?મિત્ર?

ફળે છે ઈબાદત ને ખુદા મળે છે,
મિત્રો ને નિહાળી ઉર્જા મળે છે.
નથી જાતો હું મંદિર ,,મસ્જિદ..કે ચર્ચ માં,
મિત્રો ના દિલ મા જ દેવતા મળે છે....

ખસુ છું હું  જ્યારે સતત ખુદ માંથી,
મિત્ર તારા હૃદય માં જગ્યા મળે છે.
સમય છે ઉકળતો અને જીવન સળગતું,
મિત્રો ની હથેળી માં શાતા મળે છે...

ઈચ્છા ને તમન્ના બધીય થાય પુરી,
મને ઊંઘ માં મિત્રો ના સપના મળે છે..
ડૂબું છું આ સંસાર  સાગર માં જ્યારે,
મિત્રતા ના મજબૂત તરાપા મળે છે....

દવાઓ ની સારવાર નીવડે નકામી.
મિત્રો ની  અસરદાર દુઆ મળે છે,
જીવન મરણ કે સુખ..દુઃખ..નિ ગમેતે  ઘડી  હોય,
સદનસીબે મને મિત્રો ના ખમ્ભા  મળેછે.....

તમામ મિત્રોને સમર્પિત.......એક દોસ્ત...

Gujarati Poem by Abbas khan : 111290920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now