વાયબ્રન્ટ ગુજરાત ગરબા, GMDC ગ્રાઉન્ડ ખાતેની મૂલાકાત

શ્યામલ સૌમિલ મુનશીની સંગીત પાર્ટી કાબિલે દાદ હતી. 'અમદાવાદ તને સલામ ..જ્યાં 6 સદીથી ભદ્રકાળી કરે છે રખવાળી,જ્યાં બે નમૂન છે સિદી સૈયદની જાળી.. જ્યાં રિવર ફ્રન્ટ ઝળહળે ઉજળે..' વ. પંક્તિઓ વાળો ગરબો ગમ્યો.
બાકી બધા જ જાણીતા ગરબાઓ. લોકગીત સાથેના.
ખેલૈયાઓ માટે વચ્ચે સ્ટેજ સામે વિશાળ જગ્યા. ખુરશીઓ મોટા સ્ક્રીન પર જોતા સ્ટેજ દેખાય તેમ બેસવું હોય તો ત્યાં અને રેલીંગ પાસે પણ. મને હળવે હળવે પહેલી રો માં જગ્યા મળી ગયેલી.
ખેલૈયાના ડ્રેસની તો વાત ન પૂછો. કોઈએ મોટું મોરપીંછ અર્ધાકાર, પીળા સાફામાં ભરાવેલું તો કોઈએ મોદી 15 ઓગસ્ટ ના પહેરે છે તેવો રંગબેરંગી સાફો પાછળ પટ્ટો લટકતો હોય તેવો અને દાઢી પણ! કોઈ બહેને ગલગોટાની ગોળ વેણી સૂર્ય અથવા મોરની કળા ની જેમ ભરાવેલી તો કોઈ કપલ કાન રાધા ની જેમ ગલગોતના હારમાં. આભલા ચમકતા હોય તેવા ડ્રેસમાં પણ ખૂબ વેરાયટી.
એકશનો પણ ખૂબ જોશીલી.
આગળ તરફ ખુલ્લી જગ્યામાં as usual ગૃપો અંદરો અંદર ગરબા કરતાં હતાં.
ગાંધીજીના જન્મના 150 વર્ષ ના થીમ પર પેવેલીયન હતી. પોળોના જંગલ વિશે પણ એક પેવેલિયન હતી.
ફૂડકોર્ટ આ વખતે એન્ટ્રીની ડાબી બાજુ હતી જે દર વખતે જમણે હોય છે.
ફુવારા અને ડાન્સિંગ કપલ નું શિલ્પ વચ્ચે ગમ્યુ.
પાર્કિંગમાં આહા.. ગણ્યા ગણાય નહીં એટલાં વાહનો. મેં સાઈન રાખેલી કે મોટા મોબાઈલ ટાવર અને આલ્ફા મોલ દેખાય છે એની વચ્ચે ઘાસમાં મૂકી છે. આંખ અર્ધ વર્તુળ માં જુએ. એટલે એ જ વિસ્તારમાં વળતાં વેહિકલ.ગોતતા પોણો કલાક ગયો. ઘણાના નહોતાં મળતાં. પાછું પીપ.. બઝર ચાવીમાં વગાડે તો બીજાના પણ એવા જ અવાજ વાળા બઝર હોય.
2002 થી દર વખતે એક કે બે દિવસ તો જાઉં જ છું. આ વખતે પણ મઝા પડી.
ફોટા જુઓ.

Gujarati News by SUNIL ANJARIA : 111265615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now