રૂપલાલસા
રૂપ માનવ તણું ભવ્ય અદભૂત રચ્યું , એમ કવિઓ ઘણા શંખ ફુકે
વસ્ત્રહીન માનવી નગ્ન ઘડ્યો , જોઈ કુરૂપતા ત્રાસ છૂટે
ખાખીઓની જમાતો ફરે નાગડી , અંગઉપાંગ રાખી ઉઘાડાં
રૂપ માનવ તણું જોઈ લ્યો કુદરતી , કેમ લાગે છે કેવાં રૂપાળાં !!!

માનવીથી રૂપાળાં પશુપક્ષીઓ , કુદરતી જીવન જીવતાં મજાનાં
શુક સારસ મોર હંસ ચાતક બધાં , અતુલ સોંદર્યના છે ખજાના
અશ્વ હાથી વનરાજ મૃગ સુરભિથી , રૂપ માનવ તણા નથી રૂડાં
ઘરાર સુંદર થવા માનવી ઉતાવળો થાય , ઢાંકીને વસ્ત્રથી અંગ ટૂકડો

વસ્ત્રભૂષણ થકી અંગ ઢાંક્યા પછી , શરીર શણગારવા કૂચે મરતાં
નર – નારી ઓ રૂપઘેલા બની , અવનવા અખતરા રોજ કરતાં
રૂપસોંદર્યનાં કૃતિમ સાધન વધ્યા , માનવીને પડે ત્હોય થોડાં
વેશભૂષા તણા ધૂર્ત કારીગરો , ધડી રહ્યા રૂપના તર્કઘોડા.

Gujarati Poem by Mahesh Vegad : 111382891

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now