બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ 9

મારા હાથમાં આવેલી ચિઠ્ઠી મા નામ હતું.... "મહેક"

હેલો.. ફ્રેન્ડ્સ,
આપણે પાસ્ટ માં જોયું.. નેહા ના જન્મદિવસની ઉજવણી મા રમત રમવામાં આવી..... નિયમ મુજબ ચિઠ્ઠી મા નામ આવે તે.. ચિઠ્ઠી મા નામ વાંચનાર ના સવાલ મુજબ અનુસરે....

અરુણ ની ચિઠ્ઠી મા મહેક નું નામ આવે છે....

હવે આગળ.... ભાગ 9....

હું એની તરફ નજર કરી સવાલ કરું એના પહેલાં જ એની આંખો ના સસ્નેહ ઇશારા મારા દિલ પર ધબકારા ને તીવ્રતા આપતાં હતાં...
સિમ્પલ સવાલ માટે આજીજી કરતી મહેક ની નજર ને હું દિલ થી સમજી શકતો હતો...

મારો સવાલ હતો....

તમે.. કોઈથી પ્રેમ થયો છે...?
તમારો જવાબ હા હોય તો...  એનું નામ.. બતાવો...

અને જવાબ ના હોય તો...આજની પાર્ટી માટે દરેક મિત્રો ને આઇસક્રીમ તમારા તરફથી....
..

મહેક ની મુસ્કાન વાળી સુરત પર આછું આછું ગ્રહણ લાગ્યું...

એ વિમાસણમાં પડી ગઈ...

કોઈ ને પ્રેમ કરે છે.. તો નામ આપવાનું....
મતલબ, સહુ ની સામે જાહેર કરવાનું કે હું પણ કોઈથી છૂપી રીતે અફેર માં છું...

અને, નહિતો પાર્ટી ને મિજબાની આપવાની.... મતલબ
એક હજાર..પંદર સો.... નો ખર્ચો,
પોકેટ મની.. બહાર ની વાત હતી...

મહેક ગૂંચવાઈ ગઈ....

સવાલ નો જવાબ.... કેવી રીતે જાહેર કરું...
પોકેટ મની.. બજેટ વગર આઇસક્રીમ....?

એ વિચારો માં લીન થઈ ગઈ.. એના ચહેરા પર ઉપશી આવતા અક્ષરો ને હું વાંચી રહ્યો હતો...

મને મારું અંતર ટકોર કરતું હતું કે... તે આવો સવાલ કરી મહેક ની લાગણી ને દુભાવી છે.. મહેક સાથે આવી રમત રમી.. તે એના નજર માં ખરાબ પ્રદર્શન કર્યું છે...

પણ, હવે મારાથી ક્વેશ્ચન પાછો ખેંચી શકાય તેમ પણ નહોતું...

હું શું કરી શકું...?
હું ખુદ ટેન્સન ગ્રસ્ત થઈ ગયો...

ત્યાં તો મહેક ની સહેલી નેહા, ખુશી વગેરે.. 10 ગણી એ ત્યાં સુધી જવાબ આપવા નું કહી.. કાઉન્ટ ચાલુ કર્યું...

મહેક ની આંખો.. મારી નજરો થી અવાર અવાર અથડાતી હતી... એની આંખો માં માદૂકતાં.... ફિક્કું હાસ્ય હું.. માત્ર જોઈ જ નહી પણ અનુભવી શકતો હતો...

હું ખામોશ થઈ શકું.. તે અશકય હતું...
 મારાં દિલમાં પ્રગટ થતાં I'm sorry ના તરંગો.. મહેક ના હ્રદય સુધી પહોંચી પાછા ફરતાં હતાં...

હું ખામોશ હોવા છતાં  દરેક મિત્રો સામે ચાઈ નીજ હાસ્ય વેરતો હતો...

છેવટે, મેં હિંમત કરી..
મહેક, તમને કોઈ થી પ્રેમ નથી થયો..યા નથી કર્યો તો... ચિંતા ન કરશો...

આપણે મિજબાની કરી નાખીએ..
ઓરિજનલ સ્મિત સાથે મેં મહેક ને કહ્યું,
મહેક, સૂનમૂન હતી... કારણ પૈસા હોઇ શકે... કદાચ,
એમ સમજી.. મેં મહેક ને ફરીથી કહ્યું..
તો હું આઇસક્રીમ ની વ્યવસ્થા કરું...!
મહેક ના ઈશારા ને હું કેચ પકડી શક્યો... મને લાગ્યું મહેક ની ચિંતા ઓછી થઈ જાય.. જો હું હાલ પૂરતું આઇસક્રીમ નું પેમેન્ટ કરી દઉં તો..

અરુણ, હા તો મારા તરફથી દરેક ને આઇસક્રીમ પાર્ટી પાક્કી...

દરેકે દરેક મિત્રોએ ખુશી થી બૂમાબૂમ કરી મુકી.. ત્યાં જ મહેક મારી પાસે આવી..
અરુણ, તમે વ્યવસ્થા કરો.. હું હિસાબ કાલે આપી દઈશ....

મે માત્ર આંખો થી હા કહી....મહેક ના દિલ પર ઠંડક કરી...
પવન અને વિજય ને  બઝાર થી આઇસક્રીમ માટે મોકલ્યા...
મહેક ના ચહેરા પર ખુશી ની લહેરો હું જોઈ શકતો હતો..
હા, મહેક પણ થેન્ક્સ.... કહેવા કોશિશ કરતી હતી પણ, સહુની સામે કઈ વાત માટે થેન્ક્સ કહ્યું.. એ પણ એક સવાલ થઈ જશે...  એવું વિચારી કદાચ અંતરથી આભાર માની રહી હોય તેમ... આંખો થી હસતું અને હોઠો થી મહેકતું... એક ક્ષણ,એક પળ મને સ્થિર કરી દે તેવું સ્મિત મોકલ્યું....
મેં thums up કરી રિપ્લાય આપ્યો.. એને સ્વીકાર્યો પણ ખરો.... 
ગુપચુપ.. થતી આપલે નું વાઈફાઈ નેહા ના માણસપટ પર એક્ટિવ થતું હતું.... એની  નજર CCTV કેમેરા ની જેમ કાર્યરત હતી....

Thanks all.. 
આગળ આવતા રવિવારે... 

Send mi new ideas for love.. My watsup 9913002009
બસ કર યાર
© hasmukh mewada ? 

***

Rate & Review

Mir Z

Mir Z 7 month ago

Jignesh

Jignesh 9 month ago

Jumana Saifee

Jumana Saifee 9 month ago

Yuvrajsinh

Yuvrajsinh 9 month ago

Lala Ji

Lala Ji 9 month ago