તમે ક્યારેય સાપસિડી રમ્યાં છો?

એમાં જ્યારે જ્યારે તમે છેક ઉપરની લાઈનમાં પહોંચ્યા હોં, થોડી જ વારમાં હવે ગેમ જીતી જ લઈશ એમ વિચારતાં હોં અને ત્યારે જ નવ્વાણુંમાં નંબર ઉપર રહેલો સાપ તમને ગળી જઈને છેક નીચેની લાઈન પર લાવીને મૂકી દે ત્યારે કેવું લાગી આવે... નહીં?

ફરીથી એના એ રસ્તે આગળ વધવાનું આવે જ્યાં પહેલાં પણ આવી ચૂક્યા હતા...આગળ વધી ગયા હતા...આ વખતે મનમાં પેલા નવ્વાણુંમાં નંબરે રહેલા સાપનો ડર પણ હોય, એ સિવાયનો પણ કોઈ ગળી જઈ શકે...! ડરીને બેસી રહેવાથી તો કામ નહિ જ થાય...થોડુંક નવેસરથી વિચારવું જ પડશે... ધ્યાનથી જુઓ એ સાપની સાથે સાથે ક્યાંક ક્યાંક સીડી પણ તો છે દોસ્ત!

બસ, રાહ જુઓ કે એ સીડી મળી જાય અને એ ના મળે ત્યાં સુધી સાપથી બચીને એક એક ખાનું આગળ વધતા રહો... અને તોય જો સાપ ગળી જાય તો વિચારવું, હજી કોઈ મોટી સીડી લેવાની બાકી રહી ગઈ હશે એટલે જ ફરી દાવ આવ્યો...કોને ખબર આગળ શું થવાનું છે!

ટુંકમાં આ નાની નાની રમતો પણ જીવનના મોટા મોટા પાઠ ભણાવી જાય છે હોં...બસ થોડુંક નવેસરથી વિચારવાની જરૂર છે!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
#niyati

Gujarati Blog by Niyati Kapadia : 111284058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now