Nathani Khovani - 8 books and stories free download online pdf in Gujarati

નથણી ખોવાણી - પ્રકરણ - ૮

  " શું થયું? ચુપ કેમ થઈ ગઈ? સફળ લગ્નજીવન માટે આપણી પાસે ઘણી બધી ધારણાઓ છે. ફક્ત  ધારણાઓ..પાયાવિહોણી ધારણાઓ કહી એ તો તદ્દન ખોટું તો ના જ કહેવાય. 
     પ્રેમ અને લગ્ન ને ટકાવી રાખવા માટે કોઈ ધર્મ પર્યાપ્ત નથી. બે વ્યક્તિના મનનો મનમેળ આવશ્યક છે . અને જો એવું ના હોત તો આટલા લગ્ન    બાહ્યેત્તર  સંબંધો ના  હોત . 
     ગોઠવાયેલા લગ્ન માં પણ  વડિલો નાં પસંદ  ની  કન્યાને  ઘરમાં લાવ્યા પછી પણ   દહેજ માટે ત્રાસ આપવો અને કેટલાક કિસ્સાઓમાં મારી પણ નાખે છે.  બાળક ના થવાના લીધે  કે  ફક્ત પુત્રીને જન્મ આપવા નાં  લીધે આપેલા ત્રાસ  શું  ધર્મ  પર    નિર્ભિત  છે ?
એ સમાજની  નિમ્ન કક્ષા ની માનસિકતા છે ;  જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. "  ગૌતમ  પોતાના વિચારો અભિવ્યક્ત કરી રહ્યો હતો.

      " હું તમારા સાથે સહમત છું અને તમારી આ વાતો થી મને મારી સહેલી પ્રથા ની યાદ આવી ગઈ.  એ પણ એના સાસરી માં દહેજ અને બાળક ના થવાના કારણે   ખૂબ જ  ત્રસ્ત  છે.
        પણ મને હજી એ ખબર ના પડી કે તમે અમી સાથે શું હજી પણ સંબંધ રાખ્યો છે ? "  આકાંક્ષા એ પૂછ્યું.

" ના  ! " ગૌતમ વધારે બોલ્યો નહીં .

   "  સોરી  ! પણ એક દિવસ તમારી ડાયરી  ખુલ્લી હતી અને એનું નામ લખેલું હતું. એટલે પૂછ્યું. "   આકાંક્ષા એ ચોખવટ કરી.

    "   રાખવા -  ના રાખવા થી સંબંધ પૂરો તો નથી જ   થઈ જતો ને ?   એને  હું  હજી પણ ચાહું છું  અને જ્યારે પણ કશું કહેવાની ઇચ્છા થાય તો એના નામે પત્ર લખું છું ; મારી ડાયરીમાં ;   એને પોસ્ટ નથી કરતો.   " ગૌતમે સ્પષ્ટતા કરી.

  " ક્યાં રહે છે એ અત્યારે ? "  આકાંક્ષા ને અમી વિશે જાણવા ની ઉત્સુકતા હતી.

    " કદાચ   દુબઈ .. એવા મને સમાચાર મળ્યા હતા.   પૈસા ટકે ખૂબ જ સુખી છે .  પણ. મને  એક વાતનું દુઃખ છે કે  મેં  એને જે વચનો આપ્યા હતા એ પુરા કરી શક્યો નહીં. એની નજર માં  હું  ખોટો પડ્યો.
ખબર નહીં એણે મને માફ કર્યો હશે  કે નહીં પણ હું  મને ક્યારેય માફ નહીં કરી શકું. "  ગૌતમ અપરાધભાવ થી બોલતો જ રહ્યો.

"  હું એ દિવસ ક્યારેય નહીં ભૂલી શકુ,   જ્યારે મને એ સમાચાર મળ્યા કે એનુ લગ્ન  થઈ રહ્યું છે . બધું જ પડતું મૂકીને  હું  ભાગ્યો 
 હતો ;  પૂરા જોશ  સાથે  કે   આ લગ્ન તો નહિ જ   થવા દઉં .  પણ  હું  પહોંચ્યો ત્યાં સુધીમાં એના  નિકાહ થઈ ચૂક્યા હતા અને વિદાય ની રસમ  ચાલતી હતી. એ વખતે એની અને મારી નજર એક થઈ હતી અને જાણે એની આંખો મને આજીજી કરતી હતી કે મને લઈ જા અહીંથી .  કદાચ આ દુનિયા થી  જ દૂર ….પણ હું એક  પૂતળાં ની માફક ઊભો રહ્યો અને કશું જ ના કરી શક્યો,  એ દિવસે મેં મારી જાતને સૌથી  દુર્બળ   જાણી.   હું  કશું જ ના કરી શક્યો અને ફક્ત મારા કારણે એને પોતાનાથી  ઘણી મોટી ઉંમર ના ;. બે  છોકરાના પિતા સાથે  એણે   નિકાહ કરવા પડ્યા.   "
 બોલતા બોલતા ગૌતમ જાણે પૂર્ણ રુપે   ભૂતકાળ માં  જ જતો રહ્યો હતો.  એક  સ્થૂળ દેહ ની જેમ.. રાતી  થઈ  ગયેલી  આંખો..    ,  આંખ ના ખૂણે અટકી  રહેલા આંસુ  …
    આકાંક્ષા પણ જાણે ગૌતમની દર્દ અભિવ્યક્તિ થી વેદના અનુભવી રહી હતી.  એને પણ આ પ્રશ્ન  પૂછવા બદલ  ખૂબ જ પસ્તાવો  થયો. એટલું જ બોલી શકી કે  ,  " ગૌતમભાઈ  !!  મને માફ કરજો.  મારી ઇચ્છા તમને ફરી દર્દ મહેસુસ કરાવવા ની  ક્યારેય નહોતી . મને થોડો પણ અંદાજ હોત તો તમને  આ પ્રશ્ન ક્યારેય ના પૂછયો હોત. " 

       "  ના ! ભાભી ! કદાચિત  આ વાત  આટલા ખુલ્લા મનથી મેં       ફક્ત તમારી સાથે  જ કરી  છે.  બીજા કોઈને પણ  હું  સમજાવી શક્યો નથી .  કે પછી બધાને    એ વાત  વેવલાવેડા  લાગતી હતી.
 પણ જે હોય તે .. મેં એને  મહેસૂસ કરી છે.  આ દર્દ કદાચ ઘણા 
લોકો  એ  , ઘણા પુરૂષો એ  મહેસુસ કર્યું  હશે ,  અભિવ્યક્ત નહીં  કરી શક્યા હોય,   પણ એનો અર્થ એવો નથી કે  આ  દર્દ  ફક્ત મારા સુધી સીમિત છે. "  ગૌતમ  આંખ માં નમી સાથે બોલી રહ્યો હતો.

        કોણ જાણે કેમ આ વાતથી  આકાંક્ષા ની આંખમાં પણ આંસુ આવી ગયા અને ઉભી થઈને પાણી પીવાના બહાને  રસોડા માં ચાલી ગઈ.  

      એટલામાં ફોનની રિંગ વાગી.  આકાંક્ષાએ જઈને ફોન ઉપાડ્યો ;  ફોન એની મમ્મી નો હતો .  અવાજ થોડો ઢીલો લાગ્યો.  
  " આકાંક્ષા  !  કેમ છે બેટા!  એક માઠા સમાચાર આપવા ફોન કર્યો છે. કાઠી થઈને સાંભળજે  બેટા !  પ્રથા ….. ! પ્રથા આ દુનિયામાં નથી રહી હવે…" 
              " મમ્મી !!! "   આકાંક્ષા  જાણે ચીસ પાડીને બોલી ઉઠી. ગૌતમ થોડી ગભરાહટ સાથે બહાર આવ્યો.  આકાંક્ષા  ફોન પર વાત કરી રહી હતી .
 ~  " શું થયું પ્રથા ને એકદમ ???? "   
 ~  "  આત્મહત્યા  -  ગળે  ફાંસો ખાઈ લીધો  એણે  . " 
 ~  " હે!  ભગવાન !!!!  આ શું સુઝ્યું એને ??? "

        આકાંક્ષા નાં  હાથમાંથી ફોન નું રીસીવર છટકી ગયું. અને એ એકદમ સ્તબ્ધ  થઈને બેસી ગઈ. 
ગૌતમે  આશ્વાસન આપીને ફોન મૂકી દીધો. અને આકાંક્ષા ને સાંત્વના આપી ને  શાંત પાડવાની કોશિશ કરી રહ્યો હતો.   કૃતિ અને અમોલ  ઘરે આવી પહોંચ્યા.  ગૌતમે એમને એ પરિસ્થિતિથી વાકેફ કરાવ્યા. અમોલે  આકાંક્ષા ને સાંત્વના આપતા કહ્યું ,  "  મને ખબર છે,  પ્રથા  તારી બહુ જ ખાસ સહેલી  હતી.  તારી મમ્મી નાં ઘરે  જવાની ઈચ્છા છે ? " 
   "  હા ! મારે પણ વડોદરામાં થોડું કામ છે તો હું એમને છોડીને વડોદરા જતો રહીશ. "  ગૌતમે  પરિસ્થિતિ ને સામાન્ય બનાવવા પ્રયાસ  કર્યો. 
      ખીચડી અને કઢી જમી ને એ કપરો  દિવસ  પસાર થઈ ગયો.  પણ રાત જવાનું નામ જ નહોતી લેતી.   વિચારો  આકાંક્ષા નાં  મન પર જાણે  પ્રહાર કરી રહ્યા હતા.
    
       ' આવો તો નિર્ણય કેમ લીધો હશે પ્રથાએ  ?  ' પ્રથા નાં સાસરીમાં પ્રોબ્લેમ આકાંક્ષા જાણતી હતી.  છ વર્ષ થયા હતા લગ્નને પણ એને હજુ  બાળક નહોતું .  એના રિપોર્ટ નોર્મલ જ આવતા હતા પણ એનો પતિ રિપોર્ટ કરાવવા તૈયાર જ નહોતો થતો . એ વાત  પ્રથા એ  આકાંક્ષા ને  કહી હતી.  પણ બાળકના થવાને માટે એના સાસરીવાળા ફક્ત એને જવાબદાર ગણતા હતા. 
 '  એટલે  શું એણે જીવન ટૂંકાવી દેવાનુ ?????
 મેડિકલ તો કેટલું આગળ વધી ગયું છે  ! કાંઈ ને કાંઈ રસ્તો તો નીકળી જ  જાત અને કાંઇ નહીં તો અનાથાશ્રમ માં કેટલાય બાળકો  મા અને પિતા  વિહોણા હોય  છે.  એમને ઘર આપવાથી પુણ્ય પણ  મળેત.  પણ  આપણો સમાજ મંદિરમાં દાન કરવાં  ,  ઉપવાસ અને  ભજનો ને  પુણ્ય માને છે.  કોઈની જિંદગી  સંવારવા થી પણ પુણ્ય મળે છે !!!
હિન્દુશાસ્ત્રમાં  પુણ્ય  મેળવવા માટે  ' માણસાઈ ‌' ને  સૌથી મહત્તમ  મહત્વ આપવામાં આવ્યું છે અને એ તો જાણે વિસરાઈ  ગયું છે આ યુગમાં. ' 
' શક્તિનાં સ્વરૂપે  ' મા 'ની પૂજા તો  કરી લઈએ છીએ ; પણ એ જ શક્તિનો અંશ દરેક રૂપમાં આ પૃથ્વી પર છે એ ભૂલી જઈએ છીએ ;  અને કેટલીય  રીતે સ્ત્રી પર અત્યાચારો  થાય છે !  પણ  શું એ મા ના અંશ  પર કરેલો અત્યાચાર મા ને  દુ:ખ  નહિ પહોંચાડતો હોય??? 

     અમોલ તો સૂઈ ગયો હતો ;  પણ આકાંક્ષાને ઊંઘ જ નહોતી આવી રહી.  પાણી પીવા માટે રસોડામાં ગઈ . બારીમાં થી ચંદ્ર ની  શીતળ કિરણો  પ્રસરી રહી હતી . રોડ પર વાહનો આવન - જાવન કરી રહ્યા હતા . કુતરા ના   ભોકવા નાં   અવાજો આવી રહ્યા હતા. આકાંક્ષા ને મનોમન  થયું નથી કે એ એકલી  જ  જાગી રહી  નથી ,  અહીં દરેક પોતપોતાની રીત થી  રાત  પસાર કરી રહ્યા છે .

     ઘડિયાળ માં જોયું તો ત્રણ વાગ્યા હતા . વિચારોને થામી ને  આકાંક્ષા એ  સુઈ જવાનો  પ્રયત્ન કર્યો.  થોડીવાર સુધી પડખા ફેરવ્યા  અને પછી આંખ લાગી ગઈ. અલાર્મ વાગ્યું.  છ વાગી ચૂક્યા હતા.         

         રોજ નો નિત્યક્રમ અને એ જ દિનચર્યા ;   ફરી એક દિવસ સૂરજનું   ઉગમવુ… અને આથમવુ…..,   અને આમ જ  દિન  ગુજરી રહ્યા હતા.

        થોડા દિવસમાં ભરતભાઈ અને દમયંતીબેન યાત્રા એ થી પાછા આવી ગયા અને  એમણે  પણ આકાંક્ષાને થોડા દિવસ પિયરે 
જઈ આવવા સલાહ આપી.  ગૌતમે  દસ દિવસ ની રજા લીધી હતી. આકાંક્ષાને એના પિયર મૂકી ગૌતમ  વડોદરા  તરફ રવાના થયો. 

(ક્રમશઃ )