દઈ શકે છે. મિત્રની પીઠમાં પણ ખંજર ભોકવા આ લોકો જાણીતા છે."

એલની વાત બિલકુલ સાચી લાગી. એમ પણ અમે પોલીસને જણાવીએ તો એ નાહકના સવાલો પૂછીને અમને અહીં રોકી રાખે.એટલે એ વિચાર અમે પડતો મૂક્યો.હવે અમે એમની હરકતો પર મીટ માંડીને બેઠા હતા. સાંજ લગભગ થઈ ગઈ પણ એ દિવસે વધુ કોઈ હિલચાલ દેખાઈ નહિ.


( રહેમાન અને એના સાથીદારો આગળ હવે શું કરશે ? એમના ઇરાદા શું હશે ? કેવી રહેશે લક્ષ્ય અને એના સાથીદારોની આગળની સફર..... વધુ આવતા અંકે )