શું આ છે પ્રેમ? - ભાગ ૧

શું આ છે પ્રેમ? - ભાગ ૧

આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ આ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ એક ના જીવન પર આધારિત નથી.. આ નાટક જીવનમાં બની રહેલા પ્રેમ પ્રકરણો વિષે છે...પ્રેમ કેવો હોય ને કેવો હોવો જોઈએ તેની વાતો છે ....

અત્યારે શરૂઆતમાં ૪ પાત્રો પોતે ભાગ ભજવવાના છે ....


તો ચાલો પેલા પગથિયે બેસી જઈએ ....


(નાટકની શરૂઆત થાય છે...:- ટીનુ જે સ્કૂલમાંથી સારા માર્ક્સ મેળવીને કોલેજમાં આવી ગયો છે અને આજે તેને 2 વર્ષ complete થઈ ગયા છે...આમ તો ટીનુ એક સુખી પરિવારમાંથી આવતો છોકરો અને સંસ્કારી પણ...અને વળી ટીનુ ભણવામાં પણ હોશિયાર..ખુબ સારા માર્ક્સ લાવે...અને ભણવામાં સારા માર્ક્સ આવતાની સાથે તેના પિતાએ તેન ૧, ૫૦, ૦૦૦ નું બાઈક પણ લઈ આપેલું....aam તો ટીનુ કોઈ છોકરી સામે જુએ પણ નહિ ...એવો સંસ્કારી છોકરો પણ ....હવે ટીનુ કોલેજમાં આવતા તેની આદતો બદલવા લાગી છે ...અને આ સમયમાં ટીનુ ને તેના જીવનમાં સાથ આપનારીનુ આગમન થઈ ગયું છે ...એટલે કે ટીનુ ને પ્રેમનો બુખાર નહીં તાવ ચઢી ગયો છે...અને એ પણ કોના નામનો તો કે ...સોંથી ખુબસુરત થોડી નટખટ પણ ભણવામાં તે પણ હોશિયાર ...દેખાવે તેની ભૂરી આખો છુટા રેશમીવાળ ...જાણે અપ્સરા જ કહી લો ...તેનુ નામ એટલે ટીની .....)


(ટીનુ પણ ફેમસ અને ટીની પણ ...તો ચાલો કોલેજ પહોંચી જઈએ જ્યાં તેની પેલી મુલાકાત થવાની છે )


(ટીનુ આજે white ટી- શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ થઈને કોલેજ આવી ગયો છે અને ટીની પણ આજે yellow ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે આમ તો ટીનુ અને ટીની એક ક્લાસમાં હોવા છતાં ક્યારેય એકબીજા સાથે વાત કરી નથી ..પણ આજે પ્રોજેક્ટ ટિમ નક્કી કરવાની હતી ..જેમાં પોતે નહિ પણ પ્રોફેસર ડો. રાજેશ મહેતા જે ટીમની જોડી નક્કી કરવાના હતા )


(ક્લાસ શરુ થઇ ચુક્યો હતો અને બધા સમયસર ક્લાસમાં આવી ગયા હતા ...પ્રોફેસર ક્લાસમાં આવે છે )


સ્ટુડન્ટ : ગુડ મોર્નિંગ સર ...

સર : ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ...સીટ ડાઉન

સ્ટુડન્ટ : thank you સર ...

સર : આજે ભણવાનું સ્ટાર્ટ કરતા પહેલા આપણે પ્રોજેક્ટ વિશે discuss કરી લઈએ ...તો ચાલો ગલ્ર્સ આ બાજુ આવી જાય અને બોયસ આં બાજુ ...

સ્ટુડન્ટ : (બધા એકીસાથે divide થઇ જાય છે )


સર : (એક પછી એક ટીમ બનાવતા જાય છે...રોહન તું રિંકી સાથે ...સંયમ તું શૈલેષ સાથે ...મીના તું મણિ સાથે ...વગેરે વગેરે ...) હવે લાસ્ટ માં બે જ વ્યક્તિ રહી જાય છે અને એ છે ટીનુ અને ટીની. માર્ક્સના આધારે અને ટેલેન્ટના આધારે ટીમ બનાવી હોવાથી છેલ્લે આ બંને કે જેઓ ટોપર્સ છે એટલે તેઓને જ સાથે ટીમ બનાવી જોવે એવું સરનું ઇચ્છવું હતું સર કહે છે ) જુઓ ટીનુ અને ટીની તમે બંને ખુબ હોશિયાર છો એટલે તમે એકલા બનાવા ઇચ્છતા હોય પ્રોજેક્ટ to બનાવી શકો છો તમને બને ને હું કોઈ ફોર્સ નહિ કરું ...


ટીનુ અને ટીની : (મૂંઝવણમાં હતા ત્યાં સર બોલે છે )


સર : પણ જો તમે સાથે પ્રોજેક્ટ બનાવશો તો વધુ સારું રહેશે અને વળી તમે આપડા આ પ્રોજેક્ટને ફાઇનલમાં ગોલ્ડ અપાવી શકો તેવા છો એટલે જો તમે બંને સાથે પ્રોજેક્ટ બનાવો તો સારું ...


બન્ને : ઓકે સર. .(અમે સાથે બનાવીશું )

સર : ગુડ ...તો ચાલો તમને તમારા પ્રોજેક્ટનું લિસ્ટ આપી દવ ...(અને એક પછી એક પ્રોજેક્ટનું લિસ્ટ આપી દે છે )


(કલાસ પૂરો થતા ૩૦ મિનિટ ની બ્રેક પડે છે અને વળી આજે પ્રોફેસર મનોજ દેસાઈ આવેલા નથી તો તેની પણ બે કલાક મળશે...બધા ક્લાસ મૂકીને જતા હોય છે )


ટીનુ : (દોડતો આવીને ટીની પાસે ) આજે મનોજ સર આવ્યા નથી તો ત્યારે આપણે પ્રોજેક્ટ નું discuss કરી લેશું ઓકે ?

ટીની : ઓકે હું પણ એજ વિચારતી હતી. ઓકે તો મળીએ બ્રેક બાદ ....


(ટીનુ તેના ફ્રેંડ્સ સાથે અને ટીની તેની ફ્રેન્ડ્સ સાથે નાસ્તો કરવા જાય છે ..બ્રેક બાદ હવે ટીનુ ક્લાસમાં આવી ગયો હતો અને એના ફ્રેંડ્સ સાથે બેઠો હતો ...ટીની ક્લાસમાં પ્રવેશ કરે છે ..અને ટીનુની નજર તેના પર પડે છે ...ત્યાં ટીની તેને ઇશારાથી બીજે ક્યાંક જઈને પ્રોજેક discuss કરીએ તેવું કહી રહી હતી ...જેને ટીનુ સમજી જાય છે ..ઓકે આવું એમ કહે છે ...ટીની બહાર નીકળી ગયી હોય છે )


ટીનુ : ચાંલ્લો દોસ્તો હું હમણાં આવું પ્રોજેક્ટનું discussion કરીને ..

મહેશ :(મસ્તીમાં ) બસ ને ભાભી મિલી ઓર દોસ્તો કો ભૂલને ભી લગે ...

ગ્રુપ : (ઓ હો હો ...ચિચિયારી કરતુ )

ટીનુ : (શરમાઈ જાય છે પણ વાત સાંભળતા)ના ભાઈ એવું કઈ નથી આતો સરએ પ્રોજેક્ટ આપ્યો તેનું discussion કરી લઈને તો જલ્દીથી પૂરો થઈ જાય ...

ગ્રુપ : ઓકે ઓકે ...જાવ જાવ (અને ગ્રુપ ગીત ગાવવા લાગે છે )જાને વાલે કો રોક સકા ....

ટીનુ : (ક્લાસ મૂકીને બહાર આવતા ટીની ને શોધવા લાગે છે..પણ ટીની એ આ વાત સાંભળી લીધી હોય છે )


(ટીનિ એક બાંકડે બેઠી હોય છે તેની રાહ જોતી ...ટીનુ આવે છે અને કહે છે )

ટીનુ : અહીં શું બેસવું લાઇબ્રરી માં જઈએ એટલે ત્યાં જો કોઈ બુક્સની જરૂર પડશે તો તેની help પણ લઈ શકાશે...

ટીની : ઓકે ..

(બન્ને લાઈબ્રેરી પ્હોચે છે અને ટેબલ પર બેસે છે )


ટીની : (બાગમાંથી બોટલ નીકળીને પાણી પીવે છે ) અને કહે છે હાય i am ટીની ...

ટીનુ : (સરપ્રાઈઝ થઈને..મનમાં બોલે છે કે આપણે એકબીજાને ઓળખીએ ત છીએ તો આ એનો introduction કેમ આપે છે ) ઓકે ટીની હું તને ઓળખું છું ..અને તું મને તો શા માટે તારો intro આપે છે?

ટીની : i know but i think આપડે આ રીતે પહેલી વાર મળીએ છીએ તો તે સારું ...

ટીનુ : ઓકે well ...hi i am tinu ...handsome બોય accept the this type of intro which given by the grogeus ગર્લ ટીની ...

ટીની : impressive ...


(બન્ને ખડખડાટ હસવા લાગે છે પણ કોણ જાણતું હતું આ પેલો impressive intro એકબીજાને પ્રેમમાં પાડી દેશે ....ટીનુ અને ટીની એકબીજા પ્રોજેક્ટ વિષે discuss કરવા લાગે છે )


(બે કલાકના discussion બાદ તે હવે ફાઇનલ આગળ પ્રોજેક્ટમાં શું કરશે અને કોને કોને શું કરવાનું છે તેનું discussion પણ કરી લે છે અને આ છેલ્લો ક્લાસ ફ્રી હોવાથી તે discussion બાદ બાય કહીને છુટા પડે છે )

(પણ હવે તો આ રોજનું થવાનું મળવાનું અને પ્રોજેક્ટનું discussion...)


(છેલ્લા 15 દિવસથી તેઓ પોતપોતાના પ્રોજેક્ટનું જે કામ કરવાનું હતું તે પતાવી દે છે ane રોજ સાંજે કે ફ્રી ટાઈમમાં એકબીજાને રિપોર્ટ કરી દે ..અને પ્રોજેક્ટ સાથે કરવાના હોવાથી મોબાઈલ નમ્બર share થાય એ નોર્મલ વાત હતી ....)


ટીનુ અને ટીની : (એકદિવસ પ્રોજેક્ટ રિપોર્ટ આપવા સર પાસે જાય છે )સર હવે અમે અહીં પ્રજેક્ટ આટલો complete થયો છે તેનું રિપોર્ટ આપવા આવ્યા છીએ ...

સર : ઓહો ગુડ ..(પ્રોજેક્ટ વાંચતા ) impressive તમે ખુબ સારી મહેનત કરી રહ્યા છો ...હવે તમારે આ કામ કરવાનું રહેશે અને (સર વિગત જણાવી દે છે )

બન્ને : ઓકે thank you સર ....(એમ કહીને બહાર નીકળી જાય છે )


(આજે ટીનુ અને ટીની ખુબ ખુશ હતા ....અને બંનેને ભૂખ પણ લાગી હતી ...એટલે ટીનુ ...)

ટીનુ : ચાલ ટીની હવે આપડે પ્રોજેક્ટ નો પહેલો ભાગ તો પૂરો કરી નાખ્યું છે તો હવે આગળના પ્રોજેક્ટનું discussion કરીએ તે પેલા કઈ નાસ્તો કરી આવીએ મને બહુ ભૂખ લાગી છે ...

ટીની : મને પણ ...

ટીનુ : તો ચાલ આપડે જઈએ ...

ટીની : પણ ...

ટીનુ : પણ વણ શું ચાલ ને હવે ...

ટીની : ઓકે હું મારુ સ્કૂટી લઈ લવ છું તારી બાઈક લઈને આવી જા ...

ટીનુ : અરે એમાં શું...બે વાર પેટ્રોલ બળશે ..એના કરતા ચાલ મારી બાઇકમાં

ટીની : ઓકે ...


(ટીનુ અને ટીની બાઇકમાં જાય છે અને ત્યાં પાણી પુરી વાળની લારી ટીની જોઈ જાય છે )

ટીની : jo પેલો પાણીપુરીવાળું અહીંયા j નાસ્તો કરી લઈએ તો ?

ટીનુ : પાણીપુરી એના કરતા પિઝા ખાઈએ તો ?

ટીની : ના મારે તો પાણી પુરી જ ખાવી chhe

ટીનુ : (મનમાં આ છોકરીઓ પણ ખરી છે ને પાણીપુરી જોતા શું થાય છે એ ખબર j પડતી નથી ...e લારી જોઈ નથી ને દોડી નથી ?) અહીંયા ??... તો પણ આપડે પિઝ્ઝા સેન્ટર માં જઈએ ત્યાં તું પાણી પુરી ખાજે અને હું પિઝ્ઝા ખાઈશ ...ઓકે?


ટીની : ઓકે ...સારું.(મનમાં આ કેવો છે છોકરીની ઈજ્જત પણ કરતા નથી આવડતી ?શુંમમમ )


(બન્ને પિઝા સેન્ટરમાં આવે છે અને બન્ને પોતપોતાનો ઓર્ડર આપે છે ...)

ટીની : ભાઈ મને 3 પ્લેટ પાણીપુરી ..

ભાઈ : ઓકે મેમ ..અને સર તમને ?

ટીનુ : મનને પિઝા

ભાઈ : ઓકે સર. .

(ભાઈ પાછા આવે છે અને કહે છે )

ભાઈ : સર અત્યારે પિઝા તો નહિ જો તમને અનુકૂળતા હોય to પાણીપુરી આપું ?

ટીનુ : અરે યાર હદ કરો છો પિઝા સેંટર પિઝા નો સ્ટોક પતિ જાય એવું ચાલે ?

ભાઈ : સોરી સર.

ટીની : હવે તું પણ પાણીપુરી ખાઈ લે ને ...

ટીનુ : હા હવે એ j કરવું પડશે ને ..બીજું શું ??

ટીની : (મનમાં સ્મિત આપતી )

ભાઈ : ઓકે સર ..

ટીનુ : (ટીનીને હસતા જોઈ )એય હસે છે શા માટે ?

ટીની : નહિ અમસ્તું જ હસવું આવ્યું ...


(હવે પાણીપુરી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કરવું શું ? એટલે ટીનુ પોતે આમ તેમ જોતો હોય છે અને ટીની પોતાના મોબાઈલમાં લાગી ગયી હોય છે )

ટીનુ : આ તમેં છોકરીઓ પણ ખરી નહિ? નવરી પડે નહિ કે મોબાઈલ શરુ....

ટીની : તો એમાં વાંધો શું છે ...આ તો મારી ફ્રેન્ડ્સના જોડે ચેટ કરું છું ..

ટીનુ : હા એજ કહું છું ...કઈ કામ હોય નહિ એટલે ગામગપાટા શરુ ...

ટીની : તો તમે છોકરાઓ પણ શું કરો છો આજ કરો છો ...

ટીનુ : (પોતાની વાત ભારે પડતા ..એટલે વાત ફેરવે છે )...ચાલ રહેવા de ..મૌન થઈ જાય છે

(અને બન્ને પોતપોતાને કામમાં લાગી જાય છે ...પણ ટીનુ ને ભૂખ બવ લાગી હતી ...)

ટીનુ : ઓ ભઈ ! આ પાણીપુરી ક્યારે આવશે ?

ભાઈ : આપું સર ..

ટીની : યાર આ તમે છોકરાઓ પણ ખરા છો ઘડીક y શાંતિથી બેસી n સકો ? અરે જોતો નથી પેલા ભાઈ કામ કરે છે આપશે હમણાં ...

ટીનુ : પણ એમનામ અમને બેસતા n આવડે ...અમારે થોડી કઈ તમારી જેમ બૉયફ્રેંડસ કે ગર્લફ્રેંડસ હોય કે નવરા બેઠા નથી ને હાય બેબી હાય જાનુ કરતા ચાલુ ...

ટીની : શું બૉયફ્રેંડસ ? જો ટીનુ મારે કોઈ બૉયફ્રેંડસ નથી ? આતો ખાલી અમસ્તી બધાના સ્ટેટ્સ જોતી હતી ...પણ મને એવું લાગે છે કે તારે જરૂર ગર્લફ્રેંડસ હશે ...અને આમ ભી તું કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો છે ..

ટીનુ : ના રે અમારે એવું છે j નહિ અમે તો બજરંગદળ વાળા છીએ ...હા પણ તારે હશે તું કોલેજની સૌથી સુંદર છોકરી છે અને વળી ઘણા કોલેજના છોકરાઓ પણ તારી પાછળ પડ્યા હોય છે ...કેટલાકને તો મેં ઝગડતા પણ જોયા છે કે આ તારી ભાભી ..પેલો કે ના આ તારી ભાભી.

ટીની : (હસીને એવું એમ વાળનો લટ સરખી કરતી ) અને ફોનમાં j જોતા જોતા ..સાંભળ્યું તો મેં પણ છે અને અમારા ગૃપની ગર્લ્સ તો આ valentine ડે પર પ્રપોઝ પણ કરવાની છે )

ટીનુ : શું ? (આશ્ચર્ય સાથે )

ટીની : અરે હા ..સાચે કાવ છું ...

ટીનુ : પણ ના હોય ...

ટીની : અરે સાચે જ....જોવું છે તારે જો આ રિંકી એને તારા જ ગ્રુપમાં રહેવું હતું પ્રોજેક્ટમાં પણ એને રોહન આવ્યો...અને એને લીધે કેટલાય દિવસથી કોલેજ પણ આવી નથી ...


ટીનુ : હે ...ન હોય

(ત્યાં ભાઈ પાણીપુરી લઈને આવ્યા .)

ભાઈ : .આ સર તમારો ઓર્ડર ...

ટીનું : ને વાત જાણવી હતી ...

ટીની : પણ ત્યાં ટીની બોલી ..યાર મને સખત ભૂખ લાગી છે ...(અને ટીની એ પેલી પાણીપુરી મોઢામાં નાખી ).(પણ ટીનુ હજુ ઉદાસ હતો aa વિચારથી )...ત્યાં ટીની સામે જોઈને બોલી ..ઓ મારા હીરો આ પાણીપુરી ખા નહીંતર ઠંડી થઈ જશે (મજાકમાં )

ટીનુ : તું પણ (હસીને )


(પાણીપુરી ખાઈને બન્ને ઉભા થયા ..હવે ટીનુ તો પાણી પુરી ખાઈને બિલ ચૂકવવા ગયો ..ત્યાં ટીની એ તેને રોકી લીધો ...)

ટીની : ના મારા પૈસા તો હું આપીશ tu તારા આપ ...

ટીનુ : હવે ચાલે આજે મેં કર્યું પણ પછી ક્યારેક તું કરી દેજે ...

ટીની : ના મારે તો મારા પૈસા ચૂકવવા છે

ટીનુ : ઓકે ..તો આપડે સોડા પીવીએ એમાં તું આપી દેજે બસ. ...

ટીની : ઓકે...


(ટીનુ અને ટીની ને ભાવતી સોડા એટલે લીબું સોડા આના વિના આ બેય બીજી એકેય પીવે j નહિ..પણ બંને આ વાતથી અજાણ ...એટલે સોડા સોપ એ પહોંચ્યા પણ ત્યાં સોડા નો ઓર્ડર આપે છે ...પણ દુકાનદાર જણાવે છે કે લીંબુ એક j છે એટલે એક j સોડા આપી શકું ...બન્ને એ કોમ્પ્રોમાઇઝ કરી લેશે તેવું સંમતિ કરી અને સોડા મંગાવી ....પણ એમાં નસીબ મોરા એટલે ગ્લાસ તૂટ્યો અને તે સોડા પણ ગઈ. હવે મૂડ ઑફ પણ થઈ ગયો અને છેવટે નાળિયેરી નું પાણી પીવાનું નક્કી કાર્ય ...પણ કમનસીબે તેમાં પણ એક j મળ્યું ..હવે બન્ને એ stro રાખી એક જ નાળિયેરીમાં પાણી પીધું ....)

ટીનુ :અરે ભાઈ હવે stro તો 2 હશે ને એ આપો ....

ભાઈ એ આપી ...


ટીનુ અને ટીની : આ પાણી સારું છે એમ કરીને બન્ને એ એકસાથે ઘૂંટ મારી પણ શું પાણી બધું j ટીનુની stroમાં આવી ગયું અને મજા લીધી પણ ટીનીને ન આવ્યું એટલે તે નારાજ થઈ ....


(મિત્રો લાગે છે ને કે આટલામાં કોણ નારાજ થતું હશે પણ આપણા બધાનું આવવું જ હોય છે .બ્રેક કે બાદ aa ગયે હમ )


(હવે મનાવી તો પડે ને આ છોકરીને પણ કરવું શું ..ટીનુ એ વિચારતા ઘણી try કરી પણ સૂઝે ક્યાંથી ....એટલે એક કૅડબોરી લેતો આવ્યો ...ને મનવી લીધી ...પછી પોતે ઘરે ગયા ...)


(પણ આજે ટીનુ હજુ તે રિંકી ની વાતથી વિચારમાં હતો અને સતત વિચારતો હતો કે રિંકી ને શું સાચે મારી સાથે પ્રેમ છે ?પણ વાત કોને કરે ...એટલે તરત જ ટીની ને whatsapp પર message કર્યો ..)

ટીનુ : હાઈ ટીની ...

ટીની : હાય ટીનુ ...બોલ શું કામ છે ?

ટીનુ : તું મને કેતી હતી ને કે રિંકી મને પ્રેમ કરે છે ...શું આ વાત સાચી છે ?(surprize ઈમોજી )

ટીની : અરે હા ..તને વિશ્વાસ ન આવતો હોય તો કાલે રિંકીને j પૂછી લેજે ...

ટીનુ : લે એમ મારાથી ન પુછાય ..પણ એવું કઈ થઈ શકે કે મને ખબર પડે ...

ટીની : (વિચારવાનું ઈમોજી સેન્ડ કરતા) હા એક થઈ શકે કે તું ક્યાંક સંતાઈને વાત સાંભળે તો થાય ...

ટીનુ : એવું થાય તો સમય મળતા આ વાતને જાણીએ જ ...

ટીની : ઓકે બાય ..લેટ થઈ ગયું છે હ સુઈ જાવ છું

ટીનુ : ઓકે બાય ..(અને પોતે પણ સુઈ જાય છે )

(૧૦ દિવસ આમને આમ વીતી જાય છે અને અત્યારે તેઓ પ્રોજેક્ટમાં j સખત કામમાં હતા એટલે બેય માંથી એકેયને આ વાત યાદ આવતીન નથી ...હવે ટીનુ ને ટીની સાથે ફાવી ગયું હતું અને ટીની ને ટીનુ સાથે ...જેવા ફ્રી પડે કે વાતુએ લાગી જાય અને ફરવા નીકળી પડે ..ધીમે ધીમે વહાર્ટસપપ પર વાતો વધવા લાગી હતી અને કોલેજમાં મિત્રો કરતા વધારે એકબીજાની સાથે સમય વિતાવવા લાગ્યા હતા ...એકબીજાને તેઓ પસંદ પણ કરવા લાગ્યા હતા પણ બન્ને આ વાતથી અજાણ હતા ...હવે આ વાતનો નિવેડો તો j આવે જો એવું કૈક થાય કે જેથી તેમને લાગે કે આપણે પ્રેમમાં છીએ )

(એકદિવસ ..રિંકી ટીનુને કોલ કરે છે પ્રોજેક્ટ હેલ્પ માટે ...આમ તો ટીનુ શરમાળ નહિ એટલે એને હેલ્પ કરી પણ એને ટિનીની પેલી વાત

આવી ગયી ...એટલે એને પૂછી નાખ્યું )

ટીનુ: રિંકી એક વાત કહું ? મારે જાણવું છે એટલે પૂછું છું જો તને ખોટું ન લાગે તો ?

રિંકી : પૂછને ? મને ખોટું શું કરવા લાગે ...

ટીનુ : (પૂછતાં પૂછતાં ) કઈ નહિ

રિંકી : (અરે પૂછ ને જે પૂછવું હોય તે બસ હું પ્રોમિસ કરું છું હું કોઈને નહિ કવ )

ટીનુ : પ્રોમિસ ને ?

રિંકી : હા ભાઈ હા ...

ટીનુ : ટીની કહેતી હતી કે તારે મારી ટીમમાં રહેવું હતું શું વાત સાચી છે ?

રિંકી : હા ....

ટીનુ : અને ટીની એમ પણ કહેતી હતી કે તું મને પ્રેમ કરે છે ???


(આનો જવાબ શું હશે તેને આપણે જાણીશું વધુ આવતા અંકે ...ત્યાં સુધી રાહ જોવો ...શું સાચે રિંકી ટીનુ ને પ્રેમ કરે છે? કે પછી આ ટિનીની એક મસ્તી જ હતી ....કે પછી રિંકી ટીનુ ને શું કહેશે ...સાચું કે જુઠહૂ ....વધુ જાણતા રહો )


(whatsapp ન :.૯૯૦૪૭૯૫૭૭૧ અને મને અહીં કે ઇન્સ્ટાગ્રામ માં પણ ફોલ્લૉ કરી શકો છો : styloholic_૦૦૭ અને મારી design ને પોસ્ટ માટે વિઝિટ કરો :ઇન્સ્ટાગ્રામ page : gunatitsolutions

 

***

Rate & Review

Verified icon

Aarti 7 month ago

Verified icon

AKSHAY PAMBHAR 7 month ago

Verified icon

preeti gathani 7 month ago

Verified icon

nihi honey 8 month ago

Verified icon

Manjula 8 month ago