બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 7

Part.. 7

ગુલાબ ના તાજા ફૂલો ના ગુલદસતા સાથે અરુણ નેહા ની બર્થ ડે પાર્ટી મા જાય છે.. પણ, નેહા ની ખાસ મિત્ર મહેક ક્યાંય દેખાતી નથી...

હવે આગળ...
બર્થ ડે સમય ની રાહ જોવાય છે.. 10 મિનિટ ની વાર હોય છે..

પવન.. નેહા..

નવો નવો પ્રેમ... કેટલો શુકનિયાળ હોય છે.. હ્રદય ના દરેક દર્દો એકસામટા જાણે મટી જાય છે..
પ્રેમ, વગર ક્યો જીવ ખુશ થઈ શકે..!
પ્રેમ ના પૂજારી ઓ માટે.. દિલ જ એક મુકામ છે, દિલ જ મંદિર છે, દિલ જ ભગવાન છે,..
દિલ જ આત્મા, દિલ જ જીવ, દિલ જ જીવન, દિલ જ અંત.. છે

નેહા અને પવન.. કોલેજ મા એકમાત્ર રમૂજી લવર્સ હતા.. ઓલ ટાઇમ બસ ફની ફની...!
બંને હાથ માં હાથ પરોવી  કેક પર તૂટી પડવા ની રાહ જોતા હસી રહ્યા હતા.. 

હું એમના આ નિખાલસ પ્રેમ ને એકિટશે જોતો રહ્યો..કેટલી તાકાત હોય છે
પ્રેમ માં...
એકબીજાના મન ની વાત.. બોલ્યા કે ઇશારા વગર તરંગો થી જ પહોંચી જાય છે...

હું ખ્યાલો નાં પોટલાં બાંધુ.. ત્યાં તો...
"બધાં રેડી થઈ જાઓ..1 મિનિટ.. બાકી છે.. 60 સેકંડ થી સહુ ડાઉન થી ગણશું..."વીણા એ ઊંચા અવાજથી સહુ ને સતર્ક કર્યાં.. 

ગણતરી ચાલુ થઈ ગઈ.. મિત્રો હર્ષોલ્લાસ સાથે મોટેથી.. 60,59,58,57...ની બૂમો સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા હતા..

ત્યાં જ મોગરા ની સુમધુર ખુશ્બુ થી વાતાવરણ મહેંકી ઉઠયું...
મનમોહક ખુશ્બુ હતી..

20 સેકંડ બાકી હતી... ત્યાં જ કેક ની ઉપર પડતાં પ્રકાશ સિવાય ની લાઇટ બંધ કરવામાં આવી..

વાતાવરણ ખુશ્બુમય હતું.. કેક ના ટેબલ માત્ર પર પડતી રેડ લાઇટ.
 માહોલ ને રંગીન કરી રહી હતી...

5..4..3..2..ane..1ની સાથે ચારે બાજુ રોશની પ્રગટ સાથે..
સહુ મિત્રો.."હેપી બર્થ ડે નેહા" સાથે બુમા બુમ કરી દીધી....
નેહા દ્વારા કેક કાપી..કેક નો ટુકડો પવન ના મોઢા સામે કરે ત્યાં જ મહેક વચ્ચે આવી ગઈ.. અને કેક નેહા ના હાથ માંથી લઈ.. નેહા ના મેકઅપ ચહેરા ને કેક અપ કરી નાખ્યો...
નેહા એ પણ, મહેક ના મધુરા ફેસ ને ચૉકલેટ જેવો કરી દીધો...
બધાં ખુશી મા હતા...
મારી ઉપર અચાનક.. મહેક ની નજર પડી...
એનું આછું આછું સ્મિત મારા તન.. અંતર માં ઉષ્મા પ્રગટાવતું હતું.. મહેક ની નજરો કમણગારી હતી... કોઈ પણ ના હ્રદય પર કાયમ વસી જાય તેવી એની અદા ઓ.. સહુ ને.. મોહિત કરતી હતી...

હું મહેક ની અછાંદસ નજર સામે ન ટકી શક્યો.. હુ ડર અનુભવતો હતો... કદાચ, દરેકે દરેક મિત્રો ને ખબર પડી જશે.. ને મારા નામ સાથે મહેક.. આખી કોલેજ મા પ્રસરી જશે... તો..,

મહેક.. નેહા અને મિત્રો સાથે મસ્તી કરી રહી હતી... દરેક મિત્રો ખૂશ હતા...

પણ, હું...
હા, હું પણ એક બાજુ છાનો માનો મહેક ના ચહેરા પર અવારનવાર બદલાતા હાવભાવ જોઈ... દિલ ને અભિનંદન આપતો હતો...

મારે.. મહેક ને કહેવું હતું..
મહેક, તું જો.. તારા દિલ મંદિર નો પ્રથમ પૂજારી હું જ છું...
મહેક, હું તને પાગલ ની જેમ અંતર થી પ્રેમ કરું છું...
હું ય.. તારા ઉપવન નો ભમરો છું... મહેક,..
મારા દિલ મા ખૂબ અરમાનો પ્રગટ થાય છે પણ...! 

હું આજ સુધી એકાંત રહ્યો છું.. માટે મારા પ્રેમ ને તારી સમક્ષ રજૂ નથી કરી શકતો... 
હા, તું મારી કમજોરી ને મારી નબળાઇ ન સમજજે.. હું એક દિવસ જરૂર મારા હ્રદય માં તારી સરગમ ની ધૂન વગાડિશ.... અને આખાય જગતમાં એની ધૂન સંભલાવીશ... તું.. જોજે, મહેક... તું મહેંકી ઉઠીશ, 

હું.. વિચારો ના વાદળ માં પૂરેપૂરો લીન થઈ ગયો હતો.. ત્યાં જ મહેક દ્વારા એક સૂચના અપાઈ.... 

દરેકે દરેક મિત્રો હવે રમાનારી રમત મા ભાગ લેશે... અને રમત ના નિયમો ને અનુસરશે.... જે નિયમ તોડશે તેને.. બધા મિત્રો નક્કી કરશે તે કરવું પડશે... 

આગળ આવતા રવિવારે... મળશુ 
Thanks to all.. 😊 
Hasmukh mewada

***

Rate & Review

Verified icon

Jumana Saifee 2 month ago

Verified icon

Yuvrajsinh 2 month ago

Verified icon

Kinjal Barfiwala 2 month ago

Verified icon

Lala Ji 2 month ago

Verified icon

Neelam Luhana 2 month ago