Pati-Patni books and stories free download online pdf in Gujarati

પતિ-પત્ની

નાટક
મધ્ય વર્ગ નાં ઘરનું દિવાન ખાનું.


દ્રશ્ય 1


બૈરી: શું કરો છો?
હું : ગ્રાહકો સાથે માથાકૂટ કરું છું.
એક મિનિટ ફોન બંધ કર હું . તને કરું છું.
હું,: ફોનના દ્રશ્યો જોયાં?
બૈરી: હા.
હું: શું જોયું?
બૈરી: ઉઘરાણી વાળા તમારી જોડે માથાકૂટ કરે છે.
હું: અરે ફોન કટ કેમ કર્યો!


દ્રશ્ય 2


પત્ની: આજે તો તમને રજા હશે?
હું: રજા હશે નહીં પણ છે.આજે
રવિવાર છે.
પત્ની: આજે સાંજે રામો નથી આવવાનો?
હું : કેમ?
પત્ની: આજે રવિવાર છે.
હું. : ઠીક છે.
પત્ની: સાંજનો શો પોગ્રામ છે?
હું. : કેમ ? ક્યાં જવાનું છે?
પત્ની: હોટલમાં...
હું. : હોટલમાં?
પત્ની. : હા. આજે રવિવાર છે .તમારી જેમ મેં પણ
છૂટ્ટી રાખી છે.. સમજ્યાં કે
હું : પણ બેંક બંધ છે..
પત્ની: ATM કાર્ડ મારી પાસે છે.....જુઓ....


દ્રશ્ય. 3


પત્ની : હું કેવી લાગું છું?
હું. : સુંદર. અપ્સરા લાગે છે.
પત્ની: ખરેખર.. થેન્કસ ડીયર..
હું. : ઓકે ડાર્લિંગ.
પત્ની : આ ડ્રેસ કેટલાંનો છે તે ખબર છે?
હું. : ના.તને તો ખબર છે ને?
પત્ની. : ફક્ત તીસ હજારનો
હું. : તીસ..
પત્ની. : હા.ફક્ત તીસ..
હું. : પેમેન્ટ..
પત્ની. : કાલે આવશે લેવા.
હું. : કાલે.. પણ..
પત્ની: આમ ક્યાં ઢીલાંઢફ થઈ ગયાં..
હું. : પણ પેમેન્ટ ?
પત્ની: આપશું ને
હું. : શું આપશું?
પત્ની : આ ડ્રેસ પાછો..કહી દઈશ નથી ગમતો
હું. : વાહ..
પત્ની : ત્યાં સુધી વટ પાડીને આવું છું.
હું. : ક્યાં ચાલ્યાં ?
પત્ની : કયાં જવાનું હોય ? કીટી પાર્ટીમાં
વટ પાડવાને....


દ્રશ્ય. 3


પત્ની: આજે શું છે ખબર છે ને?
હું. : હા.
પત્ની : હા એટલે શું?
હું. : તું શું કહેવા માંગે છે ?
પત્ની : આજે કઈ તારીખ છે?
હું. : કેમ તને ખબર નથી?
પત્ની :હું તમને પૂછું છું.
હું. : હો એમ વાત છે?મારો મોબાઈલ આપ તો
પત્ની: કેમ?
હું : તને તારીખ કહું.
પત્ની:એ માટે મોબાઈલ? હું જ તમને કહું.
હું. : તો કહો
પત્ની : આજે એક તારીખ છે.
હું. : તો?
પત્ની: તો તો શું. લો આ આવ્યો રામો... પગાર આપવાનો
છે...
હું. : એક તારીખે ને?
પત્ની :હા.
હું. : મને ઓફિસે તો જવા દે..
પત્ની: અરે હું તો ભૂલી ગઈ... બે મિનિટ.. તમારો
ગરમાગરમ નાસ્તો લાવું છું..
હું. : ઓહ આજે એક તારીખ છે કેમ કે..


દ્રશ્ય 4


પત્ની : એઈ સાંભળો છો?
પતિ : ....
પત્ની: એઈ તમને કહું છું?
પતિ : મને?
પત્ની: આપણા બે સિવાય કોઈ ત્રીજું છે કે?
પતિ: ખરેખર નથી?
પત્ની: આ છાપું વાંચવાનું બાજુએ રાખીને સાંભળો..
પતિ: પહેલાં મારા સવાલનો જવાબ આપ?
પત્ની: બોલો?
પતિ: શું હું તને બેરો લાગું છું?
પત્ની: તમને કોણે કહ્યું કે તમે બેરાં છો?
પતિ: તો પછી જ્યારે ને ત્યારે એઈ તમે સાંભળો છો એમ
કેમ કહે છે?
પત્ની: તો શું કહેવાનું?
પતિ : નામ લઈને બોલાવતાં તકલીફ પડે છે?
પત્ની : નામ દઈને એ પણ તમને?
પતિ: કેમ?
પત્ની: તમને તમારું નામ ખબર છે?
પતિ : કેમ?
પત્ની : તમને એઈ સાંભળવાની ટેવ પડી ગઈ છે.
પતિ: શું ?
પત્ની: જ્યારે જ્યારે તમને તમારા નામથી બોલાવું છું તો
તમે આજુબાજુ ડાફોળિયાં મારો છો
પતિ. : ખરેખર
પત્ની : હા .ખરેખર. ખરેખર તમે મારા એ..ઈ. છો
એ..ઈ.. સમજ્યાં!
પતિ : અને તું મારા માટે
પત્ની: હું પણ એ..ઈ.. તમારા માટે!
પતિ:
દ્રશ્ય 5


પત્ની : તમને એક વાત પૂછું કે?
પતિ : એક વાત?
પત્ની: તમે તો સાવ એવાં જ છો.
પતિ : એવાં એટલે?
પત્ની : એવાં એટલે એવાં..
પતિ : આમ કાંઈ ખબર ના પડે..
પત્ની: આમેય તમને ક્યાં ખબર પડી છે!
પતિ: શું વાત છે? તને આજે ખબર પડી?
પત્ની: બસ ,બધી વાતમાં હા. હા..હા..
પતિ: એમાં ખોટું શું છે ?
પત્ની: ખોટું? તમારા જેવો વર મળ્યો?
પતિ: રાજી થવા જેવી વાત છે.
પત્ની: રાજી થવા જેવી વાત છે?
પતિ: કેમ નહીં?
પત્ની: મારું કપાળ જ એવું ફૂટેલું કે
: કે તમે જ મને ભટકાયા..
પતિ: અને મારું કપાળ
પત્ની: તમે નશીબદાર કે મારા જેવી તમને પત્ની મળી.
પતિ : તારા જેવી એટલે
પત્ની: હોશિયાર,ઘર ચલાવે એવી
પતિ: આજની મોંધવારીમાં ઘર ચલાવવું ખરેખર અધરું
છે?
પત્ની: અરે છઠ્ઠીનું ધાવણ યાદ આવે એવું..
પતિ : આજના જમાનામાં ઘર કોણ ચલાવી શકે
તને ખબર છે?
પત્ની: કોણ ચલાવી શકે?
પતિ : માથા ફરેલ વ્યક્તિ
પત્ની: તો શું હું માથાફરેલ છું ?
પતિ : તું વિચારી જો..


દ્રશ્ય 6


પત્ની: જોતજોતામાં ત્રીસ વરસ
પસાર થઈ ગયાં.
પતિ. : ત્રીસ વરસ? શેનાં?
પત્ની : અરે! તમને ખબર નથી?
પતિ : અરે તું વાતનું માટલું ફોડે તો ખબર પડે ને?
પત્ની : તમે ધારવા માંડો ત્યાં સુધીમાં હું આવું
પતિ : આવું જાવું છોડ.અને તારી વાતનો ફોડ પાડ.
પત્ની : આંખો બંધ કરી વિચારો કે હું તમને શેની વાત
કરતી હોઉં?
પતિ: પ્લીઝ મારી મા.મને હેરાન ન કર જે હોય તે કહી દે
પત્ની: અરે તમે તમારી માને પૂછી જુઓ
પતિ: કેમ? તને ખબર નથી? મારી મા તો ઉપર પહોંચી
ગઈ છે..
પત્ની: અરે, તમારી આંખો બંધ કરી વિચારો ..જરૂર
સ્વપ્નામાં આવશે.
પતિ: એ બધી મગજમારી છોડ અને કહેવું હોય તો કહી
દે.નહીં તો હું આ ચાલ્યો.
પત્ની: પાછા ક્યારે આવશો?
પતિ: હું ના આવું એવી ઈચ્છા તારી છે?
પત્ની : તમે નહીં આવો તો મારું શું થશે?
પતિ : જે મારું થશે તે તારું થશે ?
પત્ની : તમને સીધેસીધી વાત કરતાં શીખ્યા જ નથી!
પતિ: આ બધી તારી મહેરબાની.તું હંમેશાં જલેબી
બનાવતી હોય એમ વાત કરે છે .
પત્ની : જુઓ મને સવારે સવારે ઝઘડો કરવાની જરા
પણ ઈચ્છા નથી.
પતિ : કેમ? અને પતિ પત્ની તો સવારે ઝઘડે.બપોરે
ક્યાં ભેગાં હોય છે?
પત્ની : પ્લીઝ.મેં ફુદીનો નાખેલી ચા પીધી છે.મારું માથું
ના ખાવ...
પતિ : ઠીક છે.
પત્ની : શું ઠીક છે. મારાં પ્રશ્નનો ઉત્તર તો આપો ?
પતિ. : એક કામ કર. કાંટોછાપો કરીએ.
પત્ની : અને એમાં હું હારવાની .
પતિ. : આમાં હારવા જીતવાની વાત ક્યાં આવી ?
પત્ની : તોબા તોબા તમારાથી તો.. તમે તમારો કક્કો
સાચો કરાવ્યાં વગર રહેશો જ નહીં.
પતિ : ચાલ તું જીતી.હવે તો કઈ દે..
પત્ની :કહેવું જ પડશે.આપણાં લગ્નને તીસ વરસ પસાર
થઈ ગયાં..
પતિ : શું વાત કરે છે.. મને તો સ્વપ્નું લાગે છે
પત્ની: કેમ ?
પતિ : તારી સાથે ત્રણ દિ નીકળશે કે કેમ એની મને ચિંતા
રહેતી હતી..અને જોતજોતામાં તીસ વરસ નીકળી
ગયાં!
પત્ની: કેમ?
પતિ: ક્યાં તું અને ક્યાં હું..
પત્ની: ઓહ..
પતિ: તું ફેશનદાર અને હું સાવ સીધો સાદો..
પત્ની: તમને શરમ આવતી હશે?
પતિ: સાચું કહું?
પત્ની: કહી દો ને. આટલાં વરસે હવે શો ફેર પડવાનો છે?
જે છે તે છે.પડ્યું પાનું નિભાવી લેવાનું છે!
પતિ: મને એમ કે મારો દીદાર, મારી રહેણીકરણી જોઈ
તું ભાગી જઈશ.. સાચું કહું છું.વિવાહ પછી પણ મેં
આશા નહોતી રાખી કે તું મારી સાથે લગ્ન કરીશ!
પત્ની: મેં ના પાડી હોત તો?
પતિ : કશો ફરક ના પડત.કારણ તારી પાસે રુપમાં હું
ઝાંખો પડતો હતો.હકીકત હતી.વાસ્તવિકતા જે
છે તે છે..
પત્ની: તો પછી પ્રેમપત્રો ,પ્રેમવિલાસ બધું બનાવટી હતું?
પતિ : સાવ સાચું હતું.સાચી વાત એ છે કે મને બનાવટ
કરતાં નથી આવડતી.સાથે સાથે હકીકતથી દૂર
રહેવું મારા સ્વભાવમાં નથી.
પત્ની: હાશ.મારા મનને શાંતિ વળી
પતિ : કેમ?
પત્ની: મને હતું જ કે તમને ના પાડત તો તમે દેવદાસ થઈ
જાત..
પતિ: તને હું ચાહતો હતો એ સાચું.પણ દેવદાસ તો ન
થાત.
પત્ની: ટંગડી ઊંચી ન રાખો..
પતિ :કેમ?
પત્ની: આમેય તમારી પુરુષ જાત.હોશિયારીમાંથી
હાથ કાઢે જ નહીં ને..
પતિ: હવે તું એક વાત કે હું તને ગમતો હતો?
પત્ની: હું દ્વિધામાં હતી.તમારી પહેલાં જેટલાં જોયેલાં
તેમાંથી તમે ઠીક હતાં.મને તમારી એક વાત
ગમેલી..
પતિ: કઈ
પત્ની :તમારી નિખાલસતા.
પતિ: બસ એક જ વાત?
પત્ની: બીજું તમારું હસવું.હસવાની અદા તમારી હતી
લાજવાબ..
પતિ: વાહ
પત્ની : અને એક વાત હતી મારી અંગત..
પતિ : કઈ?
પત્ની : મને આજે પણ કહેતાં ડર લાગે છે.
પતિ: મને ખબર છે.
પત્ની: શક્ય જ નથી.
પતિ: તારા બાપાએ કહી હતી.
પત્ની : મારાં બાપાએ?
પતિ: હા...
પત્ની : જરા મને કહેશો?
પતિ : તું સાંભળી શકીશ?
પત્ની: જરૂર.લગ્નનાં તીસ વરસ કાઢતાં કાઢતાં ઘણાં ધા
સહી લીધાં છે.આ તન, આ મન ધા પ્રૂફ થઈ ગયું
છે, સમજ્યાં કે?
પતિ : ઠીક છે.તો સાંભળી લે.મને ખબર નથી પણ તારા
બાપાએ કહ્યું હતું કે તને નાનપણમાં ટી.બી.હતો.
પણ ત્યારબાદ તું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગઈ છે.
લગ્ન કરવા અંગે મને ફેરવિચાર કરવા કહ્યું હતું. અને
પત્ની : અને ..


પતિ : અને એક વિનંતી કરી હતી કે આ વાત અમારા બે
વચ્ચે જ રહે.
પત્ની: છતાં તમે હા પાડી
પતિ :હા. કારણ કે
પત્ની: કારણ કે
પતિ: હું પહેલી નજરે તારા પ્રેમમાં પડ્યો હતો..
પત્ની: એટલે કે પહેલાં પહેલાં પ્યાર હૈ
પતિ: હા. પહેલાં પહેલાં પ્યાર હૈ..
પત્ની: હાશ. વરસોથી કોતરી ખાતા ડંખથી આજે મુક્તિ
મળી છે...
પતિ : તો થઈ જાય અરધી પ્યાલી ચાય.
પત્ની: અરધી નહીં..આજે તો તમને સંતોષ ના થાય ત્યાં
લગી...


પ્રફુલ્લ આર શાહ.