Circle - 2 books and stories free download online pdf in Gujarati

સર્કલ - ૨

(ભાગ-૧ ને આપેલા પ્રતિસાદ બદલ આભાર.નવા વાચક મિત્રોં ને વિનંતી કે ‘સર્કલ’ નામે પ્રકાશિત ભાગ-૧ વાંચે.હવે આગળ.........)

આમ તેમ પડખા ફેરવતો રહ્યો પણ ગમે તેટલા પ્રયત્નો છતા પણ તે સૂઇ શક્યો નહતો.કંટાળી ને તેણે light On કરી.રાત્રીના ત્રણ વાગ્યા હતા.અચાનક તેના મનમાં ક્રીશા નો ખ્યાલ આવ્યો.તેને તો મિહિર સાવ ભુલી જ ગયો હતો. હમણા બે દિવસ પહેલા તો હાથમાં હાથ નાખી સુખ-દુખ મા સાથે રેહવાના વચન આપ્યા હતા અને આવા અણી ના સમયે જ પોતાની પ્રિયતમાં નો ખ્યાલ ના આવ્યો?. પોતાની જાત પ્રત્યે થોડો અપરાધ ભાવ અનુભવવા લાગ્યો મિહિર.પ્રત્યેક વિતતા પળે તેની ક્રીશા સાથે વાત કરવાની તાલા-વેલી વધતી જતી હતી.અધીર બની તેણે પોતના મોબાઇલ ફોન માટે આમ-તેમ ફાંફા મારવાના શરુ કર્યા.થોડા પ્રયત્નો પછી ખ્યાલ આવ્યો કે આજ સવારે મેચ પહેલા તેણે ફોન બેગમા મૂક્યો હતો.લોક સ્ક્રીન પર જ ’28 new messages from krisha’ એવી નોટીફિકેશન વંચાઈ.મિહિર ને ખ્યાલ આવી ગયો કે મનામણામાં સવાર પડી જશે.

“ hii અને sorry આજની મારી તમામ ભૂલો માટે! ” મિહિરે મેસેજ કર્યો.

લગભગ પાંચ એક મિનિટ સુધી રિપ્લાય ન આવ્યો.સમય નુ ભાન હોવા છતા પણ મિહિર ને ખાતરી હતી કે ક્રીશા પણ જાગતી જ હશે.

“ sorry યાર....મને ખબર છે તુ જાગે છે. પણ સંજોગો જ એવા ઉભા થયા કે હું વાત કરવાનુ જ ભુલી ગયો. Sorry સ્વીકારી લે ને હવે...પ્લીઝ....? ” મિહિરે ફરી મેસેજ કર્યો.

“ ના વાત ના કર તુ મારી સાથે , મારે તારી કોઇ વાત નથી સાંભળવી. Good-Bye.” લગભગ પાંચ એક મિનિટ પછી સામે છેડેથી મેસેજ આવ્યો.

આમ તો ક્રીશા સમજદાર હતી.મિહિર ને પણ આશા હતી કે તે સંજોગો સમજશે અને સહાનુભૂતિ આપશે.પણ તેના તરફથી પણ આવેલો આવો સંદેશ વાંચીને તેને લાગી આવ્યુ.તેનો ગુસ્સો હવે ધીમે-ધીમે બેકાબૂ બનતો જતો હતો.

“ ok , Bye and thank you for memories” એવો મેસેજ કરી તેણે ફોન સ્વીચ-ઓફ કરી દીધો.

મિહિરના મનમાં વિચારો નુ ઘમાસાણ યુદ્ધ ચાલતુ હતુ. હવે શુ થશે, શુ નહિ? તેની કઇં જ ગતાગમ પડતી ન હતી. છેલ્લા ત્રણ એક વર્ષ મા ક્રિકેટ ને પોતાનુ સર્વસ્વ બનાવી લીધુ હતુ.પોતની જાત ને એક professional cricketer બનતો જોવાનુ સ્વપ્ન તેને રોળાઇ જતુ નજર આવતુ હતુ. અચાનક તેના મનમા એક વિચાર ઉદભવ્યો. તે પથારી પરથી ઉભો થયો. ડ્રોઅર માથી પાકિટ કાઢી ચેક કર્યુ.ફોન માથી સિમ-કાર્ડ કાઢી પાકિટમા મુક્યુ અને ફોન ત્યાંજ મુકી દીધો.સો-સો ની પાંચ નોટો ના સહારે તે શહેર છોડી ચુક્યો હતો.

********

તે ઘડી અને આજ નો દિવસ. આ સમયગાળા દરમિયાન મિહિરે જીવનમા ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા.રીસેપ્સ્નીશ્ટ થી માંડી ડ્રાઈવર સુધી ની તમામ નોકરીઓ કરી ચૂક્યો હતો.ક્રિકેટ નુ ભૂત તો ઘર છોડ્યા ના અઠવાડિયા મા જ ઉતરી ગયુ હતુ પણ જીવન મા કઇંક કરી બતાવવાની જિદ્દે તેને સખ્ખત પરિશ્રમ કરવા માટે પ્રેરિત કર્યો હતો. સમય સાથે આ શહેરતેને પોતાનુ લાગવા માંડ્યુ હતુ.સફળતાઓ સાથે સાથે કામનો ભાર વધતો ગયો અને પોતાના ભૂલાતા ગયા.આજે દેશભર મા તેનો કારોબાર વિસ્તરેલો હતો.મા-બાપ સાથે ક્રિશા પણ ભૂલાઇ ચૂકી હતી.આ આઠ વર્ષ મા કોઇની સાથે વાત કરવાની તેની હીમ્મત ચાલી નહતી.પણ આજે અનાયાસે જ કુદરત તેને ફરી મિહિરને તેની માતૃભુમિ પર લઈ આવી હતી.

********

ત્રણ કપ ચા ખાલી કર્યા બાદ તે હવે કઈંક સારુ અનુભવી રહ્યો હતો.ભૂતકાળ વાગોળી તેના મનમા એક અદ્દમ્ય શાંતિ છવાઈ હતી.તેનુ મન તેને અબધડી એ અંહીથી નિકળી જવાનુ સુચન આપતુ હતુ પણ તેનુ દિલ માનતુ નહતુ.તેને ફરી વાર પેલા જૂના ચહેરા જોવાની ઈચ્છા થઈ આવી હતી.આઠ વર્ષ જૂનો કઠોર પત્થર ધીમે-ધીમે મીણ બનીને પીગળવા લાગ્યો હતો.મિહિરની ભાવનાઓ ના બંધ ખૂલવા લાગ્યા હતા.આજે ફરી તેના મનમા એક વિચાર ઉદ્દ્ભવ્યો જાણે ઇતિહાસ પોતાની જાત ને પુનરાવર્તિત કેમ ના કરતો હોય?.તે મક્કમતા સાથે ઉભો થયો.કાઉન્ટર પર બીલ ચૂકવી ઝડપથી ગાડી પાસે પહોંચ્યો.આંખમા ઝ્ળહળીયા સાથે તેણે ગાડી શહેર તરફ ભગાવી મૂકી.

********

‘કસ્તૂર-નિવાસ’ નેમ-પ્લેટના અક્ષરો હજુ તેમના તેમ જ ચમકતા હતા.વિરાન રણમા જાણે તરસ્યા ને પાણી મળ્યુ હોય તેવી ઠંડક તેના મનમા પ્રસરી.વધેલી ધડકન તેની વર્ષોની ઉત્તેજનાની સાબિતિ હતી.સાથે-સાથે કોઇ ઓળખી ન જાય તેનો ડર પણ હતો અને જેના કારણે તેણે કારની વિંન્ડો ખોલી ન હતી.થોડીક ક્ષણો બસ તે એકીટસે ઘર નિહાળતો રહ્યો.થોડો સ્વસ્થ થતા તેને ખ્યાલ આવ્યો કે ઘરે કોઇ હાજર નથી.આસપાસના મોટા ભાગના ઘરોમા તાળા લાગેલા છે.’જરૂર શહેરમા કોઇ પ્રસંગ હોવો જોઇએ’ તેવુ અનુમાન તેણે લગાવ્યુ.પેલા દૂરથી આવતા અવાજો તેનુ અનુમાન વધુ સાચુ બનાવતા હતા.તે અવાજ મોટા મેદાન તરફથી આવતા હતા અને તે એક માત્ર જગા હતી જ્યા આવા નાના-મોટા પ્રસગો થઈ શકે તેમ હતા.થોડુ વિચાર્યા બાદ તેણે કાર મોટા મેદાન તરફ વાળી.

********

બોલીવૂડ ગીતોનુ સ્થાન હવે લગ્ન-ગીતોએ લીધુ હતુ અને અવાજ ધીમે-ધીમે વધતો જતો હતો.દૂરથી જ દિલ-આકારનુ મોટુ હોર્ડીંગ નજર આવતુ હતુ પણ તેમાના અક્ષરો વંચાય તેટલો નજીક હજુ તે પહોંચ્યો નહતો.ઝાંખપ ધીમે-ધીમે ઓછી થતી ગઈ અને ગાડી એક આંચકા સાથે ઉભી રહી. “ Krisha weds Samyak ”

અને સાથે એ નાજૂક સ્મિત રેલાવતો ફોટો.મિહિરના મનમા શૂન્યવકાશ પથરાઇ ગયો.કોઇ ભાવના રહી નહતી.આમતો હવે તેનો ક્રિશા પર કોઇ અધિકાર નહતો પણ તેમ છતા તે સહમી ગયો હતો.આટલા વર્ષો પછી આજના જ દિવસે તેનુ અહી આવવુ અને આવુ દ્દ્શ્ય જોવા પાછળના કુદરતનો ખેલ તેને સમજાતો નહતો.બધા વિચારો બાજુએ મુકી અને કાર થોડી દૂર પાર્ક કરી તે મંડપ પાસે પહોંચ્યો.

********

એક-એક ફરાતા ફેરા સાથે પોતાના શરીરનુ એક-એક અવયવ ઓછુ થતુ હોય તેવુ અનુભવી રહ્યો હતો મિહિર.થોડાક દૂર જ મમ્મી-પપ્પા ઉભા હતા હાથમા ફુલોની પાંદડીઓ લઈને.ચહેરા પરનો બનાવટી આનંદ અને હદયનો વિષાદ તેમને આજુ-બાજુના મહેમાનોથી અલગ તારવતો હતો.મિહિર બને તેટલો દૂર ઉભો હતો કે જેથી કોઇની નજરમા ન આવે.અનાયાસે જ તેની નજર પપ્પા સાથે મળી.મિહિર બે ધબકારા ચૂકી ગયો.તેના ચહેરાના ભાવો પલટાઇ ગયા.તેને લાગ્યુ કે હમણા પપ્પા બેબાકળા થઈ પોતાની તરફ આવશે,પકડી ને હચમચાવશે અને છેલ્લે માફ કરી દેશે.પણ ના...એવુ કઈં જ ના થયુ.તેમની સ્થિર નજરોમા એક પ્રકારનો ગુસ્સો હતો જેનાથી મિહિર નાનપણથી ટેવાયેલો હતો.મિહિર ને લાગ્યુ કે કદાચ પપ્પા તરફથી આજે તેને જીવનનુ છેલ્લુ ફરમાન મળી ચૂક્યુ હતુ.ક્યારેય પાછુ ના આવવાનુ ફરમાન.ઘણુ-બધુ લઈને આવેલો મિહિર પાછલી થોડીક જ મિનિટોમા પોતાનુ સર્વસ્વ હારી ચૂક્યો હતો.શહેરની સીમા છોડતા જ તેને ખ્યાલ આવ્યો કે જીવનના અતિ મહત્વ ના સર્કલથી તે હમેશ માટે બહાર જઈ રહ્યો છે.

(તમારા પ્રતિભાવો આવકાર્ય છે.બાકી આ વાતો તમારી છે અને શબ્દો મારા! - સમીર સરવૈયા‌)

ઈન્ટાગ્રામ:- sam_sarvaiya

વ્હોટ્સેપ્: 7802880408. )

( સમાપ્ત)