બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૭

હું પડ્યો છું પ્રેમ માં કે તું પડી છે પ્રેમ માં...
ક્યાંય એવું તો નથી બન્ને છીએ વહેમ માં...

આગળ ના ભાગ માં અરુણ...
પોતાના હૈયા ની હાલત મહેક ને બતાવવા નો પ્રયાસ કરે છે..

બસ કર યાર..ભાગ - ૧૭..

મે તો ઘણું વિચાર્યું છે...પણ,
ક્યાં કદી સહુના સપના સાચા પડે છે..
હું લાસ્ટ યર પછી.. કંઇક જોબ કરી ઘરે મદદરૂપ થઈશ..

અને લગ્ન નું..?

હું સ્થિર થઇ ગયો..મે મન મક્કમ કર્યું ..હાલ જ કહી દઉં..દીલ ની વાત..

મહેક..તું પાસે હોય છે તો જાણે પ્રથમ વરસાદ વરસી ગયા પછી માટી ની જે મહેક સહુને મધુરી લાગે છે...તેમ...
તું મહેક મને ..તન મન..માં એક બાંસુરી ના સુમધુર સુર ની જેમ મારા રોમ રોમમાં પ્રસરી છો ..

મહેક તું મને બહુ જ ગમે છે..

આઈ લવ યૂ..મહેક..!!

ઓહ.. don't જોકિંગ..અરુણ..!!
મહેક ફિક્કા હાસ્ય સાથે બોલી..

It's not joking.. મહેક..!!

Really..?
મહેક સ્થિર થતાં બોલી..

હા, I love you મહેક...
તને વિચારવાનો સમય છે.. યૂ થીંકિંગ..પ્લીઝ .

મહેક કઈ પણ બોલ્યા વગર બહાનુ બનાવી ચાલી નીકળી...

એનાં વદન પર આકસ્મિક ઉપસી આવેલા સંકટ ના વાદળ આંખો થી વરસાદ વરસાવી દે તેવી ઘડી સર્જાઈ હતી...

હું એના ચહેરા ને બરાબર ઓળખી શક્યો હતો...

*** *** **** ***** ***** *** ***

મહેક પુરી રાત.. ઉદાસ હતી..કારણ હતું અરુણ...!!

મહેક ની પાસે અરુણ ના કોઈ સવાલ નો જવાબ નહોતો ...

મહેક ક્યારેય પણ અરુણ ને પોતાના મિત્ર થી વધારે સમજી નહોતી ..
હા, એનાં દીલ માં લાગણી ના એપ માં કોઈ વાર પ્રેમ ના નોટીફિક્સન નું એલર્ટ થતું...પણ એ માત્ર દોસ્તી માટે હતું... યા તો પછી સપના ના અધૂરા અરમાનો....

પ્રેમ અચાનક થઈ જાય...
એકબીજા થી કબૂલ પણ થઈ જાય...
તો એ પ્રેમ માં તરસ નથી રહેતી..

પણ..
કોઈને પોતાના હ્રદય માં શ્વાશો ની જેમ અવિરત સાચવી રાખેલું હોય...અને જયારે...પ્રેમ એનાં પારખાં ની તમામ કસોટી સુખમય પાસ કરી લે...
અને..અચાનક..પ્રેમ માં કૈક વિધ્ન આવી જાય..તો એ પ્રેમ હંમેશા યાદ રહી હતો હોય છે..

પ્રેમ ની વાત આવતા કોઈ વિમાસણ અનુભવે.. કે ખુદ ને વિચાર કરવા મજબૂર કરી દે છે ત્યારે પ્રેમ નામનો શબ્દ હ્રદયના મજબૂત બંધારણ ને છિન્ન ભિન્ન કરી દે છે....

આજની રાત ખરેખર અવિસ્મરણીય છે ..

હું દ્વિધા અનુભવું છું..મારે મહેક ને પ્રેમ ના એકરાર કરવામાં ઉતાવળ કરવાની જરૂર નહોતી...

મહેકતા ફૂલ ને હું કેવી રીતે રોકી શકું...

વારંવાર મહેક ના વોટ્સઅપ ને ચેક કરતો રહ્યો... 
રાત સવારના પ્રહર મા ફેરવાઈ ગઈ હતી..
પણ, મહેક આજે ઓનલાઇન નહોતી...

મારા મા હિંમત નહોતી...
હું મેસેજ કરી શકું...

આજે મારા માટે ગર્વ ની બાબત પણ હતી. કે મે મહેક દીલ માં જગ્યા કરવા અરજી કરી દીધી છે..

આજે ફરીથી એજ લીમડાના ઝાડ નીચે ઊભા રહી મહેક ની રાહ જોવાની ઈચ્છા તો થઈ આવી...અરે..!
એજ જગ્યા આવી મારા પગ અટક્યા હતા...પણ મહેક નો ખ્યાલ આવતા હું..ત્યાં થી દૂર કેમ્પસ માં સ્ટુડનટ્સ ના વચ્ચે સમાઇ ગયો .

આજે મહેક કૉલેજ નહોતી આવી..

મહેક નું કોલેજ માં ન આવવાના કારણ ને હું જ દોષિ છું..તેવું માની..અફસોસ કરતો હતો .

I'm sorry..મહેક..!
મે વોટ્સઅપ મેસેજ કર્યો...

આજે વોટ્સઅપ ની બ્લુ ટિક....
હું જોઈ શકતો નહોતો .
મહેક મારાથી આટલી નારાજ હશે...?

હું એના નિર્દોષ ખ્યાલો માં લીન થઈ ગયો....

પ્રથમ વાર મુલાકાત થઈ ત્યારે....હોસ્પિટલ માં  સફેદ વસ્ત્રો માં ચમકી રહી હતી..
કેટલી સરળતાથી એને મારો નંબર માંગી લીધેલો....

હું એની નિર્દોષ નજર ને વારે ઘડી બસ માત્ર પ્રેમ જ કેમ સમજી લઉં છું
..

કોઈના દીલ પર હક કરવાનો મને અધિકાર ક્યાંથી હોઈ શકે...!!

હું આમ પણ એના સ્ટેટસ સાથે કયા મેળ કરી શકું છું..

ક્યાં એ અમીરાત ની સોગાત નો ખજાનો...
ને હું એક ખૂણા માં માત્ર અજવાળું જ કરી શકું..તેવો મીણબત્તી નો આછેરો પ્રકાશ..!!

મિત્રો.... આપની પાસે ૧ થી ૫ સ્ટાર 🌟 ની આશા રાખું છું..
હસમુખ મેવાડા..


Thank you..!!

મારી ઇતિહાસ ને લગતી સિરીઝ 
"દેશ કે બહાદુર" જરૂર વાંચજો .

देश के बहादुर..वीर सावरकर..!
Part १..


***

Rate & Review

Verified icon

sam 4 day ago

Verified icon

Mayur patel 4 month ago

story puri karo to maja avve break ma nathi maja avvti all parts completed and issued of story

Verified icon

Jignesh 2 month ago

Verified icon

Yuvrajsinh 2 month ago

Verified icon

Neelam Luhana 2 month ago