શૈશવે બાળકની ચાલ
આડાઅવળા નૃત્ય સમી
થોડા સમય પછી પરિણમશે
તેજસ્વી સીધી ચાલમાં
થોડાં વર્ષો વીતશે પાછા
આડીઅવળી લાગણીઓ..
ઉડવા માંડશે ઊંચે ઘણી
કલ્પનાની વિશેષ દુનિયામાં
આ લાગણીઓ પણ સમી જશે
કંઈક અંશે ગૃહસ્થ જીવને..
નવી દુનિયા નવી જવાબદારી
હવે થોડાં ધીર ગંભીર...
ભૂલકાંઓમાં પુનરાવર્તન..
મલકાયા કરવું ખુશી ખુશી...
વર્ષો વિતશે પાછા...
ચાલ બદલાવાની શરૂઆત
આડાઅવળી નૃત્ય કરતી
શૈશવને પુનઃ સંભારતી...
વૃદ્ધાવસ્થા આવી પહોંચશે
રાહ જોતી પૂર્ણવિરામની..
#આડુઅવળું

Gujarati Poem by Firdos Bamji : 111494524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now