બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)

સવારથી બધા વિદ્યાર્થીઓ ખુશ હતા ..
કારણ આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ... એક બીજા થી બધા મિત્રો અલગ થઈ જશે... પછી તો ક્યારે,ક્યાં અચાનક મળવાનુ થશે કે નહી..

કોલેજના દિવસો કેટલા ઝડપી પસાર થઈ ગયા ખબર પણ ન પડી...
હજુ આવતી કાલે જ તો હું  મારું ગામ છોડીને મા બાપુજી ના અરમાન ને પાંખો આપવા.. શહેર આવેલો...

 મારી નાની બહેન..એની ખામોશી.. એની સજલ આંખો..
ના જાણે કેવા તોફાનોને અટકાવી ચહેરા પર આછું સ્મિત લાવી... મને પરાણે શહેર જવાની સજા આપી... વિદાય કરવા ગામને પાદર આવેલી...હું એના ચહેરા ને ભણી લઉં એના પહેલા જ એણે ટીખળ કરી ... અરૂણ..?
કોલેજ મા સુંદર છોકરી પસંદ કરી લે જે....
અને મા આગળ મને શરમાવી નાખેલો....દૂર થી આવતી બસે હોર્ન વગાડી સહુ મુસાફરો ને સતર્ક કર્યા....
બસ માં હું પણ મારી રાહ જોતી બેઠક પર જઈ બેસી ગયો...આજે વધુ પડતી ટ્રાફિક હતી... કારણ ઘણા સ્ટુડન્ટ્સ આગળ ભણવા શહેર ના રસ્તે હતા...... અને એમાય ગામમાં થી શહેર જવા માટે એક જ બસ આવતી...

આમ તો મારા ગામ થી શહેર 6 કલાક ના અંતર માં જ હતું... બસ પણ મને જલ્દી થી ગામ છોડાવવા પૂર ઝડપે શહેર તરફ આગળ વધી રહી હતી.. એમાં વાગી રહેલા એક ગીત માં હું.. ખોવાઇ જઈ ઉંઘી ગયેલો...

બસ એક સ્ટોપ પર થોડીવાર અટકી.. ત્યારે કંડક્ટર ની બૂમ "ચા - પાણી માટે 10 મિનિટ બસ રોકાશે."થી મારી આંખ ખુલી... મુસાફરો..ચા પાણી માટે નીચે ઉતર્યા...
હું હજી બસ મા હતો.. ત્યાં જ મોઢાં પર રંગબેરંગી દૂપટ્ટો બાંધીને એક યુવતી આવી... અને મારી સામેની સીટ પર બેસી ગઈ...બસ ફરીથી મને જબરજસ્તી લઇ જવામાં ગેલ માં આવી ગઈ.. 

મારી લાખ કોશિશ કરવા છતાં હું. મારાં મન ને.. એની તરફ વારેઘડી સંતાકૂકડી રમતી મારી આંખો માટે કઈ ભલામણ ન કરી શક્યો.... મારી નજર એને ચોરી ચૂપકી થી જુવે છે.. એ દ્રશ્ય થી હવે એ અજાણ નહોતી...હા, તેની નજરે પણ બે ત્રણ વાર મારા પર ફોકસ લઇ લીધો હતો.. 
પણ એના ઢાંકેલા વદન ને જોવા મારી આંખો તત્પર હતી... ક્યારે મોખો મળી જાય ને ક્યારે એના ચહેરા ને જોઈ લઉં....
અંતે એ સમય આવી જ ગયો.. પણ મારા મુકામ નું  સ્ટોપ..અને બસ નું પણ છેલ્લુ સ્ટોપ, શહેર આવી ગયેલું.. બધાં મુસાફરો ઉતરી ગયા.. હું પણ..
નીચે એના થી કદાચ વાત જામશે તેવા અરમાન ફૂટવા લાગ્યા.. હું ઝડપભેર એના તરફ આગળ વધી.. એની સાથે વાતચિત કરવાં નો પ્રયાસ કરું.. એના પહેલા જ "અરુણ ઓ અરુણ" ની બૂમ ની દિશા માં નજર કરી... સામે જ કાર લઇ ને વિજય અને પવન આવેલા હતાં...
વિજય મારો કઝિન હતો.. મારા મામા નો એક માત્ર રાજકુંવર...

પવન એનો મિત્ર હતો.. એને પણ હું આછો પાતળો જાણતો જ હતો..
મારા માલસામાન ને લઈ મામા ના ઘર તરફ જતા.. મારા માણસપટ પર પેલી રંગબેરંગી દૂપટ્ટો બાંધેલી છોકરી વિચાર છવાઈ ગયેલો....હું ખોવાઈ ગયેલો.. એનાં આંખો થી આંખો અચાનક મળી જતાં... હું નજર નીચી કરી લેતો.. પણ એ જોતી જ રહેલી... શું.. મને જ જોતી હશે..?

હું ગૂંચવાઈ ગયેલો એ ક્ષણો માં.. અને મામા ના ઘર પ્રાંગણમાં ગાડી ઉભી રહી ગઈ....

Next part 2..coming soon.. 
991300mewada@gmail.com

©hasmukh mewada 

***

Rate & Review

Pragnesh 2 month ago

Yashvi Nayani 1 month ago

Swati Kothari 2 month ago

Jumana Saifee 2 month ago

Yuvrajsinh 2 month ago