આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;

રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,

કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.
પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,

ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.
લ્યો સામે પક્ષે "આજ"નજર નીચી થઈ ગઈ,

શબ્દો થયા છે આજ હરામ, હવે બોલવું નથી.

Gujarati Romance by Mahesh Jasani : 111329491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now