લગભગ દરેક પુરુષ વિચારતો હોય છે કે, સ્ત્રીઓને સમજવી શક્ય જ નથી, એ બોલે કંઈ, કરે કંઈ અને વિચારતી તો શું હોય એનેય ખબર નહિ હોય...?

અમ સ્ત્રીઓને સમજવી ખરેખર મુશ્કેલ છે, અમારી ઈચ્છાઓ પણ પતંગિયા જેવી રંગબેરંગી અને અસ્થાયી... પળે પળે બદલાઈ જાય, પુરુષોનું ગજુ જ નથી એમને સમજી શકવાનું...પણ એક મિનિટ,

તમારે લોકોએ અમને સમજવાની જરૂર જ શી પડે?

મોટાભાગે તો અમારી એવી ઈચ્છા જ નથી હોતી કે બધા અમને સમજે... હા, થોડીક લાગણી ખર્ચતા શીખી જાઓ...થોડો થોડો પ્રેમ દેખાડતા શીખી જાઓ...પછી બીજા કશાયની જરૂર નહિ પડે...?

તમારા હ્રદયમાં ભરેલો પ્રેમનો હિલોળા લેતો સાગર અમારે કંઈ કામનો નથી...જો એમાંના થોડાં થોડાં છાંટણા અમને ભીંજવી ના શકે! અમારી સુધી પહોંચી ના શકે. વાત “આઇ લવ યૂ" કે “હું તને ચાહું છું" એટલું કહી દેવાથી પૂરી નથી થતી, ચાલું થાય છે! સતત એ અહેસાસ કરાવવો પડે...ત્યારે જ તમને કોઈ સ્ત્રી એના દિલમાં સ્થાન આપશે... એ તમારી દરેક વાત માનતી થશે, સ્વિકારી લેતી થશે, તમને સમજવાની કોશિષ કરશે...

બહુ મુશ્કેલ તો નથીને આમ કરવું? ઘણાને આ કામ અશક્ય લાગશે...ઓકે અમને એની સામે કોઈ વાંધો નથી પણ વાંધો છે તમારા એ નાકામ પ્રયાસો પર, અમને સમજવાના!

ટુંકમાં અમ સ્ત્રીઓને સમજવામાં વખત બરબાદ કરવો રહેવા દો... કરી શકો તો તમારા દિલમાં રહેલા પ્રેમને વ્યક્ત કરતા શીખી જાઓ... ( જો હોય તો?)

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
#niyati

Gujarati Blog by Niyati Kapadia : 111288647
Pandya Ravi 4 years ago

જય શ્રી કૃષ્ણ

Shaba Shaikh 4 years ago

*"अल्फ़ाज़ गिरा देते है जज़्बात की कीमत...* *हर बात को अल्फ़ाज़ में तौला नहीं करते...!!!"*

Jigi 4 years ago

100% sachu kidhu..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now