× Popup image

#ભાઈબીજ status in Hindi, Gujarati, Marathi

  • #ભાઈબીજ

    " ભાઇબીજ "

    આજ મારા આંગણે છે રૂડો અવસર નો સાદ
    બેના જોવે છે એના વીરા 'યૌવન' ની મીઠી વાટ

    ભાઈબીજ ના પર્વ પર રાખ્યો છે એક ઉપહાર
    સાથે વેર્યા છે લાગણી ના પુષ્યો સીમાડે આરપાર

    પ્રેમ ની પરિભાષા માં આજે રેલાયો છે ભરપૂર વ્હાલ
    સાથે ખુશીઓની સંગાથે આવે છે હર સાલ આ તહેવાર

    વીરા તું પામે સૂર્ય સમા પ્રખરતા નો ભંડાર લગાતાર
    તારા અમૃતભર્યા વાત્સલ્યનો દરિયો વહ્યા કરે સદાબાર
    એવી છે માગણી મારે આ પર્વની ઈશ્વર આજ તારે દ્વાર

    વ્હાલા વીરા જુવે છે બેનડી તારી આજ વાટ
    તમ વહેલેરા પધારજો મારે ઘેર ..!!