કેવો હશે??

પડયાં હોઇશું માંદગી ને ખાટલે,,
એ અંતિમ દિવસો માં સારસંભાળ કરનારા કેવો હશે??
અંતિમ વેદના સહેતા હોઇશું ને,,
એ સંવેદના સમજનાર કેવો હશે??
અંતિમ સમયમાં છેલ્લા શ્વાસનો
એ જોનારા કેવા હશે??
ઉડશે પ્રાણ પંખેરુને અંતિમ વાર,,
એ ખાલી ખોડિયા ને દેખાનાર કેવો હશે??
લઇ જાશે માનવ દેહ ને સ્મશાનને,,
એ ચિતા ચાપનાર કેવો હશે??
રહી જાશે માણસ તણી માણસાઈ,,
એ માણસ પાછળ રોનાર કેવો હશે??
કરશે અંતિમ વિધિ અસ્થિઓનુ વિસજૅન
એ અસ્થિઓ પધરાવવા કેવો હશે??
અંતિમ ક્રિયાઓ મારી થાશે,,
એ તપૅણ કરનાર કેવો હશે ??
#અંતિમ

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111392313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now