જોને નખરાળી નાચતી કૂદતી,
આભલે પતંગ મારી લહેરાતી.
લાંબી પુછડી નાગણ સરીખી,
સરસર વાયરા સંગે મચકાતી.
ઠુમ ઠુમ ઠુમક ઠુમકાઓ ભરતી,
લાગે કાચી કુંવારિકા શરમાતી.
સમીપ જોઈ બીજી પતંગોને !
ક્ષણીકમાં પ્રેમની પેચ લડાવતી.
બાંધી જેને સ્નેહ દોરે, વાદલડીમાં
થઈ ઓઝલ મુજને એ સતાવતી !

મિલન લાડ. " મન "
વલસાડ.

Gujarati Poem by Milan : 111322925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now