બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ -૧૪

ક્યાં વટાવવો લાગણી નો આ કોરો ચેક,
એનાં દીલ સિવાય બીજે ક્યાંય મારે ખાતું નથી.!!

ભાગ - ૧૪ 
બસ કર યાર.....

આજે લાયબ્રેરી માં કૈક પુસ્તકો મહેક ના સ્પર્શ માટે તલપાપડ હતા...
હું પણ..મારા મિત્ર સાથે લાયબ્રેરી હતો ...
અરુણ,આજે સવાર સવાર થી લાયબ્રેરી...?  સુનીલ બોલ્યો 

હા,એક એસાઇમેન્ટ માટે ..!!

કે,પછી.. આવાની છે.અહિયાં..?
પવન થી બોલતા બોલાઈ ગયું..

બધા હસી પડ્યા..
નજર લાયબ્રેરી ના ડોર બાજુ ગઈ .

મહેક..આવી હતી..

હું મીત્રો ના હાસ્ય સંગઠન થી અલગ થયો ... સુન..ચૂપચાપ..!!

Hi.. everybody...મહેક બોલી..

Everybody..??
બધા..,?
હું ... મારું નામ નહિ..?
હું વિચારમાં પરોવાયો.

અરુણ, આજે આપણી જવાબદારી ના કામ ની ચર્ચા મીત્રો સાથે થઈ જાય ..અને જરુરી વસ્તુ ઓ એકઠી થાય..તેનો આજેજ પૂર્ણ પ્રયાસ કરીએ..

મે હા પાડી...
અને મન માં બબડ્યો..મહેક,તે આજે મને એવરીબડી માં કેમ ગણી નાખ્યો..હું સ્પેશિયલ છું.. યાર તારા માટે..!!

ચર્ચા ચાલુ થઈ..હીના,શ્વેતા,પવન,સુનીલ,વિજય,વીણા,મહેક..હું..અને બીજા ચાર સાથે
ટોટલ બાર મિત્ર હતા ..

સહુ ને પોતપોતાની કાર્ય ની રૂપરેખા મળી ગઈ...

હા,સહુ ને ગાઇડેન્સ માટે...મહેક ને સિલેક્ટ કરી..

હું મન માં હસ્યો. બોસ..!!! ધીમેથી બોલ્યો..પણ...અવાજ મહેક સુધી પહોંચી જ ગયો ..

એની કોમળ આંખો મારા પર ગરમ ન થઈ .ઉલટાની... ખડખડાટ હસતી હોય તેવો ભાસ થયો..

**** **** **** ***** *****

લાઈબ્રેરી માંથી છુટ્ટા પડ્યા...કોરિડોર માં મહેક એની સહેલી ઓ થી વીંટળાયેલી હતી
..તો કંઈ મેળ નઈ આવે .એમ સમજી..
એક બાજુ જઈ એકાંત ..બેઠક પર બેઠો .

થોડીવાર થઈ ...
બાજુમાં મહેક ઊભી હતી ..

હેલો..અરુણ, હાઉ આર યુ.!!!

ટનાટન..!! હું હસ્યો..

તમે..?

અમે પણ..એમજ..ટનાટન..!!
મહેક નું સ્મિત..ખડખડ્યું..

બેઠક પર બેસવા મે ઇશારો કર્યો..પણ
એ બેઠી નહિ..

It's ok..બોલી..

હું સમજી ગયો..મારી બાજુ માં નહિ બેસે .માટે હું પણ ઉભો થઇ ગયો..

મારા આ વર્તન ને એ સમજી ગઈ ..
અને ચાલતા ચાલતા વાત કરવા રાજી થઈ..

તું ક્યાં સબજેક્ટ માં ભાગ લઈશ..એ બોલી..

આપણને એકેય ન ફાવે.... મે કહ્યુ..

તો પણ,ભાગ તો લેવો પડે ..બોલી

ના..સોરી..મારાથી નહિ થાય..
મે કહ્યુ....

તમારા મિત્રો કહશે તો..?
ચપટી વગાડતાં બોલી..

તો પણ..નહિ..!
મે કહ્યુ..

હું કહું .તો .?
મહેક શરમાઈ..બોલી

હું સ્થિર થઈ ગયો..

એણે ફરીથી પૂછ્યું..બોલો..?

આપને હું ના નહિ કહી શકું .

તો..હા કહી શકો..? એમ ને...!!
ત્રાંસી નજર થી મારી સામે જોવાનો પ્રયત્ન કરતી... હોંઠ ને દાંતો ની વચ્ચે દબાવતી સ્મિત સાથે બોલી..


હા,પણ મને કઈ આવડશે નહિ..કોઈ સબ્જેક્ટ મારે ....?

મારા માટે ભાગ લો છો તો..વિષય પણ હું જ નક્કી કરીશ.... મારી વાત વચ્ચે કાપતા ધીમે ધીમે બોલી

હા,પણ..મિત્રો ની વચ્ચે ઈજ્જત રહી જાય એવું કંઇક કરજો...
વગર સાપે લાકડી ન ટુટી જાય એનું ધ્યાન રાખજો...

એ તો હું નક્કી કરીશ... તમતમારે તૈયારી ચાલુ કરી દો... બાય.. મહેક  સહેલી સાથે ચાલી નીકળી...

હું તો એના માટે તૈયાર છું..જે પણ વિષય આપે...!!

પણ શું...હું એને વિષય આપુ..અને એ ભાગ લેવા તૈયાર થાય..?

કદાચ...હા,
કદાચ...ના...

પણ, આપણામાં ક્યાં હિંમત છે .. એને કહેવાની ..!!!!
હું મન માં ખ્યાલો ના મહેલ બાંધતો...તોડતો...પાછા બાંધતો...અને છેવટે ...તોડી નાખી...મન ને સમજાવતો ..

****** ***** ******* *****


કોલેજના કેમ્પસ માં બધા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા છે..
દરેક સ્પર્ધક પોતાના પરિણામ જાણવા તીવ્ર તાલાવેલી થી રાહ જોવે છે..
સ્ટેજ પર પ્રિસિપલ, આર્ટ પ્રોફેસરો, ઇન્વાઇટ મહેમાનો અને ખાસ મુંબઈ થી ઘનશ્યામ સર ના ફ્રેન્ડ અને ફિલ્મ કલા જગત ના ખ્યાતનામ પ્રોડ્યુસર/દિગ્દર્શક કેતન શર્મા..ઉપસ્થિત છે ..

અરુણ...મહેક ના કહેવાથી યુવા મહત્સવમાં ભાગ લે છે..વિષય માં સ્વરચિત ગીત પસંદ કરે છે..

પણ,કોઈ હરીફ ના હોવાથી .અરુણ ના ગીત ને સહુ ના સામે સ્ટેજ પર રજૂ કરવા કહેવામાં આવે છે...


અરુણ.. પોતાના ગીત ને સ્ટેજ પર જઈ ..રજૂ કરે છે...


આગળ...ભાગ ૧૫..

હસમુખ મેવાડા..

***

Rate & Review

Verified icon

sam 3 day ago

Verified icon

Jignesh 2 month ago

Verified icon

Yuvrajsinh 2 month ago

Verified icon

Neelam Luhana 2 month ago

Verified icon

Yatri Pithava 2 month ago