2020 ની સૌથી રહસ્યમય અને ઘાતક ઘટના એટલે કોવિડ 2019
તુન્ડે તુન્ડે મતિ ભિન્ના, અર્થાત્ જેટલા માથા એટલી મતિ -વિચારશક્તિ

પણ આ ચાર બાબતો સર્વ સ્વીકૃત છે :
1 ડર કે આગે જીત નહિ બિઝનેશ હૈ
2 કોરોના ઘાતક છે પણ સામાન્ય લોકો ના ધન્ધા માટે
3 કોઈ અતિ ગરીબ કે ફૂટપાથ પર રહેતા લોકો ને કોરોના દયા કરી છોડી દે છે
4 કોરોના ખુબજ ચેપી રોગ છે

કોઈ કોરોનાને 'ડર કા વ્યાપાર કહે છે તો કોઈ પ્રકૃતિ નો પ્રકોપ તો કોઈ વળી ચીન ની ચાલ
કોઈ લોકડાઉન ને વખોડે છે તો કોઈ વખાણે છે
કોઈ ચેલેન્જ આપે છે કે આ સાવ ધતિંગ છે તો કોઈ વ્યક્તિ ઘેર આવીને પોતાના કપડાં પણ જાતેજ પલાળે છે ધુંવે છે
સરકાર થાકી ગઈ છે, કેશો વધી રહ્યા છે ,
50% ડૉક્ટર્સ સીઝન નો પૂરો લાભ ઉઠાવવા મથી રહ્યા છે. 50% ડૉક્ટર્સ સેવા કરે તો છે પણ પરાણે બહાર નીકળે છે , નેતાઓ ચૂંટણીમાં અને ધારા સભ્યો ખરીદવા માં મશગુલ છે, મધ્યમ વર્ગ ઘર અને ઈજ્જત કેવી રીતે બચાવવી તેના માટે ઝઝૂમી રહ્યો છે કોઈ વેક્સીન આવશે એવું આશ્વાસન આપે છે તો કોઈ ભારત માં તો રસી આવતાં 12 થી 15 માસ થઈ જશે તેવી વાતો કરે છે
દેશ ની તો ખબર નથી પણ ગુજરાત માં તો ભગવાન રામ છેજ અને ગુજરાત 'રામ ભરોસે'જ ચાલી રહ્યું છે. ટીવી પર જુનું રામાયણ અને અયોધ્યામાં રામ જેવી સુખદ ઘટના ઓ પણ બની છે
અને આ ઉપરાંત કેટલીક સનસ્થા ઓ ઉકાળા પાય ને ખુબજ અગત્યનું કાર્ય કરે છે

આજે બીજે જ દિવસે કેશો ની વિગતો જોઈને ગઈ કાલ નો રામજન્મભૂમિ નો નશો ઉતરી ગયો

આપણી પાસે તો પ્રાર્થના સિવાય કોઈ રસ્તો નથી
-આલેખન આકાશ પટેલ મોરબી

Gujarati Blog by Ashok patel : 111533365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now