National Birds Day_5th january.

કુદરત ની ફુરસદ માં ખીલે મારુ ફળિયું જી રે
ગીતડાં ગાઈ ચણી ચણી ને હું તો ફરતું જી રે

સૂરજે આળસ મરડી આકાશે પાંપણ ઉઘાડું જી રે
ઘોંઘાટ ની દુનિયા માં મધુર ટહુકો હું ફેલાવું જી રે

કોન્ક્રીટ ના ભઠ્ઠા માં નકશો માળા નો શોધતું જી રે
છાંયડે બખોલ કરી ખુદને સિકંદર માની જાણું જી રે

પીંછા ના મોહક નાટય થી વર્ષા ને ધરાર તેડી લાવું જી રે
પછી ખાબોચિયું શોધવા ઉનાળે તરસ્યું ફાંફા મારુ જી રે

મુક્તિ નો એલાર્મ લઈ ગગને લટાર મારવા નીકળું જી રે
ને અચાનક પતંગ ની ચોપાટ માં પછી વિંધાઈ મરું જી રે

ધરા એ સરખું વેચ્યુંતું રાજપાટ તમને ને અમને જી રે
તો પછી શાં ને બનો છો રોજ શકુનિ ઓ માનવી જી રે

Gujarati Good Morning by કલમ ના સથવારે : 111319231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now