"ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન...

જબ પ્યાર કરે કોઈ, તો દેખે કેવલ મન..."

પ્રેમ આગળ ના તો ઉંમરની સીમા હોય છે, ના તો જન્મોના બંધન. જગજીત સિંહની આ ગઝલ વર્ષોથી ઘણી મહેફિલોને આબદ કરી રહી છે. લોકો હવે એને સિરિયસલી લઈ રહ્યા છે...

પ્રેમ એક રોગ છે, માનસિક બીમારી જેને લાગી એને જ એ સમજાય બાકીનાને એ બધું નક્કામું લાગે..!

તમારો પ્રેમ તમે મનમાં દબાવી રાખો, તમારી લાગણીઓને કચડીને જીવનભર બીજા કોઈને સમર્પિત થઈને જીવો, જેને દિલથી ચાહો છો એનું નામ પણ જીભ ઉપર ના આવી જાય એનું ધ્યાન રાખો, ક્યારેક એ રસ્તામાં મળી જાય તો જાણે ઓળખતા જ ના હોય એમ નજર ફેરવી લો... જીવનની છેલ્લી ઘડીએ ખાટલામાં પડ્યા પડ્યા ફક્ત વિચારો કર્યા કરજો કે આ સમયે મેં આમ કર્યું હોત તો આજ જિંદગી કંઇક અલગ હોત! મરતી વખતે એકમાત્ર છેલ્લી ઈચ્છા હશે તમારા એ પાત્રને જોવાની, અફસોસ એ પણ તમે કોઈને જણાવી નહિ શકો... અને આવું બધું કરશો તો જ આ દુનિયા તમને મહાન માણસોની યાદીમાં સામેલ કરશે! તમારા પ્રેમને, જો એમને જરાય અણસાર હશે તો પવિત્ર માનશે..

પવિત્ર પ્રેમ...મને તો આ શબ્દ જ હાસ્યાસ્પદ લાગે છે! હવે ધારો કે તમે આ લાગણીને જાહેર કરી... લોકો સમક્ષ તમારી ગમતી વ્યક્તિને અપનાવી લીધી તો..? તરત જ એક વર્ગ ઊભો થઈ જવાનો જે તાકીને જોઈ રહ્યો હશે કે આ બંને ઝઘડે છે ક્યારે? આ બંને અલગ ક્યારે થઈ જાય? ક્યાંક ક્યાંક તો લોક હાથે કરીને કાંકરીચાળો કરી આવે... જો તમે અલગ થઈ જાઓ તો બધા ખુશ થવાના કેમ કે એ લોકો એવું જ ઇચ્છતા હતા, શા માટે એનો કોઈ જવાબ નથી મારી પાસે તમને મળે તો મને પણ જણાવજો.

બે જણનો અંગત પ્રશ્ન કે અમારા ઘરની વાત છે તમે વચ્ચે ના પડો આવું બીજાને કહેવાનો હક તમે ગુમાવી બેસો છો જ્યારે તમે પ્રેમ કરો છો! પ્રેમ કરવાનો ગુનો કર્યો એટલે તમે આખા સમાજના ગુનેગાર બની ગયા, કોઈ પણ માણસને હક મળી ગયો તમને નીચા દેખાડવાનો, તમને સલાહ આપવાનો, તમે જે કર્યું કે કરી રહ્યા છો એ ખોટું છે એમ કહેવાનો...તમારી ઉપર હસવાનો હવે સૌને હક છે!

આ બધું સહન કરીને પણ જો તમે જીવનની આખરી ઘડી સુધી તમારા પ્રેમી પાત્ર સાથે રહી શકો તો પાછી લોકોની માન્યતા બદલાઈ જવાની...આ વખતે એ બધા કહેશે, “ખરેખર સાચો પ્રેમ હતો હોં!"

તમારો પ્રેમ સાચો હતો કે નહિ એ પણ લોકો નક્કી કરશે, તમને આખી જિંદગી તકલીફ આપ્યા બાદ એ નિર્ણય લેવાશે...એટલે પ્રેમ કરો એ સાથે જ તકલીફ સહેવાની છે એ મનમાં નક્કી કરી જ લેવું.

મને પાછું એમ થાય કે પ્રેમ કરવાનો થોડો હોય... એ તો થઈ જાય! કોઈક સાવ અજાણી વ્યક્તિ ક્યારે તમારા માટે ખાસ બની જાય, તમે એના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાઓ એ બધી તમારા હાથની વાત જ ક્યાં છે...

ટુંકમાં બહુ જ અટપટું છે આ પ્રેમનું ગણિત અને મને પહેલાથી જ ગણતરી કરવી નથી ગમતી, આઈ હેટ મેથ્સ. લાગણીઓના સરવાળા બાદબાકી કરતા મને નથી આવડતું, લાગણી છે તો છે અને નથી તો નથી!

નિયતીના જય શ્રી કૃષ્ણ 🌹

Gujarati Blog by Niyati Kapadia : 111328689
મંજય 4 years ago

नई रित बनाकर तुम ये प्रीत अमर कर दो.. सारी लाईन मस्त है जो समझे वो..

મંજય 4 years ago

good morning..Saras vichar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now