આંખ કરું હું બંધ અને દેખાય મને તું અર્ચન જેવો,
મારા પડછાયામાં દેખાયા કરતો તું દર્પણ જેવો.

બાળક રે'વામાં જ મજા છે,ચાહે માનો કે ના માનો;
મસ્ત મજાની દુનિયા છે,મધુર મધુર સ્નેહ સમર્પણ જેવો.

જોખી જોખીને સંબંધો રાખે જો! કેવી દરિદ્રતા?!
હરતો ફરતો લોહીનો સંબંધ જ લાગે વળગણ જેવો.

કર્મ અને કિસ્મતને લાગે વળગે કે કેમ?જણાવો ને!?
કાયમ ગમતું ન કરે કુદરત, નાતો જોડે સગપણ જેવો.

ખાલી કલ્પન ન કર જગાડ જરા સંવેદન તારી અંદર,
તુજ ઉર ઉમંગે સ્નેહ નિતરશે, નિર્મળ હરપળ તર્પણ જેવો.
~Damyanti Ashani

Gujarati Poem by Damyanti Ashani : 111339948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now