Prem Angaar - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અંગાર - પ્રકરણ : 4

પ્રકરણ : 4

પ્રેમ અંગાર

વિશ્વાસ એકીટશે આસ્થાને નખશિખ જોતો જ રહ્યો કંઇક અનોખું જ આકર્ષણ થાય છે મને... સુંદર ઘાટીલો ભીનેવાન દેહ બસ જોતાં જ જાણે પ્રેમ થઈ ગયો અને જાણે જન્મોની મારી સાથી છે જાણે. વિશ્વાસના હદયમાં જાણે ઘંટડી જ વાગી ગઈ અને જાણે સામે સાચે જ અપ્સરાને જોઈ હોય એમ રોમાંચિત થઈ ગયો. આસ્થાએ એની સમાધી તોડતા કહ્યું “તમે અમારા મહેમાન જ છો ચાલો અહીંથી ઘરે પહોંચીયે.” એટલામાં બન્ને એની બહેનપણીઓ નજીક આવી ગઈ અને બોલી અરે આપણે તો નાગનાગણની જોડી જોઈ હતી આતો કોઈ બીજી દૈવી જોડી જાણે જોઈ રહ્યા છીએ એમ ટીખળ કરતાં હસી પડી. આસ્થા કહે “બસ હવે ઘરે મહેમાન આવ્યા છે ચલો ઘરે જઇએ. એની ખાસ મિત્ર મધુ બોલી “હા અમે ક્યારનાં જોઈ રહ્યાં છીએ ખાસ મહેમાન આવ્યા લાગે છે. બીજી સખી શીલા બોલી હા હા અમે દૂરથી એ જ જોઈ રહ્યા છીએ. આસ્થા ફરી શરમાઈ અને બન્ને સખીઓને મારવા જ દોડી ગઈ વિશ્વાસ હસતો હસતો પાછળ જવા લાગ્યો.”

વિશ્વાસ આજે કોઈ અગમ્ય પ્રેમાળ અનુભવ થયો હોય એવી લાગણીમાં વિચારતો ચાલી રહ્યો હતો. હવે સામે જ આસ્થાનું સુંદર આયોજીત મકાન જોઈ રહ્યો હતો. સુંદર મજાની બાંધણી હતી વરન્ડા કલાકૃતિનો નમૂના જેવો પત્થરનાં કંડારેલા મોભ પર લાકડાની કોતરણીઓવાળા થાંભલા પર કલાકૃતિ જેવી પાનપટ્ટીઓ છાપરાને શોભાવતી હતી.

આખું ઘર ખૂબ સુંદર રીતે બનાવેલું અને સાચવેલું જણાતું હતું. એમાં વિસ્વાસની નજર વિશાળ વરન્ડામાં આરામ ખુરશી પર દેવદત્તકાકાને (કાકુથ) ને બેઠેલા જોયા. એમનાં વિશાળ નેત્ર અને તેજસ્વી ચહેરો કંઇક અનોખો ઓપ આપી રહ્યો છે. જાબાલી તથા મતંગ એમની ખુરશીની બાજુમાં નીચે જમીન પર બિછાવેલી ચટાઈ પર બેસી વાત કરી રહ્યા છે. આસ્થા પ્રથમ દોડીને વરન્ડામાં ગઈ અને કાકુથનાં ગળે વળગી પડી અને બોલી “દાદુ અમે ખેતરમાં પેલા નાગ નાગણ આજે ફરીથી જોયા અમે દોડી આવ્યા આ મહેમાન પણ ત્યાં આવેલા તમને મળવા આવ્યા છે. એકી શ્વાસે બોલીને એ હસીને વિશ્વાસ સામે જોવા લાગી.

કાકુથે કહ્યું “મને જાણ છે બધી મને ગોવિંદે ક્યારનીયે આવીને જાણ કરી છે જા તું તારી જીજી પાસેજા અને મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર હું વાત કરું એ લોકો સાથે એમ કહી કાકુથે વિશ્વાસને પ્રશ્ન કર્યો શું નામ તમારું ભાઈ? શેમાં ભણોછો? વિશ્વાસે એમની પાસે જઈ વંદન કરી જાબાલીની બાજુમાં બેઠક લીધી અને કહ્યું“મારું નામ વિશ્વાસ છે હું ખેડબ્રહ્મા પાસે રાણી વાવ ગામમાં રહું છું હાલ હું અત્યારે બારમા ધોરણમાં અભ્યાસ કરું છું આ જા બાલી મારો ભાઈ છે એ આવખતે કોલેજના છેલ્લા વર્ષમાં તેઓ મુંબઈ રહે છે. કાકુથ કહેહા એ મેં એની પાસેથી જાણ્યું છે. મતંગે કહ્યુંકા કુથ બાપુજી એ તમારી પોસ્ટ તથા તમારા મેગેઝીન મોકલાવ્યા છે. એમ કહી બધું બાપુના ટેબલ ઉપર મૂક્યું. બાપુજી એ તમારી ખબર પૂછી છે અને શહેર નીકળો ત્યારે એમને મળતા જજો હમણાં કામ રહેલું હોવાથી આવી નથી શક્યા. સમય મળે જરૂર આવી જશે એવું કહેવરાવ્યું છે.

મતંગે વિશ્વાસ સામે જોયું અને કહ્યું જાબાલીને નાસ્તો કોઈપણ ચાલશે ને ? વિશ્વાસ બોલે પહેલાં જ જાબાલીએ કહ્યું હા ચાલશે કંઇ જબોલતો નહીં. હમણાંથી જાબાલીએ અચાનક ઉપવાસ ચાલુ કરેલા છે એ વિશ્વાસ પાસેથી મતંગે જાણેલું. એટલામાં આસ્થા અને વસુમા વાસંતીબહેન કાકુથનાં પત્નિ હસતા હસતા આવી ગયા અને બધાને ચા નાસ્તો આવ્યો અને મતંગનાં મમ્મી પપ્પાની ખબર પૂછી પાછા અંદર ચાલ્યા ગયા.

ચા નાસ્તો પૂરો થયા પછી કાકુથે બધાને સાથે રાખી વાતો માંડી, આસ્થા એની સખીઓ અને બધા છોકરાઓ બેઠેલા હતાં. અત્યારની નવી શોધ-ખેતીવાડી-દવાઓ-ખાતર-ઓર્ગેનીક ખેતી કમ્પોસ્ટ ખાતરથી શરૂ કરી ટેકનોલોજી-ડીવાઇસ-ભારત એ મંગળયાન મોકલ્યું એ બધા વિષે ચર્ચા કરી વિશ્વાસ તો કાકુથને જોતો જ રહ્યો. આ ઉંમરે આ માણસ સમયની સાથે ચાલે છે અને બધી જ માહિતીથી માહિતગાર છે. એટલામાં કાકુથે ત્રણે છોકરાઓને પૂછ્યું કે તમારો રસ શેમાં છે ? આગળ ભણીનેશું કરવા બનવા માંગો છો ? પ્રથમ મતંગે કહ્યું “કાકુથ હું આગળ MBA કરીને MNC કંપનીમાં જોડાવું છે અને કામ કરવું છે. જાબાલી કહે મારે મારા પાપાનાં ધંધામાં જોડાઈ એને ખૂબ વધારવો છે એમાં હજી ઘણી તક રહેલી છે. ચૂપચાપ રહેલા વિશ્વાસ ઉપર નજર ઠેરવીકાકુથે અને પૂછ્યું તમારે ?” વિશ્વાસ કહે “સાચું કહું તો હજી હું અવઢવમાં છું કંઇ જ નક્કી નથી કરી શક્યો. મને આપણી પૂર્વજો અને ઋષિમુનીઓ મૂકી ગયા છે એ સાચી સંસ્કૃતીની પરખ કરી છે સમજવું છે આપણું પૌરાણિક વિજ્ઞાન આજનાં આધુનિક વિજ્ઞાનથી પણ આગળ લાગે.. અત્યારનું વિજ્ઞાન એ જ વિજ્ઞાનને ફરી ફરી સમજાવે પુરુવાર કરે એ સમયનું ખગોળ ગણિત-ઉપચાર વિજ્ઞાન અપ્રતિમ અને અજોડ લાગે. યોગથી શરૂ કરી વેદ-પુરાણ-ઉપનિષદ ભણવા છે સમજવા છે મને ખૂબ રસ છે કુદરતમાં ઘરબાંધેલા હજી સુસુપ્ત રહેલાં ઘણાં ઉકેલો અને વિજ્ઞાનને સમજવા છે બહાર લાવવા છે સાથે સાથે આધુનિક વિજ્ઞાન સાથે એનો તાલ મેળવીને કંઇક નવું જ કરવાની જીજ્ઞાશા છે છતાં અવઢવ છે એનાં માટે એવો રસ્તો કે જે મને મારી ધરતીના છોડાવે... શક્ય બને ત્યાં સુધી હું મારી માતા સાથે જ રહું એમનો હું એક જ અને મારા માટે એ એક જ સહારો છે.

કાકુથતો આ લબરમુછીયાને સાંભળતા જ રહ્યાં સાથે સાથે ખૂબ આનંદ થયો કે હજી પણ આવા છોકરાઓ છે જે પૌરાણીક વારસાની કદર કરે છે અને નવા જૂનાનો સમન્વય કરી આગળ વધવા માંગે છે. એમણે હસીને કહ્યું ખૂબ આનંદ થયો જાણીને તારા વિચાર તારી અવઢગ તું જ દૂર કરીશ. મારી પાસે પુસ્તકાલયમાં બધી જાતનાં અમૂલ્ય પુસ્તકોનો સંગ્રહ છે તું મરજી પડે અહીં આવી શકે છે લઈ શકે છે. બધા જ વેદ-પુરાણ-ઉપનિષદ-આધુનિક વિજ્ઞાન સંશોધન-યોગ-મુદ્દા શ્લોક બધું જ છે. ક્યાંય અટવાય તો મારી મદદ લઈ શકે છે. મેં જેટલું પચાવ્યું છે એનો નિચોડ હું તને જરૂરથી આપી શકીશ. પણ એટલું જરૂર કહું છું કે આટલા વરસોનો અભ્યાસ રસપૂર્વક કરું છું. છતાં હું હજી વિદ્યાર્થી જ છું.... કુદરત એક અમાપ વિશાળ અભ્યાસ માટેની વિદ્યાશાળા છે એમાં એટલું ઘરબાંધેલું છે કે જાણો એટલું ઓછું કદાચ સો જન્મ ઓછા પડે. એના માટે પાત્રતા કેળવવી પડે.

વિશ્વાસે ખૂબ ઉત્સાહપૂર્વક એમનાં ચરણોમાં શીશ નમાવીને કહ્યું હું ખુબ આભારી થઈશ આપનો.. મારે ઘણું શીખવા સમજવાનું છે. હું જરૂરથી આપનું માર્ગદર્શન લઈશ જ... કાકુથ કહે આજથી તને અહીં આવવાની સંપૂર્ણ છૂટ છે એના અંગે રજા લેવાની જરૂર નથી હવે તમે બધા જાઓ વાડીમાં ત્યાં હરો ફરો મારે થોડું લખવાનું કામ છે પરવારું આસ્થા એ લોકોને ફળ હોય તો આપજે.. અહીં ખાજો અને ઘરે સાથે પણ લેતા જજો. જામફળ, બોર, લીંબુ વગેરે હશે. કદાચ બોર હજી આવતા છે કદાચ કાચા હશે જોઈને ઉતારજો.

મતંગ, જાબાલી, વિશ્વાસ, આસ્થા અને સખો મધુ અને શીલા બધા જ વાડી ખેતર તરફ જવા લાગ્યા અને મતંગે કહ્યું આ પાછળ વાવનાં ભાગથી જઈએ તો જલ્દી પહોંચાશે. આસ્થાએ ના પાડી ત્યાંથી નહીં જવાય પેલા નાગ નાગણ એ બાજુ જ રહે ફરે છે એમને કોઈ નડતર વિધ્ન નથી આપવું. મતંગે પૂછ્યું તમને ડર લાગે છે ? આસ્થા જવાબ આપે પહેલાં શીલા બોલી ઉઠી “ના એને કદી ડર જ નથી લાગ્યો અમે ડરનાં માર્યા દોડા દોડી કરી બૂમો પાડીએ, આસ્થા કહે ડર નથી જ એ તો દૈવી છે ઘણા વર્ષોથી અહીં રહે એવું દાદુ કહે.

આજ સુધી કોઈને નુકશાન નથી પહોંચાડ્યું. બલ્કે વાડી ખેતરની રક્ષા કરી છે. આ વિસ્તારમાં એ લોકો રહે હરે ફરે છે આપણે આગળની તરફથી અંદર જઈએ એમ કહી બધાને દોરતી આગળ ગઈ.

વિશ્વાસ વાડી ખેતરમાં આગળ વધતો ગયો ખુશ થતો ગયો પોતાનાં ખેતરની જેમ જ લહેરાતો પાક અને વૃક્ષોની હારમાળા જોઈને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો. પિતાજીનાં મૃત્યું પછી માઁ ખૂબ જ ખેતર વાડીનું ધ્યાન આપતા. કાનજીકાકા પણ ખૂબ મહેનત કરતાં પોતાનાં ખેતરવાડીને પોતાનું અંગ સમજતાં. માઁને ખેતરવાડીમાં ખૂબ કામ કરતી જોતો અને એ પણ મદદ કરવા લાગી જતો. ખૂબ લાગણીમાં તણાતો ત્યારે ખેતરવાડીમાં ઉભો રહી બન્ને હાથ ઊંચા કરી આભ તરફ મીટ માડીને બોલી ઉઠતો બાપુ તમે ક્યાં છો ? અમને છોડીને ક્યાં જતા રહ્યા ? અમે ખૂબ એકલા થઈ ગયા છીએ. તમે ભગવાનનાં ઘરે કેમ ગયા ? હે ભગવાન તમે મારા બાપુને પાછા મોકલો હું તમને ખૂબ પ્રાર્થના કરું છું વિનવું છું મારી વાત સાંભળો.” નાનો હતો ત્યારથી આવી પ્રાર્થના કરતો એને કંઇક અગમ્ય અહેસાસ અને શાંતિ મળતી. હવે મોટો થતો ગયો એમ સમજતો ગયો.

આજે એને નાનપણનાં પ્રાર્થના સાથેના હીબકા યાદ આવી ગયા એ હંમેશા પ્રાર્થના કરતો... કુદરત પર વિશ્વાસ વધતો ગયો એમાં ડૂબતો ગયો એને લાગતું કે એનાં બાપુ એને લાડ કરે છે ખૂબ વ્હાલ કરે છે એના માટે આ પ્રક્રિયા સમાધી સમાન બની ગઈ. એને સૂક્ષ્મ રીતે કોઈ અગમ્ય આનંદ થઈ આવતો અને ક્યારેક રુદન કરવાનું મન થઈ આવતું એને ખ્યાલ નહોતો આવતો એની સાથે આવું શું થઈ રહ્યું છે એ ચોક્કસ કોઈ અગોચર શક્તિ એની આસ પાસ ફરી રહી છે એની રક્ષા કરી રહી છે.

મતંગ, જાબાલી બન્ને ખેતરના શેઢે જતાં આજુબાજુનાં ખીલેલા ફુલ જીવવા તોડી જાણે રમી રહ્યા હતા અને વિશ્વાસ પોતાની દુનિયામં મસ્ત હતો. એટલામાં મતંગે બૂમ પાડી “વિશ્વાસ તું ક્યાં ખોવાયો ?” વિશ્વાસ કહે હું કુદરતની આ કારીગરીમાં જ ખોવાયો છું એટલામાં આસ્થાને સામે આવતી જોઈ વિશ્વાસને એણે કહ્યું ચાલો બધા આ તરફ આપણે ફળ ઉતારીયે લીંબુ, જાંબુ વિગેરે મનસ્વપણ છે કદાચ જાંબુ ઊતરી ગયા બધા છતાં જોઈએ ચાલો. વિશ્વાસ પણ ખેતર મધ્યેથી કપાસનાં છોડવાઓની વચ્ચેથી રસ્તો કરતો આગળ વધ્યો.

વિશ્વાસ આસ્થાને જોઈ સાવ શાંત થઈ ગયો એને એવું લાગે કે આસ્થાની કોઈ ચૂંબકીય શક્તિ એને એના તરફ ખેચી રહી છે. આસ્થાની નજીક ચાલતા વિશ્વાસે કહ્યું તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? ક્યાં ભણો છો ? આસ્થાએ કહ્યું હું અગિયારમાં માં છું હવે આવતી સાલ બોર્ડ આવશે. સાથે સાથે દાદુ પાસે બધી જ વિદ્યા શીખી રહી છું. તેઓ પાસે પંચતત્વ, યોગ, વેદ વિષે પણ થોડું થોડું સમજી શીખી રહી છું. અહીં આ લોકો વાતો કરતા રહ્યા અને મતંગ જાબાલી, શીલા, મધુ બધાએ લીબું, જામફળ વિગેરે ઉતાર્યા. બધા કાકુધ બેઠા છે ત્યાં. ગયા. આસ્થાએ બધાને જામફળ લીંબુ લઈ જવા માટે ભરી આપ્યા. કાકુથે પૂછ્યું “જઈ આવ્યા ખેતરવાડીમાં ? એટલામાં વસુમાં ફરીથી ચા-નાસ્તો લઈ આવ્યા બધાએ સાથે મળીને નાસ્તો કર્યો.

આસ્થા વિશ્વાસ તરફ જોઈ રહી હતી એને પણ એક અનોખું આકર્ષણ થઈ રહ્યું હતું વિશ્વાસનું બોલવાનું વાતો જ એનાં મનમાં ફરી રહી હતી હવે એ લોકો જશે એવા વિચારે હમણાંથી જ જાણે કંઈ ગુમાવ્યાની લાગણી થઈ રહી હતી. એનાં શરીરમાં જાણે લોહી ઝડપથી ફરવા લાગ્યું હતું. વિશ્વાસે એના તરફ જોયું આસ્થા જાણે શરમથી લાલ થઈ ગઈ નીચું જોઈ ગઈ.

પ્રકરણ 4 સમાપ્ત.. વાંચો…. વિશ્વાશ આસ્થાનાં પ્રણયની શરૂઆત………