માઁ ની કોખે જન્મ થતા જ મનુષ્ય તેની આસપાસ ના દરેક સંબંધો સાથે જોડાઈ જાય છે .
બાળપણ એટલે તો પ્રેમ પામવાની પુરી મોકળાશ ...
અને મળેલા એ પ્રેમના સંબંધોની શરુઆત...
કાળા વાળની ઉપર સફેદ વાળ અડ્ડો જમાવે ત્યાં સુધીના પ્રેમના તાંતણે ગૂંથાયેલ સંબંધોનો સથવારો...
અને એવા જ આપણા કોઈ અતૂટ સંબંધ જેમની આપણી જિંદગી માંથી અચાનક વિદાય થાય...
એ પેલા જ આપણી આસપાસ રચાયેલા મનગમતા સંબંધોનું
' ફુલેકુ '
જેને આપણે મન ભરીને માણી લઈએ .
લાગણીના તાંતણે બાંધેલી સંબંધોની મજબૂત ગઠરી હંમેશા અકબંધ રહે .
આપણી આસપાસ રહેલા સંબંધોને સુખડનો હાર લાગે એ પહેલાં આવો સંબંધોને જીવી લઈએ .
ચાલો સંબંધોને જીવી લઈએ
????
:- મનિષા હાથી

Gujarati Motivational by Manisha Hathi : 111284093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now