#રેવા #movie_review
"નમામિ દેવી મા નર્મદા"
"માનો તો માં અને ન માનો તો એક નદી"
અમરકંટક પર્વતમાંથી ખડખડ વહેતી નર્મદા નદીની પરિક્રમા નું મહત્વ દર્શાવતી આ રેવા ફિલ્મ. આ ફિલ્મ નું દિગ્દર્શન રાહુલ ભોલે અને વિનિત કનોજિયાએ કર્યું છે. ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટ ની ૧૯૯૮ ની ગુજરાતી નવલકથા તત્વમસિ પર આધારિત છે. આ ફિલ્મ માં આ નવલકથા બતાવામાં આવે છે ત્યારે મને વિચાર આવે છે કે આ પુસ્તક અને ફિલ્મ વચ્ચે શું સંબંધ. ઓનલાઇન સર્ચ કરી આ માહિતી મેળવવી.પણ આ ફિલ્મ ની પટકથા દિગ્દર્શકોએ લખી છે. આ ફિલ્મ ના બધા જ પાત્રો એ ખૂબ સરસ અભિનય કર્યો છે. કરણ,સુપ્રિયા, ગુપ્તાજી, ગાંડુ ફકીર, શાસ્ત્રીજી, પુરીયા, કાલેવાળી મા, બીટ્ટુ-બંગા અને બીજા બધા પણ. આ ફિલ્મ નો એક સંવાદ જે મને બહુ ગમ્યો.
"ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલશે, પણ માણસને શ્રદ્ધા હોવી જોઈએ. આ દેશ આધ્યાત્મક પર ટકીઓ છે ધર્મ પર નહીં. સમય બદલાય તેમ ધર્મને પણ અપડેટ કરવા વાળી છે આપણી સંસ્કૃતિ. આપણે ઈશ્વરના ભક્તો છીએ ધર્મના નહીં." સરસ ગુજરાતી ફિલ્મ છે.

Gujarati Film-Review by Sonal : 111392392
Sonal 4 years ago

જી સરસ‌ ફિલ્મ છે.

પ્રભુ 4 years ago

જોઈ લીધી મુવી બહુજ પ્રેરણાદાયક છે 👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now