ઝાડ આજ તારી ખબર પૂછવા આવ્યો છું હું
બસ,બે ઘડી નો મીઠો સંવાદ લેવા આવ્યો હું

તારું છેદન કરી ઇમારતો બનાવવા લાગ્યો હું
રૂંધાતા શ્વાસે ફરી તને ગોતવા નીકળ્યો છું હું

જંગલો કાપી ને રહેઠાણ કરવા લાગ્યો છે હું
ને પછી પાર્કિંગ તારા છાંયડે શોધી રહ્યો છે હું

ફ્ળ ફુલ વેરતા અમૃત ને બાળતો થયો છે હું
પછી જીવવા oxygen શોધવા લાગ્યો છે હું

આંધળી દોટ માં દુકાળ કે દુષ્કાળે મરતો થયો હું
એટલે આજ ઝાડ તારી ખબર પૂછવા આવ્યો છું હું

Gujarati Blog by કલમ ના સથવારે : 111280316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now