#26th January #Republic day

જમાનો હવે એવો આવ્યો છે ભાઈ... હાથ માં તિરંગો ફરકાવી
ઘડીકભર ની દેશભક્તિ ને ફોટા માં અપલોડ કરી લેવાનો

પછી એમાં ત્રિરંગા સાથેની સેલ્ફી મૂકી આઝાદી અને લોકશાહી ને હેશટેગ કરી
શહીદો ના બલિદાન ની લાજ માટે બે nation quotes મૂકી દેવાનો

ને જોડે, સોશ્યિલ મીડિયા માં 'રિપબ્લિક ડે' ની શુભેચ્છાઓ પાઠવી
બેરોજગાર સ્વચ્છતા ની સેલ્ફી ને બિનસાંપ્રદાયિકતા માં ગણાવી દેવાનો

ને હા, જ્ઞાતિ કે ધર્મ ના સનસનાટીભર્યા અફવા ને નિરર્થક શેયર કર્યા કરી
ને પછી કોમેન્ટ માં જય હિન્દ લખી 'વિવિધતા માં એકતા' દર્શાવી દેવાનો

સા'બ ! જમાનો હવે એવો આવ્યો છે કે હાથ માં ત્રિરંગો ફરકાવી
મોબાઈલ માં Live video કરી જન ગણ મન... રાષ્ટ્રગીત 'સ્વતંત્ર' ગાવાનો..

Gujarati Poem by કલમ ના સથવારે : 111330358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now