વ્યથાને શબ્દોમાં કહેવું હવે ગમતું નથી અહીં,
ઉપાય મળતો નથી હવે કેમ ગમતું નથી મને!

આ દર્દોનો શક્ય નથી કોઈ ઈલાજ અહીં,
છતાં મૌન રહેવું પડે હવે ગમતું નથી મને!

આપી શકું છું વળતો જવાબ હું પણ અહીં,
પણ, તારા જેવું થવું હવે ગમતું નથી મને!

પ્રેમનાં નામે રમતો રમે સૌ કોઈ અહીં,
મળે જો બેવડો ખિલાડી તો કેમ ગમતું નથી તને?

લાગણીઓની માયાજાળ રચે હર કોઈ અહીં,
ને, સબંધોને છેતરે તો હવે ગમતું નથી મને!

કહે તો ચાલ  ચાલીએ બંને સરખી અહીં,
હું જીતુ દાવ ત્યારે કેમ ગમતું નથી તને?

નિભાવે આ દર્શ દરેક સબંધ પ્રેમથી અહીં,
કોઈ સબંધોની પોલિટિકસ કરે ત્યારે ગમતું નથી મને!

દર્શના

Gujarati Poem by Darshana Hitesh jariwala : 111324814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now