is that love - 3 books and stories free download online pdf in Gujarati

શું આ છે પ્રેમ? - ભાગ ૩

શું આ છે પ્રેમ? - ભાગ ૩


આ પ્રેમ પણ એવી વસ્તુ છે ને ન કરવાનું કરાવી દે. પ્રેમ આંધળો હોય છે હું નથી કહેતો આ તો તમે બધા j કહો છો ને અને પ્રેમ કરવો નથી પડતો થઈ જાય છે આ પણ હું ક્યાં કહું છું તમે જ કહો છો ....

પ્રેમ,વ્વહેમ અને ડેમ આમ આ ત્રણ માંથી એકેય ની કિનારે પણ ન જવાય, ખબર નહીં ક્યારે ડુબાડી દે જિંદગી ની નાવ ....


પણ આજે ટીનુ અને ટીની મળવાના છે પહેલી વાર ...હ્હ્હ તમને લાગશે મળ્યા તો હતા ...પણ પ્રેમ થયા પછીંની મુલાકાત તો પહેલી છે ને ....

(તો આજે ટીની તો ટાઈમની પાક્કી એટલે વહેલી આવી જાય છે અને ટીનૂની રાહ પાર્કિંગ એરિયા માં પોતાની સ્કૂટી પર બેઠી હોય છે ...લાલ અને બ્લેક કલરનો ડ્રેસ અને છુટા રેશમી વાળ અને એમાં પણ આજે ચસ્મમાં અત્યંત જાણે અપ્સરા જ કહી લો તેવી સુંદર લાગી રહી હતી ...જોકે ગઈકાલની વાત આખી કોલેજને ખબર જ હતી ..એટલે આજે તો જુનિયર પણ આવીને તેને ચિઢવી રહ્યા હતા ...ત્યાં રિંકી અને રોહન આવી પહોંચ્યા ...એટલે બસ પૂરું ...પછી રિંકી,રોહન અને ટીની વાત કરતા હતા ...પણ ટીની તો જાણે કોઈની ખોજમાં હોય તેમ રાહ જોતી હતી ...પણ ત્યાં )


રિંકી : ચલો આજે આપડે ચારેય ફિલ્મ જોવા જઈએ....

રોહન : ઓકે નો પ્રોબ્લેમ....

ટીની : નહિ આઆજે પ્રોફેસર ચુડાસમાનો પહેલો લેક્ચર છે તેમાં હાજર રહેવું જોઈએ ....

રિંકી : હા મારી બહેન! પણ આ નેક્સ્ટ ટાઈમ ભરી લેશું ...અને રોહન તું ટિકિટ બુક કરી દે અને હું ટીનુ ને મેસેજ કરી દવ છું ...કે જલ્દી આવે આપણે ફિલ્મ જોવા જવાનું છે


ટીનુ : હજુ ઘરેથી નીકળ્યો ન હતો ...અને ચા -નાસ્તો કરી રહ્યો હતો (ત્યાં રિંકીનો મેસેજ આવ્યો કે ફિલ્મ જોવા જવાનું છે ..તું, હું,ટીની અને રોહન ...)ઓકે...(હરખાતો)

(પણ ફિલ્મ મફતમાં જોવાય છે પૈસા તો જોવેને )

ટીનુ : પપ્પા પૈસા આપોને આજે મારા ફ્રેન્ડ નિલેશનો બર્થડે છે તો પાર્ટી માટે જોવે છે

પપ્પા : (છાપું વાંચતા..કાનમાં શબ્દો અથડાતા )ચશ્મા થોડા નીચે કરીને ..હમમ કેટલા જોઈએ છે ?

ટીનુ : બસ પાંચસો રૂપિયા ....

પપ્પા : ઓકે (અને પૈસા આપતા પાકીટ નીકળે છે અને નોટ ગણતા)૫૦૦ આપે છે

ટીનુ : (મનમાં ..વાહ ટીનુ આજ સુરજ કઈ દિશામાંથી નીકળ્યો છે કે કઈ પૂછપરછ વગર પૈસા મળી ગયા ...હમ્મ આ તો ટીની મારી લાઈફમાં આવી ને હવે બધું ચેન્જ થવા લાગ્યું ..thank you..ગોડ ).thanks પપ્પા ...

પપ્પા : ઓકે ...

મમ્મી : ચા નાસ્તો આપવા જાય છે

ટીનુ :(ઉભો થતા ) હવે મમ્મી કોલેજ કંઈક નાસ્તો કરી લઈશ ...

મમ્મી : પણ બેટા આમ ચા નાસ્તાનું નામ પડ્યું તો ચા તો પીલે ખાલી ...

ટીનુ : ઓકે ....

(ટીનુ જલ્દી બાઈક કાઢી ડેલી બહાર રાખે છે ત્યાં દાદાજી આવતા હતા મંદિરેથી ...એટલે તરત જ દાદાને ગુડ મોર્નિંગ દાદાજી ...

દાદા : (થોડા ફેશનેબલ ખરા પણ અમુક જગ્યાએ અંગ્રેજી શબ્દો તેમને ગમતા નહિ..પોતે અંગ્રેજી માધ્યમના સારા જાણકાર પણ છતાંય ઈચ્છા તો ગુજરાતી બોલવાની જ રાખે ...એટલે )દાદાએ ચશ્મા નીચે કરતા નાકની દાંડી પાસે અને કહે શું બોલ્યો ?

ટીનુ :(યાદ આવતા )શું પ્રભાત દાદાજી //

દાદા : હમમ સુપ્રભાત ...

(ટીનુ બાઈક દોડાવી દે છે કોલેજ તરફ જવા માટે ...)જેવો કોલેજ પહોંચે છે કે તરત જ કેન્ટીન માં જવા નીકળી જાય છે )

ટીનુ : (કેન્ટીનમાં પહોંચતા ...)હેલો ફ્રેન્ડ્સ ...

(રિંકી અને રોહન અને હાઈ કરે છે )

ટીનુ : (ટિનીની નજીક જતા હાઈ અગેન કહે છે )

ટીની : હસીને હાઈ કહે છે ..

(ત્રણેય એ કોલ્ડ્રિંક્સ મંગાવેલું જે તે લોકો પતાવી ચુક્યા હતા અને પણ હજુ ટીનીના બોટલમાં ઘૂંટ બાકી હતી ...)

ટીનુ : એ ભઈ એક કોલ્ડ્રિંક્સ આપજોને ...

રિંકી અને રોહન : એ ભઈ એ તું પછી પીજે તું already lait છો ...તો મંગાવીશ નહિ ....ચલ ઉભો થા બેઠો શું છે .

ટીનુ : અરે યાર ખરા છો તમે પણ એમ નહિ કે પીવા દઈએ અને ચાલ જલ્દી ...હવે નામ લીધું છે તો હું પી લવ તમે બન્ને નીકળો હું અને ટીની આવી છી ...

રોહન : ના ભાઈ આજે આપડે કારમાં જવાનું છે ..મારા પપ્પા એક ટ્રીપ પર ગયા છે તો આપડે બાય કાર જ જઈશું

ટીનુ : ઓકે પણ એક ઘૂંટ પી લવ ..

રિંકી : ના મોડું થશે ...

ટીની તો શરમાઈને બેઠી હતી કે ટીનુ મારી સામે જોવે કારણકે એએના માટે તો તૈયાર થઈ હતી ..પણ ટિનુનું ધ્યાન તો પેલી કોલ્ડ્રિંક્સ પીવામા હતું ...ટીનૂનું ધ્યાન તેનામાં ન હતું એટલે નિસાસો નાખીને તે ઘૂંટ પીવા જતી હતી તે પહેલા ટીનુએ તેના હાથમાંથી બોટલ લઈ લીધી અને છેલ્લી ઘૂંટ પોતે પી ગયો ...આ જોઈને ટીની તો શોક થઈ ગયી ...અને ચકળવકળ જોઈ જ રહી હતી ....ત્યાં

ટીનુ : ઘૂંટ પીધા બાદ ...ટીનુ ને પોતાનો ખંભો થી ખંભો અડાડીને ....ધીરેકથી ...looking very beautiful ...

ટીની : thank you ...(પોતાની લટ ઉંચી કરતા )

(ચારેય ઉભા થઈ છે અને રોહનની કાર તરફ પ્રયાણ કરે છે ...પણ આજે હીરો ને હિરોઈન મળી હતી ..એટલે અધૂરામાં પૂરું ...ટીનુ )

ટીનુ : રોહન આજે ગાડી હું ચાલવું...

રોહન : પણ તને આવડે છે ...

ટીનુ : (બડાઈ મારતા ) હવે એમાં શું એક ગિયર આગળ પછી પાછળ અને ગાડી ચાલી ...

રોહન : ભાઈ તે આની પેલા ક્યારેય ચલાવી છે (ગળામાંથી થૂંક નીચે ઉતારતા ડરી રહ્યા ભાવથી )

ટીનુ : ના પણ મને આવડે છે લાવ ચાવી..મને

રોહન : બીકથી ભાઈ ક્યાંય અડાડીશ તો નહિને નહીંતર મારો બાપો મને મુકશે નહિ ...

ટીનુ : નહીં અડાડું ..તું ભઈ લઈને ...(ચાવી ખેંચતા )

(ચારેય કારમાં બેસી જાય છે )

(ટીનુ સિવાય ત્રણેય બીકથી ભગવાનને પ્રાર્થના કરતા ...હે ભગવાન આજે બચાવી લેજે ..)

ટીનુ :(ડોન્ટ વરી યાર ....કઈ નહીં થાય જો આ પેલો ગિયર પાડ્યો પાછળ અને ભપ્પ કરતી ગાડી આગળ ચાલવાને બદલે નાખી પાછળ ...અને થડ ને અથડાવી દીધી જોકે કોઈને કે કારને કઈ થયું નહીં ...અને આગળ ગિયર પાળતા ગાડી ચલાવી ...બધા હજુ ડરમાં j હતા )

હેમખેમ આજે થિયેટરે પહોંચી ગયા ...અને મુવી જોવા ગયા ...પણ આજે મુવી જોવામાં રસ કોને હતો .થિયેટરમાં પહોચતાની સાથે ચારેયને અલગ અલગ સીટ મળેલી ...એટલે બધા રોહન માથે ગુસ્સે થયા ...

રિંકી : સાલો સાવ ડોબા જેવો છે અક્કલ વગરનો ..જોયું નહીં પેલા ટિકિત બુક કરતા પહેલા ...

પણ આ તો રોહનની મજાક હતી એટલે બધા પર હસવા લાગ્યો ...અને બધા હાસ કરતા અંદર ગયા ....

મુવી જોવા લાગ્યા ...

પણ આજે મુવી જોવામાં રસ કોને હતો ...બન્ને કપલ એકબીજાને j જોઈ રહ્યા હતા ..હજુ જોકે મુવી શરુ થવાને વાર હતી ...એટલે બધાને એમ કે રોમેન્ટિક ઇંગલિશ મુવી છે ..પણ રોહને તો horror મૂવીની ટિકિટ બુક કરેલી .....


ફિલ્મ શરુ થતાની સાથે પેલા સીનમાં તો બધાને પરસેવો આવી ગયો ...અને પછી બધા એકબીજાને ચિપકતા બેસી ગયા ...પણ ટીનુ અને રોહન તો આંનદ લઈ રહ્યા હતા..ટીની બહુ ડરી ગઈ હતી એટલે ટીનુના છાતી તરફ મોઢું રાખીને છુપાવી રહી હતી ડરથી ...

ટીનુ સાંત્વના આપી રહ્યો હતો ...સેમ રોહન અને રિંકી પણ અનુભવી રહ્યા હતા...


જેવો ઇન્ટરવેલ પડ્યોકે બધા બહાર નીકળ્યા અને રોહનને મારવા લાગ્યા ..રિંકીએ તો બેગથી ધુલાઈ કરી નાખી ..પણ પેલો રોહન હસતા હસતા તેને ભેટી લીધું ...અને રિન્કીને શાંત પાડી ...

ટીનુ અને ટીની પોપકોર્ન અને સમોસા લેવા ગયા ...ઓર્ડર ભાઈ લઈને આવે ત્યાં સુધી એકી ટસે ટીનુ ટીનીને જોઈ રહ્યો હતો ..ટીની શરમાઈ રહી હતી ...અને ટીનુનું મોં પેલી બાજુ ફેરવીને બસ હવે ...


ટીનું : (ટીનીને પોતાની તરફ ખેંચતા )અરે કેમ ?

ટીની : છોડ હવે મને ...બધા જુએ છે

ટીનુ : એતો જુવે ....

(ત્યાં પેલા ભાઈ ઓર્ડરલઈને આવી જાય છે )

ટીની પોતે ઓર્ડર લઈ લે છે અને ટ્રે તેના હાથમાં હોય છે અને ટીનુ મસ્તીમાં ધક્કો મારતા અને ટીની તેને સંભળી લેતી ..અને ખંભા પર હાથ રાખતા ટીનુ અને ટીની હસતા હસતા જાય છે


(હવે તો આ રોજનું બની ચૂક્યું હતું ..ક્યારેક લોન્ગ ડ્રાઈવ ક્યારેક લવ ગાર્ડન એક યા બીજી રીતે ઘણો સમય વિતાવી રહ્યા હતા. ...હા એ બન્નેમાં સંસ્કાર હતા કે હજુ કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું ન હતું ....પણ કંઈક અજુગતું બની ગયું હતું જે વાતથી ટીની અને ટીનુ તે વાતથી તેઓ અજાણ હતા પણ શું બની ચૂક્યું હતું )


પણ શું બની ચૂક્યું હતું તે આપડે માણીશું ..વધુ આવતા અંકે ....

follow કરતા રહો ઇન્સ્ટાગ્રામ : styloholic_ ૦૦૭ અને whatsapp નંબર : ૯૯૦૪૭૯૫૭૭૧ . મારી નવી નવી ડિઝાઇન જોવા ઈન્સ્ટાગ્રામ : gunatitsolutions
પર જોઇ શકો છો