× Popup image

#દીકરી status in Hindi, Gujarati, Marathi

 • દીકરી પારકી ક્યારે લાગે છે ?

  દીકરી જ્યારે
  #વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડા મહિના #પછી પિયર આવી ને મો સાફ કરી ને નેપકીન ની જગ્યા એ પોતાનો નાનો #રૂમાલ વાપરે છે ત્યારે લાગે છે,

  રસોડા માં #અજાણ્યા ની જેમ તરત કોઈ વસ્તુ #અડવાની બંધ કરી દે ત્યારે લાગે છે

  બધા ને #પીરસી ને જમાડતી જે પહેલાં એ આજે #ડાઇનિંગ ટેબલ પર કોઈ પણ #ડબો ખોલી ને જોતી નથી ત્યારે લાગે છે,

  #ભાઈ સાથે રૂમ બાબતે કાયમ ઝગડો કરતી જ્યારે #રાત્રે સુવા માટે ક્યાં #સુવ તો કોઈ ને નઈ #નડું ત્યારે લાગે છે,

  #સાસરે જતી વખતે બધા પૂછે છે પછી કયારે આવીશ તો કહે છે મારા #સાસુ અને #એમની ( પતિ ) ની અનુકૂળતા #પૂછવી પડે ત્યારે લાગે છે.

  જેમને #દીકરી ,બહેન હોય એ #પ્રેમ થી રાખજો કેમકે એક વાર જાય છે પછી કયારેય એજ #રૂપે પાછી આવતી નથી👌

 • #વ્હાલ #માઁ #દીકરી #મમતા #વાત્સલ્ય #પ્રેમ #ગુજરાતી #કવિતા #માતૃત્વ

  વ્હાલ...

  તારા પગલાં એ મને રંગીન કરી
  ઉભરાતા વ્હાલ માં હું સરી પડી

  તું ઢીંગલી છે મારી હીંચકે ઝૂલતી
  લડાવું લાડ એટલા ઓછા ગણી

  ----------------------------------------

 • #દીકરી ...

  માનવામાં ભૂલ કઇ તો થાય છે,
  દીકરી છે દીકરી! ના ગાય છે,

  શક્તિનો અવતાર છે, એ માનજો,
  એક હાથે વ્હાલ, બીજે લ્હાય છે,

  સાચ કાજે, એ કરે વિધ્વંશ છે,
  'ને છતાં, એ પ્રેમનો પર્યાય છે

  રામમોહન રાજની જો વાત હોં'
  વિશ્વમાં જયકાર એના થાય છે,

  પણ શરમની વાત છે બસ એટલી,
  આજ પણ "બેટી બચાવો" થાય છે

  દીકરી પામી 'હરખ' જે ધન્ય છે
  દિકરી નામે ગઝલ આ ગાય છે.

  #હરખ ...

 • #માઁ નો પત્ર #દીકરી ને નામ#

  એક ગરીબ ઘર માં રહેતા પરિવાર માં દીકરી ના લગ્ન કર્યા લગભગ 6 મહીના થયા હશે ને માઁ ને વિચાર આવ્યો કે લાવ ને એક પત્ર લખું દીકરી ને ત્યારે માઁ એ એના દીકરા ને કહ્યું બેટા બહેન ને પત્ર લખતો ત્યારે દીકરા એ કહ્યું શું લખું ? માઁ એ કહ્યું બેટા હું આશા રાખું છુ કે તું તારા સાસરિયે ખુશ હશે અને અમે પણ અહીં ખુશ છીયે આજ તને યાદ કરતા થયું કે લાવ ને પત્ર લખું બેટા તારા સાસુ સસરા અને જમાઈ બધા માજા માં છેને તું એમ નું ધ્યાન તો રાખે છે ને હા મને ખાતરી છે કે તું એમ નું ધ્યાન રાખતીજ હશે તું તો અમારું નાક છે દીકરી અમને તારા પર પૂરો ભરોશો છે પણ બેટા મારી એક વાત યાદ રાખ જે કે તું જયારે પણ પિયર આવ ત્યારે તારા સાસુ સસરા ની સંભાળ લઇ ને આવજે કારણ કે તું એ લોકો નું સપનું છે જે એ લોકો એ એમના દીકરા ને જન્મ આપ્યા પછી જોયું હશે કે અમારા ઘર ની વહુ રૂપ થી નહિ પણ ગુણ થી ઓળખાશે એવી અમારા ઘર ની વહુ હશે તું એ સપનું ક્યારેય તોડતી નહિ કારણ કે દીકરી નું સુખ તો બધા ભોગવે છે પણ વહુ તો કોક ભાગ્ય શાળી ને મળે છે તું એમનું માન રાખજે દુન્યા માં એમનું નામ રાખજે એજ અમારી આશા છે
  લી. તારી માઁ...

  દિનેશ પરમાર "પ્રતીક"