× Popup image

#રાધે status in Hindi, Gujarati, Marathi

  • #અવરોધ

    જીવન ની રાહ પર હર અવરોધ સાચી દિશા નું સુચન કરે છે.

    #રાધે

    ~લલીત જોષી~

  • #અવરોધ

    જીવન ની રાહ પર અવરોધ તો આવવાના
    પત્થર રુપી પાણા તો નડવાના
    રાખજો હિંમત હર પલ સાથે
    અવરોધ ને અવસર મા બદલજો
    હર અવરોધ લાવે છે નવો સંદેશ
    હર સંદેશ નું અનુસરણ કરજો
    હર અવરોધ જીવન મા નવી રાહ ચિંધે છે
    જીવન જીવવાનો નવો સંદેશ આપે છે.

    #રાધે

    ~લલીત જોષી~

  • #અવરોધ

    જીવન મા બની સકોતો કોઇક નો સહારો બનજો પરંતુ અવરોધ તો ક્યારેય ના બનતા.

    #રાધે

    ~લલીત જોષી~

  • #સંતુલન

    સંતુલીત જીવન હતુ મારુ
    પ્રેમ મા પિંખાઇ ગયુ
    સઘળું હતુ જૅ મારુ
    એ પારકું કરી દીધુ
    ચાલતો હતો જીવન ની રાહ મા
    પ્રેમ ના પ્રવાહ મા તણાઇ ગયો
    આવ્યુ પ્રેમ નું એવુ પુર જીવન મા
    સંતુલન સારુ ખોવાઈ ગયુ પળભર મા.

    #રાધે

    ~લલીત જોષી~

  • #સંતુલન

    જીવન ની રાહ પર સંતુલન રાખજો
    સંસાર સાગર ને પાર કરજો
    અહંકાર ને ત્યજી જીવન જીવજો
    સબંધો ને જીવનભર સાચવી ને રાખજો
    સંસાર ની રાહ છે બહુ લાંબી
    સંતુલન બનાવી ચાલતા રહેજો.

    #રાધે

    ~લલીત જોષી~

  • #સામાન

    કિમતી સામાન હતુ મારુ દિલ
    એ તમે ચોરી ગયા
    જાણવા છતા અજાણ બની
    દિલ ની ચોરી કરાવતા ગયા
    સાચવીને રાખજો અંતર ની અલ્મારિ મા
    ધબકતુ રે એવો પ્રેમ કરતા રેજો
    જૅ હતુ એ સર્વસ્વ આપી દીધુ
    બસ એની કિમત ની કદર કરતા રેજો.

    #રાધે

    ~લલીત જોષી~

  • #સામાન

    સામાન ની કિંમત અને માણસ ની ઇજ્જ્ત કરતા શીખી જાઓ એટલે જીવન નું સઘળું સુખ તમારા ચરણો મા.

    #રાધે

    ~લલીત જોષી~

  • #આસમાની

    આસમાની વાદળો આવ્યા આકાશ મા
    લાવ્યા તારી યાદો ના મિઠા સંસ્મરણો સાથ મા
    ઘનઘોર વાદળો થી આકાશ ઘેરાયુ
    મારુ હૃદય તારી યાદો મા ઘેરાયુ
    ઉપર આકાશ નીચૅ ધરતી
    તારી યાદો ની આવી છે ભરતી
    વાદળ વરસે મુસળધાર
    આંખલડી રડે તારી યાદ મા આજ.

    #રાધે

    ~લલીત જોષી~

  • #આસમાની

    આસમાની સાડી મા સુંંદર લાગો છો
    રુપ રુપ નો અંબાર લાગો છો
    આંખ મા કાજળ ને આસમાની ટિકો
    સુંંદર શુશોભિત સંસ્કારી લાગો છો
    સંસ્કારો નું ભરેલુ સરોવર લાગો છો
    સંસ્કૃતિ ના સાચા રક્ષક લાગો છો.

    #રાધે

    ~લલીત જોષી~