બસ કર યાર ભાગ - 5 (સંવેદન પ્રેમ સ્ટોરી)

ભાગ - 4, માં જોયું.... 
રૂમ નંબર 45...ની સામે એક બેઠક પર બેસવા આગળ વધીએ.. ત્યાં જ.. મહેક ની રૂમ નો દરવાજો ખુલ્યો..

નમસ્કાર.. મીત્રો, 
આપ સહુ નો ફરીથી આભાર.!! 
બસ કર યાર ભાગ 5, આપની સમક્ષ 
મુકતા ખુશી અનુભવુ છું 

Part-5.. 

ડોક્ટર અને નર્સ સ્ટાફ રૂમ થી બહાર નીકળયા..હું વિજય ને ઇશારો કરી રૂમ માં દાખલ થયો...

સામે જ સીધોચટ ડાબો પગ લંબાવી ને મહેક પલંગ પર સૂતી હતી.. સફેદ રંગના એનાં વસ્ત્રો....રૂમ ની સફેદ ભીંત...સફેદ બારી બારણા... એમાંય પગ પર સફેદ પ્લાસ્ટર... મેચીંગ થતું હતું..
 શ્વેત મોગરા ની ખુશ્બુ થઈ રૂમ નું વાતાવરણ મહેંકમય બનયું હતું..
રૂમ માં બીજા બે જણ હાજર હતા જ... કદાચ મહેક ની દેખરેખ માટે અનામત હસે..

હું મહેક ની સામે પ્રથમ વખત થયો.. એને નિર્દોષ નજરે જોઉં લઉં.. એના પહેલા.. મહેક ની સાથે રહેલ એક યુવતી દ્વારા ટેબલ પર બેસવા ઇશારો થયો..

હું ટેબલ પર અટકયા વિના બેસી ગયો...
મારી નજર મહેક ની નજર થી શરમાઈ રહી હતી..
હું મન ની આંખો થી.... કલ્પ્ના માત્ર થી... વારેધડી.. એને જોવાનો નક્કર પ્રયાસ કરી રહ્યો હતો.. ત્યાં જ "થેન્ક યુ"  ઇમોશનલ વર્ડ મારા કાન ના પડદે અથડાયો....

અવાજ મહેક નો હતો...

 વળતા જવાબ માં હ્રદયે સર્જેલા અને સંઘરી રાખેલા બધા જ તરંગો ના એક સામટા ઘા કરવાં હું માત્ર "ઇટસ ઓકે" કહી આછું સ્મિત ચહેરા પર લાવી શક્યો...

મહેકે પણ સ્મિત ના સિમ્બોલ પર ટચ કરી એના વાળ ની લટો ને એકબાજુ કરતા.... ફોરવર્ડ કર્યું...

મેં હ્રદય માં આવેલા આ મેસેજ ને વાર વાર જોવા પ્રયત્ન કર્યો... પણ, કઠિન હતું.. જોવાનું..!!

હું શાંત ચહેરે.. એના અવાજ ની પ્રતીક્ષા કરતો હતો.. ત્યાંજ મહેક ની હેલપર યુવતી એ ચા નો કપ મારી સામે રાખ્યો... હું ના ન પાડી શક્યો...

"અરુણ" હું જયા સુધી રેડી થઈ જાઉં ત્યાં સુધી.. મારુ કામ કરશો ને...? મહેક ની અવાજ માં કોમળતા હતી..

"હા, જરૂર"..
હવે કેવુ છે..બીજી કોઈ પરેશાની, કેટલા દિવસ અહીંયા રોકાવાંનું, વગેરે સવાલો નો ઢગલો એકસાથે.. મહેક સામે કરી નાખ્યો..
મારા સવાલો ને ઢગલા માંથી છૂટા પાડી જવાબ આપે તે પહેલાં જ મહેક ના ફેમિલી મેમ્બર ટીફીન સાથે હાજર થઈ ગયા...
હું એમનાથી અજાણ તો હતો જ....
માટે મેં હૉસ્પિટલ થી બહાર જવા મહેક ને આંખોના ઇશારે રજા માંગી.....
મહેક ના સ્મિત સંકેત થી હું બહાર નીકળવા ઉભો થયો..

"અરુણ, તમારો મોબાઇલ નંબર" મહેક ના આ સવાલે મારા મન, હ્રદય ને આનંદિત કરી દીધું..

મે ઝડપભેર નંબર આપ્યો... પણ, મારા મા મહેક પાસે નંબર માગવાની હિંમત ન થઈ શકી....

 હોસ્પિટલ થી પાછા ફરતાં વિજય મારા ચહેરા પર થતા ફેરફારો ને જાણે ભણતો હોય તેવો આભાસ મને થયો..

અરુણ, મહેક વિશે મનમાં શું ચાલે છે..? છેવટે, વિજય બોલ્યો..

કંઈ નહીં, પુસ્તકાલય બાબતે મળવા આવેલો.! મેં ચહેરા પર ગંભીરતા લાવી જવાબ આપ્યો..

મારી સ્થિતી ને વિજય જાણી ગયો હતો... પણ, મને કહેતા કદાચ શરમ અનુભવતો હતો...

_____ ____ _____ ______ ___

મોબાઇલ પર આવતો દરેક અજાણ્યો ફોન.. મને મહેક ની યાદ અપાવતો....
હું પણ એક પળ માટે પણ, મોબાઇલ બંધ ન થઈ જાય.. તેની કાળજી રાખતો....
આજે તો ફોન આવવો જ જોઈએ.. તેવા અરમાનો સાથે મોડી રાત સુધી જાગતો, વહેલા ઊભા થઈ જવું, થોડી થોડી વારે..મેસેજ ચેક કરવા, વગેરે બાબતો વિજય ને સંકેત કરતી હતી કે "અરુણ" કોઈ પરેશાની મા છે...

Continues to part 6...
Reply 9913002009 
Hasmukh mewada 

***

Rate & Review

sam 20 hour ago

Jumana Saifee 2 month ago

Yuvrajsinh 2 month ago

Kinjal Barfiwala 2 month ago

Lala Ji 2 month ago