બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૮


"હા..તો જ્યારે આબુ પ્રદેશ ગુજરાત ના સીમાંકન માં આવતો ત્યારે એટલે કે વસ્તુપાળ તેજપાલ  નાં શાસન સમયે દેલવાડા નાં દેરાસર બનાવવા માટે દેશભર માંથી નકશી કારો અને દેરાસર બાંધકામ નાં કારીગરો ને આમંત્રણ આપવામાં આવ્યું...
ત્યારે રશિયા વાલમ નામનો એક દૈવી શક્તિ નો ઉપાસક નકશી અને મૂર્તિકાર કડીઓ ગુજરાત થી આવેલો..અને નકશી કામ કરતા કરતા દેલવાડા નાં દેહરા નાં કર્તાહર્તા શેઠ ની સોંદર્ય સ્વરૂપ છોકરી સાથે આંખો મળી ગઈ...
શેઠ દ્વારા છોકરી ને ખુબ સમજાવવા પ્રયત્ન કર્યો પણ..વ્યર્થ ...!
છેવટે..શેઠે એક ઈમ્પોસિબલ કાવતરું ઘડયું...

રશિયા વાલમ સાથે શરત કરી.
અગર એક રાત માં સવારે કૂકડો બોલે તે સમય સુધી જો પોતાના હાથ નાં નખો થી સરોવર ખોદી ને તૈયાર કરી શકે..તો તને મારી પુત્રી પરણાવું....

રશિયા વાલમ દૈવી શક્તિ ઉપાસક હતો...અને આમેય શેઠ ની પુત્રી સાથે પ્રેમવિવાહ કરવા ગમે તે કરવા તૈયાર હતો..

શરત મુજબ કાર્ય શરૂ કર્યું..
રશિયા વાલમે પોતાની દૈવી શકિત નું સ્મરણ કર્યું..ભવાની નો સંકેત મળ્યો..તળાવ ત્રીજા પહોર માં ખોદાઈ તૈયાર થઈ ગયું..

આ બાજુ...શેઠ નાં પત્ની પણ તાંત્રિક વિધિ નાં માહિર હતા..એ પણ યોગિની શાધ્ય હતા..શેઠ ની શરત મુજબ તેઓ પોતાની પુત્રી ને કડિયા રશિયા વાલમ સાથે પરણાવવા રાજી નહોતા..માટે રાત્રિ નાં ત્રીજા પહોર માં પોતે કુકડા નું રૂપ લઈ "કૂકડે કૂક..કૂકડે કૂક." બોલી નાખ્યું..

શેઠ ની શરત મુજબ કુકડા બોલે તે પહેલાં સરોવર તૈયાર કરવાનું હતું.. રશિયા વાલમે પણ દૈવી શક્તિ થી ત્રીજા પહોર માં સરોવર તૈયાર કરી નાખ્યું હતું...


પણ... શેઠાણી દ્વારા કુકડા નું રૂપ લઈ કૂકડે કૂક બોલવું...નિયમ વિરુદ્ધ હતું...સરોવર નું એકાદ પગથિયું બાકી હસે કદાચ...
રશિયા વાલમ ને ખબર પડી ગઈ કે શેઠાણી મારા પ્રેમ ની વચે આવ્યા છે.. એણે ભવાની માતા નું સ્મરણ કરી બિલાડી નું રૂપ લઈ એજ ઘડીએ કૂકડો બનેલા શેઠાણી પર તરાપ મારી...અને ઘાયલ કરી નાખ્યાં..બીજી બાજુ શેઠાણી ઘાયલ પણ અસલ સ્વરૂપ માં આવી તરફડી રહ્યા હતા..ત્યાં જ  રશિયા વાલમ અને શેઠ ની પુત્રી સાથે લગ્ન ના સાત ફેરા ની તૈયારી કરાઈ.. રશિયો વાલમ સજી ધજી ને ઘોડે ચડી શેઠ નાં મહેલે પધાર્યો..
આ બાજુ શેઠ ની પુત્રી પણ રશિયા વાલમ સાથે લગ્ન ની આતુર હતી..રશિયા વાલમ ને પોતાના મહેલે આવેલો જોઈ છૂટી દોટ મૂકી..અને રશિયા વાલમ ને ભેટી પડી...આ બાજુ ઘાયલ થયેલી શેઠાણી બન્ને ને જોઈ વધુ ક્રોધિત થઈ..શ્રાપ આપી દીધો..
કે તમે બન્ને આજ જગ્યા પર પથ્થર થઈ જશો...
શ્રાપ સાચો પડ્યો..રશિયા વાલમ અને શેઠ ની પુત્રી પથ્થર થઈ ગયાં...શેઠાણી પણ વધુ ઘાયલ થવાથી મોત ને પામ્યા..
આમ આજે પણ રશિયા વાલમ ની પ્રેમ ની જ્યોત અમર થઈ ગઈ..

આજેય આબુ પર દેલવાડા નાં દેરા માં જેઠાણી માટે એક ગોખલા બનાવવામાં આવ્યા હતા.જ્યાં લોકો પત્થર મારે છે.
કારણ કે તેઓ રશિયા વાલમ ની પ્રીત ના દુશ્મન બન્યા હતા..

મારી વાત...પૂર્ણ થવા હતી ત્યાં જ અમારી ટ્રાવેલ્સ આવી ગઈ ..મારી વાર્તા સંભળાવા સહુ મશગુલ થઈ ગયા હતા..
સહુ ને રસ પડ્યો હતો..મહેક ની નજર અનિમેષ મને નીરખ્યા કરતી હતી...

વિસલ નું સિગ્નલ મળતા સહુ પોત પોતાના બેગ સાથે ટ્રાવેલ્સ માં ચડવા પડાપડી કરતા ચિચાયારી પાડી રહ્યા હતા..ત્યાં જ મે પણ મહેક ને ધીરેથી પૂછી લીધું..
"કદાચ, આપણા લગ્ન માં તો તારા ફાધર આવી શરત નહિ રાખે ને..?"
મહેકે..ધીરે થી મારા પીઠ પર લપડાક મારી....
આ નજારો..નેહા જોઈ રહી હતી..ને મનોમન ખુશ થઈ રહી હતી..
અને..હા,ખરેખર મહેક નાં હાથ ની બીજી લપડાક માટે પણ હું તૈયાર હતો..પણ.અચાનક મારી નજર દૂર થી અમારા નખરા ને ચક્ષુ માં કેદ કરતી નેહા પર પડી..અને હું આદત વશ શરમાઈ ગયો..

ટ્રાવેલ્સ માં અંધકાર માં રેડ બ્લુ લાઈટ નાં આછા પ્રકાશ માં એકબીજાના ચહેરા આછા આછા જોઈ શકાતા હતા..પણ નયન થી નયન મેળવવી અશક્ય હતી..
છતાંય ..પ્રયત્ન અવિરત ચાલુ હતો...
મહેક ની નમણી નાજુક પલકો માં છૂપાઈ છૂપાઈને ટગર ટગર મને જોયા કરતી કામાક્ષી આંખો ને માત્ર ઈશારા થી ચૂમવાનો.....


Thank you.. all friends..!!

***

Rate & Review

sam 2 day ago

het patel 1 month ago

Nayna Solanki 1 month ago

Jignesh 2 month ago

Yuvrajsinh 2 month ago