× Popup image

#કાવ્યોત્સવ status in Hindi, Gujarati, Marathi

 • #કાવ્યોત્સવ -2
  વિષય - લાગણી

  વૃક્ષ પર થી ખર્યું ફળ
  એકલી ઉંમર નું આ કામ નથી
  પથ્થર નો હશે હાથ એમાં
  પણ ગુનેગાર માં એનું નામ નથી

  ભીડ કાપતી આંખો મળી
  વાત આ કાંઈ આમ નથી
  સર્વસ્વ વેચી નજર ખરીદી
  જેનો દુનિયા માં કોઈ દામ નથી

  તુલસી એ કહ્યું હોય ભલે
  રામ જેવું કોઈ નામ નથી
  કાયા ચીતરી રામ-રામ થી
  કોરા દિલ ને જો આરામ નથી

  દુનિયા આખી લડી લઈએ
  પોતીકા સામે હામ નથી
  ખુંદી વળ્યાં જગ આખુ
  માં ના ખોળા કેરું ગામ નથી!!

 • #કાવ્યોત્સવ -૨

  *ઠોકર*

  ? કીડી કહે ખાધી ઠોકર ઘણી એમજ આ અન્નના દાણાના નથી થયા ધણી.

  ?પંખી કહે ઠોકર મળી ઉડાન તણી એમજ આકાશ ના નથી ધણી.

  ?વૃક્ષ કહે ખાધી ઠોકર ભુલકાઓ ના પથ્થરની છતાં કરી ફળની લ્હાણી.

  ??કાયર માનવીને ઠોકર મળી તો અમુલ્ય જીવને ભુલી તેને તુચ્છ ગણી.

  કરે આત્મદાહ નો વિચાર, નાના અમથા જીવ કષ્ટ ખાઈ જીવે એ આવી વાત સુધા ન જાણી.

  નર કહે ઠોકર ખાધા વીના બાળપણમાં ડગલાં ભરવા પણ શક્ય નથી.

  નારાણજી જાડેજા
  નર
  મુન્દ્રા કરછ.

 • #કાવ્યોત્સવ

  "હાઈકુ"
  ---------

  દિવાની વાટ
  બળતી તેલ મહીં
  માનવી શેમાં?

  ઉડવા નભ
  પાંખો પણ ફૂટી છે!
  પાંજરાનું શું?

  આડંબર કૈં
  વ્હાલપની વાતમાં
  ભીતરમાં શું?

  શસ્ત્ર બુલંદ
  વેરી સૌ પોતાનાં જ
  જીતાશે જંગ?


         *- હિરલ પરમાર-*

 • #કાવ્યોત્સવ -૨
  #kavyotsav -2
  (ભાવનાપ્રધાન ગઝલ)

  'સમજાઈ નથી' (ગઝલ)

  ગમતી કોઈને છો સચ્ચાઈ નથી,
  સત્ય કહેતાં જીભ અચકાઈ નથી!

  જિંદગીને સૌ કહે નાટક ભલે,
  જોઈએ એવી એ ભજવાઈ નથી!

  શું છે તારી આ યુવાનીનું રહસ્ય?
  આટલા વર્ષે ય બદલાઈ નથી?

  તું કહે છે, 'હું ભુલી ગઈ છું તને!'
  યાદ મારી સહેજે સચવાઈ નથી?

  પંડિતાઈનો નથી દાવો કશો!
  કેટલીયે વાત સમજાઈ નથી!

  વાહ માટે તું લખે છોને ગઝલ!
  એકે મારાથી તો સર્જાઈ નથી!

  ઓછી એ જોવા મળે છે આજકાલ!
  હા, ચલણમાં ખાસ અચ્છાઈ નથી!

  - હેમંત મદ્રાસી

 • #કાવ્યોત્સવ -૨

  'સચવાય છે' (ગઝલ)

  એક સરખું રોજ બસ, જીવાય છે,
  આ જીવનમાં ક્યાં કશું બદલાય છે?

  ક્યાં તમારાથી કશું પણ થાય છે?
  કોઈ પાસે આવી ચાલ્યું જાય છે!

  પીડા કોઈ આંખમાં વંચાય છે,
  આંખ મારી પણ ત્યાં ભીની થાય છે!

  વાત તારી યાદ આવી જાય છે,
  ત્યાં ગઝલ કોઈ નવી સર્જાય છે!

  એવું ને એવું બધું છે યાદ દોસ્ત!
  ક્યાં સ્મરણ કોઈ જરા ભૂલાય છે?

  ના તને એની ખબર પડવાની કે
  છોડ કો' તારા વગર સૂકાય છે!

  રાગ છેડે છે તું જ્યાં મલ્હારનો,
  સાંભળીને વાદળો બંધાય છે!

  દૂરથી વરસાદમાં જોઈ તને,
  કોરો છું, તો પણ આ મન ભીંજાય છે!

  પ્રેમપૂર્વક કાળજી ના લો અગર,
  ફૂલ માફક હૈયું પણ મૂરઝાય છે!

  સાચવી સંતાન જેને ના શક્યાં,
  વૃધ્ધો એ ઘરડાંઘરે સચવાય છે!

  જાણે પહેલી વાર મળતાં હોઈએ,
  એમ તું મારાથી પણ શરમાય છે!

  - હેમંત મદ્રાસી

 • #કાવ્યોત્સવ 2

  હમદર્દ (લાગણી)

  દર્દ જો હોય તને તો દવા બનું હું,
  તારા દિલમાં હું ધડકન બનું,
  ક્યાંક અટકે તું તો તારો સંગાથ બનું,
  તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

  તું આઈનો હોય તો હું રૂપ બનું,
  ફૂલોમાં હું ગુલાબ બનું ,
  તારા દિલની હું ધડકન બનું,
  તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

  આંખોમાં તારી હું શમણું બનું ,
  હોઠો પરની મુસ્કાન બનું ,
  દરેક શ્વાસે હું તારી જિંદગી બનું ,
  તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

  ગુસ્સામાં ચહેરાનું સ્મિત બનું ,
  જિંદગીમાં તારી હું હમસફર બનું ,
  ભવેભવનો તારો સંગાથ બનું ,
  તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?