શિયાળાની આ કડકડતી ઠંડીમાં પોતાની પ્રિયસીની યાદમાં અને એના વિરહમાં, પ્રીતમની વાતને એક કવિતાના રૂપમાં ઢાળી પ્રણયની એ મીઠી થરથરતી રાતડી કેમ ગુજારશે અને પ્રિયસિ વગરની એની વ્યથા શબ્દોના સહારે વર્ણવવાની કોશિશ કરી છે...!

સ્પર્શી સ્પર્શીને વાયરો આજ હેરાન કરી જાય છે,
તું આવને મળવા ! યાદ તારી બેચેન કરી જાય છે.

જરૂર છે તારા ગરમાહટ ભર્યા આલિંગનની મને !
ગેરહાજરી તારી મુજમાં એક કંપન ભરી જાય છે.

આવને, હુંફાળી હુફનું લેણદેણ થોડું કરી લઈએ !
હરાવી દઈશું આ ઠંડીને જો તું મારી બની જાય છે.

પ્રણયની મીઠી વાતોથી આ એક રાત ગુજારવી છે,
તું ભળી જાય મુજમાં પછી બાકી શું રહી જાય છે ?

વધતી જાય છે ધડકન, જોને બેકાબૂ બની છે હવે !
આવીશ ? જોને રાત મિલનની અધૂરી રહી જાય છે.

મિલન લાડ. " મન "

#lagninopaheloahesaseprem

Gujarati Poem by Milan : 111325519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now