એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી ,
બસ, આ મતલબી સંબંધોને સાચવામાં ક્યારે અમે સ્વયંને સાચવાનું ભૂલી ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, હૃદય ખોલીને ખુશીઓ વહેચતા, ક્યારે અમે એ જ હૃદય ને દુઃખ મા કૈદ કરી નાખ્યું એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, સાહીલ પર રજા માણતા ક્યારે અમે વ્યસ્તતા ના દરિયા મહી ડૂબી ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, આંખ મા રહેલું ઝાકળ નુ મોતી ક્યારે સુકાઈ ને ખરી પડયું એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, મુખ પર રહેતું એ ખડખડાટ હાસ્ય ક્યારે ઝાખાં સ્મિત મા ફેરવાઈ ગયુ એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, નાનપણ મા વાવેલા ઈચ્છાઓના એ બીજ ક્યારે જવાબદારીઓ ના વહેતા પૂર થી ધોવાઈ ગયા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, ક્ષણમાં મા પણ ના ભુલાય એ ઈશ્વર ના ધામ મા છેલ્લે ક્યારે ગયા હતા એ યાદ નથી.

એ જિંદગી મને તારાથી કોઈ ફરિયાદ નથી,
બસ, મન મૂકી ને છેલ્લે ક્યારે જીવ્યા હતા એ યાદ નથી.

Gujarati Poem by Rahul Desai : 111275631
Kirti Trambadiya 4 years ago

લાજવાબ લખ્યું છે...........રાધે કૃષ્ણ ભાઈ

Harsha. Ahir 4 years ago

Koi fariyad nathi..........nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now