ખબર હોવા છતાંય જોતા નથી
હાજર હોવા છતાંય હોતા નથી

વાતો ના હોય છે જે ચબરાક, તે
વાતો પર ક્યારેય ટકતા જ નથી

મનસુખ હોય આવા લોકો પણ
ખુદના મનમાં ક્યાંય હોતા નથી

ખુદમાં જ જીવ્યા કરતા હોય છે
પણ ખુદને ક્યાંય માનતા જ નથી

છેડો પલ્લાનો સાચવજે "પિયુષ"
એ પકડ્યા પછી છોડતા જ નથી

- પિયુષ કુંડલીયા

Gujarati Poem by પિયુષ : 111392184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now