નથણી ખોવાણી - પ્રકરણ -૧૭

આકાંક્ષા  ને ઊંઘ નહોતી આવી રહી . ઘડિયાળ માં જોયું તો  સાડા ચાર  વાગી  ચૂક્યા હતા . એને થોડી ચિંતા થઈ . ફોન લગાવ્યો ,  પરંતુ ફક્ત રીંગ  જ વાગતી હતી . થોડી ઉદ્વિગ્ન થઈ ગઈ.  પળભર માં તો મનમાં હજાર નરસા વિચારો આવી ગયા . ફરી પ્રયત્ન કર્યો . અમોલ ને બારીક ક્યાંક રીંગ  નો અવાજ સંભળાયો.  નજીક ના ટેબલ પર ફોન પડ્યો હતો .  ઉઠાવ્યો  અને જોયું તો આકાંક્ષા નો કૉલ હતો. 
 "હલો "
" હલો  ! ક્યાં છો  ? " આકાંક્ષા એ ચિંતિત સ્વરે પૂછ્યું . 
અમોલ આમ તો આસાની થી કહી દેતો કે  ' તન્વી ના ઘરે છું  ' ;  પરંતુ કોણ જાણે કેમ એ સમયે કશું બોલી ના શક્યો .  થોડો સ્વસ્થ થઈ બોલ્યો , " આવું જ છું  . બધું બરાબર છે ને  ? " 
" હા  ! હજી સુધી શૂટિંગ ચાલી રહ્યું છે  ? " આકાંક્ષા એ પૂછ્યું.
" ના ઑન ધ વે છું . ફોન મુકું છું .  બાય !  "  અમોલ ને મનમાં અપરાધની લાગણી ઉપજી રહી હતી . 

 " બાય" કહી આકાંક્ષા એ  ફોન મુક્યો . ફોન મૂકી અમોલે તન્વી તરફ જોયું .  તન્વી  સમજી ગઈ કે આકાંક્ષા નો ફોન હતો .  ઊભી થઈ ને  અમોલ તરફ આવવા ગઈ પણ થોડી લથડાઇ ગઈ . અમોલે એને ઊંચકી ને પલંગ પર સુવાડી અને દરવાજો ખેંચીને બંધ કર્યો અને ઘર તરફ જવા નીકળ્યો. 

       કારમાં બેઠો . કાર ચાલુ કરવા  ચાવી હાથ માં લીધી હાથ થંભી ગયો . યંત્રવત્ ચાવી નાખી કાર ચાલુ કરી . મનમાં વિચારી રહ્યો ,
  ' આકાંક્ષા ને સમજાવી સરળ છે પરંતુ જો  પપ્પા કે બા જાગી ગયા હશે તો કંઈ રીતે સમજાવીશ . સારું થાય કે હું એ પહેલાં જ પહોંચી જવું . ' 

           ઘરે પહોંચ્યો ત્યારે આકાંક્ષા સિવાય કોઈ ઉઠ્યું નહોતું. એના મન માં થોડો હાશકારો થયો.  સીધો રુમ‌ માં ગયો. પાંચ વાગવા નાં જ હતાં. બા અને  ભરતભાઈ નો ઉઠવા નો સમય થઈ ગયો હતો. તેથી આકાંક્ષા એ ચા બનાવી અને થર્મોસ માં ભરી ટેબલ પર મૂકી અને બૅડરુમ માં ગઈ.

 " ચા લાવું ?" આકાંક્ષા એ પૂછ્યું . 

"ના !  અત્યારે નથી પીવી. " અમોલે કહ્યું.

" કેવું હતું શૂટિંગ ? " આકાંક્ષા એ પૂછ્યું. 

" સરસ ! એકચ્યુલી તન્વી ને લઈ ને પાછો આવ્યો તેથી મોડું થઈ ગયું. " અમોલે પથારી માં સૂતાં સૂતાં કહ્યું.
  
" મને ચિંતા થતી હતી ,  આટલું મોડું થશે એનો અંદાજો નહોતો ;  એટલે ફોન કર્યો .  મોબાઈલ થી કેટલો ફેર પડે નહીં  ? નહીં તો હું કેટલી ચિંતામાં પડી જાત . " આકાંક્ષા એ કહ્યું . 

"હમમમ ! "   અમોલે  થોડા ધીમા સ્વરે કહ્યું.  અને આકાંક્ષા ની પડેલી ફાઈલ પર ધ્યાન ગયું  તો યાદ આવ્યું કે આકાંક્ષા ડૉક્ટર ની વિઝીટ માટે ગઈ હતી. આકાંક્ષા તરફ જોયું અને પૂછ્યું , 
" શું કહ્યું ડૉક્ટરે ? બધું બરાબર છે ને ? " 

" હિમોગ્લોબિન થોડું ઓછું આવ્યું છે રિપોર્ટ માં. આવતી વિઝીટ માં તમને સાથે લઈ આવવા કહ્યું છે. તમને હમણાં તો ક્યાંય બહાર નાં દેશ માં નથી જવાનું ને ?" આકાંક્ષા એ પૂછ્યું.

" કદાચ આવતા મહિને થાય . હજુ કાંઈ નક્કી નથી  . બે ત્રણ દિવસમાં  ખ્યાલ  આવી જશે . "  અમોલે કહ્યું. 

બહાર કાંઈક ખખડાટ થયો , " બા ઉઠી ગયા લાગે છે . "  કહી આકાંક્ષા બહાર ગઈ. 

          અમોલ પથારી માં સૂતાં સૂતાં વિચારી રહ્યો.  '  આકાંક્ષા થોડી વધારે જ સમજદાર છે.  બીજી કોઈ સ્ત્રી હોત તો કદાચ એણે શંકા કરી કેટલાય ત્રાગા કરી દીધાં હોત !  પણ આકાંક્ષા નાં મોઢા માં થી એક ફરિયાદ નથી  નીકળી. એવું કેવીરીતે બને ? કે પછી એવું તો નથી….. ને…..કે……. આ વાવાઝોડા પહેલાં ની શાંતિ હોય …… ??!!!  ' 

    એટલા માં ફોન  માં   મેસેજ આવ્યો . બિઝનેસ મિટિંગ ફીક્સ કરવાં માટે. એણે મેસેજ  નો જવાબ  લખ્યો.  મોબાઈલ ને ચાર્જ કરવા મૂક્યો અને થોડી વાર સૂઈ ગયો . આંખ ખુલી તો નવ વાગવા આવ્યા હતા. ફટાફટ બાથરૂમ માં ગયો. આકાંક્ષા રુમ માં આવી અને જોયું તો અમોલ બાથરૂમ માં હતો. મોબાઈલ માં મેસેજ નો  બીપ ટૉન આવ્યો.
સહજતા થી જ એ મેસેજ જોવા જતી જ હતી કે અમોલ બાથરૂમ માં થી બહાર આવ્યો.

" નાસ્તો તૈયાર છે. " આકાંક્ષા  બોલી.

 " આવુ જ છું ." અમોલ કહ્યું . 

મોબાઈલ ચેક કર્યો . તન્વી  નો મેસેજ હતો .  " મને કહ્યાં  વગર કેમ જતો રહ્યો .  મિસ  યુ અ લોટ ! સાંજે જલ્દી આવજે . બાય . " 

" તન્વી પણ છે ને ! ના પાડી છે તો પણ મેસેજ કરે છે. !!!"  અમોલ મનમાં  ગણગણ્યો. ફટાફટ નાસ્તો કરી ઑફિસ જવા નીકળ્યો .
કાર માં બેસી ને તન્વી ને કૉલ કર્યો. તન્વી એ ફોન ઉઠાવતા ની સાથે કહ્યું , "  બોલો જાન . " 

" તું મારી જાન કઢાવીશ એક દિવસ !   ના પાડી છે  ને  મેસેજ કરવાની ! " અમોલે થોડા ગુસ્સામાં કહ્યું . 

" સોરી  ! એમાં આટલો  નારાજ શું  થાય છે  ?  અને  આજે કહી ને આવજે કે તારી રાહ ના જોવે . "  તન્વી એ અમોલ ને   શાંત પાડતાં કહ્યું.  

" સારું ! બાય ! મુકું છું ફોન ! " અમોલે કહ્યું.

"આઈ લવ યુ જાન ! "  તન્વી એ કહ્યું.

"લવ યુ ટુ ! " કહી અમોલે ફોન મૂક્યો. 

    આકાંશા પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગઈ .ત્યાં તો ફોન રણક્યો .  દમયંતીબેન નો ફોન હતો .  "  અમોલ ને કહેજો મારી આવતા મહિનાની ટિકિટ કરાવે . અનન્યા ની સાસુ નું ઘુંટણ નું ઓપરેશન થઈ ગયું છે અને હવે એમની તબિયત સારી છે.  તો હવે અહીં રહીને શું કરું…. કૃતિ શું કરે છે  ? " દમયંતીબહેને   પૂછ્યું  . 

"  કૉલેજ ગઈ છે .  અનન્યા ની  તબિયત  તો  સારી છે ને ?  દેવેશકુમાર  કેમ છે  ?  " ભરતભાઇ એ પૂછ્યું . 

" મજા માં છે   .  બહુ સાચવે છે અનન્યા ને !  ઘણી  વાર તો મને આરામ કરવાની ફરજ પાડે છે .  બહુ સમજુ છે .   " દમયંતીબહેને  જમાઈ ના વખાણ કરતા કહ્યું .

"  સરસ !  સરસ  ! આ લે  આકાંક્ષા ને ફોન આપું છું  . કહી  ભરતભાઈ એ   આકાંક્ષા ને  ફોન આપ્યો . 

"  કેમ છે  ! આકાંક્ષા બેટા !  તબિયત કેવી રહે છે તારી ?   દમયંતીબહેને  પૂછ્યું. 

" સારી છે. બા છે એટલે સારું લાગે છે. " આકાંક્ષા એ કહ્યું.

"બસ આવતા મહિને આવું છું. તારો  ખોળો  ભરવા ની પણ તૈયારી કરવા ની છે. તારું ધ્યાન રાખજે. વ્યવસ્થિત સમયે જમી લે જે. " દમયંતીબહેને કહ્યું.

"તમે સહેજેય ચિંતા ના કરશો. " આકાંક્ષા એ કહ્યું. અને પછી બધાં નાં ખબર અંતર પૂછી ને ફોન મૂક્યો. 

"ચલો ! સરસ ! એ આવે તો તારે સારુ પડે. હું તને શું મદદરૂપ થઈ 
શકું. " બા એ કહ્યું. 

  " તમે છો તો ગમે છે. હું કરી લઉં છું ને ધીરે ધીરે અને કૃતિ બહેન થી થાય એટલી મદદ તો કરે છે ને ! " આકાંક્ષા એ કહ્યું.અને પાછી નિત્યક્રમ મુજબ કામો માં અટવાઈ ગઈ. 
 
            અમોલ સાંજે તૈયાર થઈ ને નીકળ્યો અને ઘરે કહી ને ગયો કે આવતા મોડું થશે તેથી  રાહ ના જોતા. તન્વી ને લેવા એનાં ઘરે ગયો. તન્વી  આકાંક્ષા ની  કાંજિવરમ સાડી સુંદર લાગતી હતી. અને પાછી નથણી જે આકાંક્ષા એ લગ્ન સમયે પહેરી હતી. અમોલ ની સામે આકાંક્ષા ની લગ્ન સમય ની ઝલક આવી ગઈ. કાર માં બેસી સેટ પર ગયા. 

           આંખો અંજાય જાય એવી પાર્ટી જામી હતી ; ઉંચા અવાજે  મ્યુઝિક ;  લબક ઝબક લાઈટ . તન્વી એ અમોલ ની ઓળખાણ કરાવી ' બૉય ફ્રેન્ડ '  તરીકે.  બધાં ને નવાઇ લાગી.કોઈ દિવસ કોઈ વાત નહીં અને આજે એકદમ બોય ફ્રેન્ડ?  પાર્ટી  ખૂબ એન્જોય કર્યા બાદ લગભગ બે  વાગ્યે  ઘર જવા નીકળ્યા. તન્વી પર હજી પાર્ટી  હાવી હતી. 

" તારી સાથે ડાન્સ કરતો હતો એ કોણ હતો? "  અમોલે થોડા કડક અવાજ માં પુછ્યું.

" મારો કૉ- સ્ટાર ! અમને એકબીજા સાથે બહુ ફાવે છે ! " તન્વી એ ફટાક થી જવાબ આપ્યો. 

" તમે થોડા વધારે જ નજીક નહોતાં થઈ ગયા  ડાન્સ કરતાં !" અમોલ ધીરે ધીરે ચોખવટ પર આવી રહ્યો હતો. 

" ડાંસ તો કરતાં હતાં !  તને જલન થતી હતી ? " કહી તન્વી એ અમોલ નાં ગાલ પર ટપલી મારી. 

અમોલ થોડો અકળાયેલો લાગ્યો. તેથી તન્વી એ ચોખવટ કરી કરી ,
 " એને હું ગમું છું અને એણે મને પ્રપોઝ પણ કર્યું હતું પણ અમારા વચ્ચે એવું કાંઈ નથી. " પરંતુ અમોલ હજી તન્વી ની વાત પૂર્ણ રુપે સ્વીકારી નહોતો શક્યો , તેથી તે ચૂપ જ રહ્યો. એનું કાંઈ જ ના બોલવું તન્વી ને ખટક્યું. તેથી એણે થોડા  ગુસ્સા માં કહ્યું, " એટલે તું મારા પર શક કરું છું? " પરંતુ અમોલ કશું પણ બોલ્યા વગર કાર ચલાવતો રહ્યો. અને તેથી તન્વી હજી વધારે ખીજાયી.  અને કહ્યું " તું કાંઈ બોલીશ  હવે !"  

" હા! એજ કે મને ઉલ્લુ બનાવવા નું બંધ કરી દે.!!!!   સારું થયું હું આવ્યો અને મારી આંખે જ જોઈ લીધું.. " અમોલે ગુસ્સા માં કહ્યું. 

" એટલે ? તને મારા પર વિશ્વાસ નથી ?  " તન્વી એ કહ્યું.

 અમોલ ફરી ચૂપ થઈ ગયો. અને જાણે પોતાને શાંત કરવા ની કોશિશ કરતો હોય ! 

        તન્વી  પણ ચૂપચાપ રહી  . ઘર આવી ગયું હતું. ઘર માં જતાં જ તન્વી સીધી રડતી રડતી પલંગ પર પછડાઈ ને સુઈ ગઈ. અમોલ એટલા ગુસ્સા માં હતો કે એણે તન્વી ને મનાવવા ની જગ્યા એ  વોડકા પીવા નું પસંદ કર્યું. 

        બે પૅગ માર્યા પછી પલંગ પર ગયો અને તન્વી નાં વાળ માં હાથ ફેરવતાં કહ્યું , " ગુસ્સો આવી ગયો હતો મને !  પરંતુ તું હવે થી એના થી દૂર રહેજે. " કહી એને પોતાની તરફ ખેંચી . તન્વી પણ જાણે અમોલ ની બાહો માં લપાઈ ગઈ. 

      સવારે બૅલ વાગ્યો. બન્ને માં થી એક ને પણ ઉઠવા ની ઈચ્છા નહોતી થઈ રહી,  છતાં અમોલે  ઉંઘ માં બારણું ખોલ્યું. સામે ગૌતમ ઊભો હતો.…. . ક્ષોભ અને આંચકા થી  !!!!  બન્ને એકબીજા ને જોઈ રહ્યા !!!!!!

(ક્રમશઃ )

***

Rate & Review

Darpana

Darpana 1 month ago

Sudhirbhai Patel

Sudhirbhai Patel 8 month ago

mili

mili 11 month ago

Rajni Dhami

Rajni Dhami 11 month ago

Bhavin

Bhavin 12 month ago