વાર્તાનો ‘એક ગરીબ બ્રાહ્મણ’ કહેશો તોયે ગમશે,
તાંદુલ આપી આવતો સુદામા કહેશો તોયે ગમશે.

તન તો સૂકલકડી બનાવી રાખ્યું 'તુ વર્ષોથી,
છતાં તમે ગામા પહેલવાન કહેશો તોયે ગમશે.

ચહેરાં-મ્હોરાં બહુ ઉતાર્યા હવે દુનિયાની સામે,
મજાકમાં ક્યારેક બહુરૂપી કહેશો તોયે ગમશે.

ઓળખ તો છે મારી જગજાહેર છુપાયેલી અમીરીથી,
તેમાં અગનપંખનો અબ્દુલકલામ કહેશો તોયે ગમશે.

મહેફિલમાં ભલેને મળતી શમા-એ-રોશન અંતિમ,
પણ પછી તૂટી જતો ગાલિબ કહેશો તોયે ગમશે.

શબ્દો, સૂરતાલની દાદ ક્યાં માંગુ હરતાં-ફરતાં,
બસ ક્યારેક અલગારી ફકીર કહેશો તોયે ગમશે.

- મુર્તઝા 'અલ્ફન'

Gujarati Poem by Rinku Panchal : 111292956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now